એનડીએએ શનિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ જાહેરાત કરી હતી.
NDA’s candidate for the post of Vice President of India to be Jagdeep Dhankhar: BJP chief JP Nadda pic.twitter.com/RYIeIP7Nug
— ANI (@ANI) July 16, 2022
“તમામ વિચારણા અને પરામર્શ પછી, અમે કિસાન પુત્ર (ખેડૂતના પુત્ર) જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપ અને એનડીએના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે,” તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
Attending the press conference at BJP HQ. https://t.co/NeTblHSlVF
— Jagat Prakash Nadda (@JPNadda) <જગદીપ ધનખર ત્રણ દાયકાથી વધુ સમયથી જાહેર જીવનમાં છે. 1989ની લોકસભા ચૂંટણીમાં ઝુનઝુનુથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો.a href="https://twitter.com/JPNadda/status/1548311600956063746?ref_src=twsrc%5Etfw">July 16, 2022
ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખર બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથેના તેમના કાંટાળા સંબંધોને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. ધનખર અવાર નવાર બંગાળમાં થઈ રહેલ હિન્દુઓની હત્યાઓ વિરુદ્ધ નિવેદનો આપતા રહેતા હોય છે.
નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે અને ચૂંટણી 6 ઓગસ્ટના રોજ થવાની છે.
NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારનો પરિચય
જેમ જેપી નડ્ડાએ જણાવ્યુ એમ જગદીપ ધનખર એક ખેડૂત પુત્ર છે. હાલમાં તેઓ પશ્ચિમ બંગાળના રાજયપાલ છે. આ પહેલા તેઓ ધારાસભ્ય અને સાંસદ સભ્ય રહી ચૂક્યા છે.
જગદીપ ધનખર ત્રણ દાયકાથી વધુ સમયથી જાહેર જીવનમાં છે. 1989ની લોકસભા ચૂંટણીમાં ઝુનઝુનુથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ, તેમણે 1990માં સંસદીય બાબતોના રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 1993માં, તેઓ અજમેર જિલ્લાના કિશનગઢ મતવિસ્તારમાંથી રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાયા હતા.
જુલાઈ 2019 માં, તેમની નિમણૂક પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી, જ્યાં તેમણે સખત મહેનત કરી છે અને લોક કલ્યાણના મુદ્દાઓ પર પ્રકાશ પાડતા નાગરિકોના ગવર્નર તરીકે ઓળખ બનાવી છે.
તેમને બંધારણીય બાબતોના જાણકાર પણ મનાય છે. નોંધનીય છે કે ધનખર રાજસ્થાન હાઇકોર્ટ બાર એસોસીએસનના સૌથી નાની ઉંમરના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
આ પહેલા 21 જૂનના રોજ એનડીએ દ્વારા પોતાના રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુનું નામ જાહેર કરાયું હતું.