રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બુધવારે (21 ફેબ્રુઆરી 2024) વિધાનસભામાં સંબોધન આપ્યું હતું. આ દરમિયાન તેમણે ગેરકાયદેસર મઝહબી બાંધકામો વિરુદ્ધ કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી 108 ગેરકાયદેસર મજારો તોડી પાડવામાં આવી છે. દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રીનું બુલડોઝર ચાલી રહ્યું છે અને અતિક્રમણ સામે દબાણ વિરોધી અભિયાન ચાલુ રાખવામાં આવશે.
વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રીએ 1 કલાક 40 મિનીટ સંબોધન આપ્યું હતું. આ દરમિયાન તેમને ભૂતકાળની કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપના ધારાસભ્ય અમિત શાહના ભાષણનો પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, “અમિત ભાઈએ કહ્યું તે પ્રમાણે, જમાલપુરમાં એક દેરાસર હટાવવામાં આવ્યું હતું. તે સમયે કોંગ્રેસની સરકાર હતી. પણ હવે દાદાનું (મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ) બુલડોઝર રાજ્યના ખૂણા-ખૂણામાં ફરી રહ્યું છે, જેથી ષડયંત્ર રચીને કોઈ મંદિર કે તીર્થને હટાવી દેવામાં ન આવે. આ બુલડોઝર ક્યા જઈને અટકશે તે કોઈને નથી ખબર. અમારું બુલડોઝર તે દરેક ઢાંચાને તોડી પાડવા તૈયાર છે, જેને ષડયંત્ર રચીને ઉભું કરવામાં આવ્યો હશે.”
108 ગેરકાયદેસર મજારો તોડી પડાઈ, હજુ કાર્યવાહી શરૂ રહેશે- હર્ષ સંઘવી
પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ જૂનાગઢના ઉપરકોટ ખાતે કરેલી કાર્યવાહી પણ યાદ કરવી હતી. તેમણે કહ્યું કે, “અત્યાર સુધી 108 ગેરકાયદેસર મજારોને ધ્વસ્ત કરવામાં આવી છે. આ અતિક્રમણ હટાવીને રાજ્યની સંપત્તિઓને મુક્ત કરાવવામાં આવી છે. સોમનાથ પાસે કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પણ હટાવવામાં આવ્યા છે. અહીં દાદાનું બુલડોઝર હવે 20 ફૂટ પહોળા અને 80 મીટર પહોળા રસ્તા પર ફરી શકે છે.”
સંઘવીએ ઉપરકોટ પર કહ્યું કે, “ગુજરાત સરકારે 75 કરોડ નો ખર્ચ કરીને ઉપરકોટ કિલ્લાનો જીર્ણોદ્ધાર કર્યો છે, જેનું ગયા વર્ષે ઉદ્ઘાટન કરવામાં આવતું. કોઈ નથી જાણતું કે ઉપરકોટમાં આટલી મજારો ક્યાંથી આવી ગઈ. આટલી જલ્દી મજાર કેવી રીતે બની શકે? દ્વારકાથી શરૂ થયેલું આ અતિક્રમણ વિરોધી અભિયાન પોરબંદર, અમદાવાદ, સુરત, પાવાગઢ, ગીર-સોમનાથ અને જામનગર સુધી પહોંચ્યુ છે.”
મારા રાજ્યના લોકો ગરબા રમવા પાકિસ્તાન જાય?- હર્ષ સંઘવી
વિધાનસભાના પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ નવરાત્રીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “સરકારે નવરાત્રીના તહેવારમાં લોકોને આખી ગરબા રમવાની મંજૂરી આપી હતી જેથી લોકો માતાજીની પૂજા-અર્ચના કરી શકે, ગરબા રમી શકે. સાથ જ અમે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને ઘોંઘાટ ઓછો થાય તે માટે સંગીતનો અવાજ ચોક્કસ ઓછો કરાવ્યો હતો.” સાથે જ તેમણે કહ્યું હતું કે નવરાત્રીમાં મોડી રાત સુધી મંજૂરી મળતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ગરીબો, નાના વેપારીઓ, રેસ્ટોરન્ટને કેવો ફાયદો થયો તે પૂછવા જેવું છે.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, “મેં ત્યારે કહ્યું હતું કે, જો મારા રાજ્યમાં લોકો ગરબા ન રમે તો ક્યાં પાકિસ્તાનમાં રમશે? મારા આ નિવેદન બાદ બીજા જ દિવસે હાઈ કોર્ટમાં એક અરજી કરવામાં આવી કે રાજ્યના લોકોને મોડી રાત સુધી ગરબા રમવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શું લોકો મોડે સુધી ગરબા ન રમી શકે? મુશ્કેલીઓનો સામનો તમારે નહીં અમારે કરવો પડ્યો હતો.”