સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પૈસાની લેવડદેવડ મામલે મુસ્લિમોના ટોળાંએ એક હિંદુ વ્યક્તિનો જીવ લઈ લીધો હતો. આ મામલે પોલીસે પહેલાં જ 17 મુસ્લિમ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરીને ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી અને મોટા ભાગના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે હવે ગુજરાત સરકાર આ ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, પ્રાંતિજમાં તંત્ર દ્વારા બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવી છે. હમણાં સુધી 12 ગેરકાયદેસર દુકાનો અને 2 મટન શોપ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે.
પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તાર ના બોખ ગલેચી ભાગોળ વિસ્તાર માં સાબરકાંઠા પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ગેર કાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી.@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IPS_VijayPatel#SabarkanthaPolice #GujaratPolice pic.twitter.com/TWw337ZduI
— Sabarkantha Police (@SPSabarkantha) February 20, 2024
સાબરકાંઠાના પ્રાંતિજમાં મુસ્લિમોના ટોળાંએ રાજુભાઈ ભોઈ નામના હિંદુ વ્યક્તિને નિર્દયતાથી માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદ પોલીસ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હવે રાજ્ય સરકારે પણ ઉપદ્રવીઓ સામે લાલ આંખ કરી છે. પ્રાંતિજમાં સરકાર દ્વારા બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસના ચુસ્ત બંદોબસ વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે પ્રાંતિજના પોલીસ સ્ટેશન વિસ્તારથી લઈને ગલેચી ભાગોળ સુધીના વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેગા ડિમોલિશન કાર્યવાહી આરોપીઓના રહેણાંક વિસ્તારમાં કરવામાં આવી રહી છે.
Update: Gujarat govt demolished 12 illegally built shops including 2 mutton shops.. Over 30 people have already booked in this case.
— Mr Sinha (@MrSinha_) February 20, 2024
Thank you @sanghaviharsh bhai for this swift action! https://t.co/R7tStgNnDe pic.twitter.com/bJmGIajSVR
પ્રાંતિજ શહેરમાં પોલીસ સ્ટેશન વિસ્તારના સ્થળો પર હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને પાલિકા ફાયર સાથે તંત્રને ખડપગે રાખવામાં આવ્યુ છે. પ્રાંતિજના બોખ વિસ્તારથી લઇને ગલેચી ભાગોળ સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ પછી હવે પ્રાંતિજના બારકોટ અને પઠાણવાડા વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની શક્યતાઓ છે. મેગા ડિમોલિશન કાર્યવાહી દરમિયાન 12 ગેરકાયદેસર દુકાનો અને 2 મટન શોપ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
મુસ્લિમ ટોળાંએ હિંદુ વ્યક્તિનો લીધો હતો જીવ
પ્રાંતિજમાં આવેલા ખોડીયાર કૂવા મોટા માઢ વિસ્તારમાં 14 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યાની આસપાસ મુસ્લિમ શખ્સોનું ટોળું લાકડીઓ, લોખંડના પાઇપ સહિતનાં હથિયારો લઈને મયુરભાઈ નામના એક વ્યક્તિના ઘરે પહોંચી ગયું હતું અને પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો કર્યો હતો. જે બાદ રાજુભાઈ ભોઈ નામના હિંદુ વ્યક્તિ વચ્ચે પડતાં મુસ્લિમ ટોળું ઉશ્કેરાય ગયું હતું અને તેમને ખેંચી લઈ જઈને માર મારવાનું શરૂ કરી દીધું હતું. લોખંડની પાઈપોથી નિર્દયતાથી માર મારતા રાજુભાઈ ભોઈ નામના વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ હત્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અગાઉ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે બાદ અન્ય 9 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હવે 4 અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી મુનાફ કુરેશીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે હવે સરકાર દ્વારા આરોપીઓના રહેણાંક વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
પીડિત પરિવાર સુધી પહોંચ્યું હતું ઑપઇન્ડિયા
પ્રાંતિજમાં બનેલી આ ઘટના બાદ ઑપઇન્ડિયા પીડિત પરિવાર સુધી પહોંચ્યું હતું અને આખી ઘટના વિશે વિગતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક રાજુભાઈ ભોઈના નાના ભાઈ સુભાષભાઈએ ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે ઘટના વિશે જણાવતાં કહ્યું કે, “ઘટના સાથે અમારા ભાઈને કશું જ લેવાદેવા નહોતા. અમારી બાજુમાં જે ભાઈ રહે છે તેમનો નાણાકીય વ્યવહારને લઈને સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. અઠવાડિયા પહેલાં પણ તેમની માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ગત 14 ફેબ્રુઆરીએ પણ બજારમાં તેમની બબાલ થઈ અને પાડોશીને આરોપીઓએ માર માર્યો હતો. ત્યારબાદ તેઓ ઘરે પણ આવી ગયા હતા અને ધમાલ મચાવી હતી.”
પોતાના ભાઈની હત્યા મામલે સુભાષે આગળ જણાવ્યું કે, “તે લોકો પાડોશીને માર મારી રહ્યા હતા ત્યારે મારા મોટા ભાઈએ માત્ર એટલું જ કહ્યું કે, “તમે તેને શું કામ મારો છો?” મારા ભાઈએ આવું કહેતાં જ ટોળું ઉશ્કેરાયું હતું અને તલવારો, પાઈપો અને ધોકા-હૉકી સ્ટીક લઈને મારા ભાઈને મારવા ધસી આવ્યું. તેઓ તો છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. તે લોકો 100-200 જણા હતા અને મારા ભાઈને ઢસડીને લઇ ગયા. ઘરથી લગભગ 100 ફૂટ દૂર લઇ જઈને તે લોકોએ અંધારુ કરી દીધું અને આડેધડ માર માર્યો હતો. મારા ભાઈને ગળું દબાવીને, પાઈપના ફટકા મારીને મારી નાખ્યા હતા.” સાથે તેમણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે, મુસ્લિમ ટોળું મૃતક રાજુભાઈનો મૃતદેહ પણ લેવા નહોતું દેતું અને સતત પથ્થરમારો કરી રહ્યું હતું.