Friday, November 22, 2024
More
    હોમપેજદેશજે હુમલાખોરોએ દલિતોને માર્યા, તેમના કેસ પરત ખેંચવાની માંગ સાથે સામે આવી...

    જે હુમલાખોરોએ દલિતોને માર્યા, તેમના કેસ પરત ખેંચવાની માંગ સાથે સામે આવી ‘ભીમ આર્મી’: વાલ્મિકી-સોનકર પરિવારોની જગ્યાએ મુસ્લિમો માટે માંગ્યું વળતર

    એક કથિત ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ 2 દિવસ પહેલા જઇને એક ભ્રામક રિપોર્ટ તૈયાર કર્યો હતો, ત્યારે હવે 'ભીમ આર્મી' પણ હિંસાનો ભોગ બનેલા મુસ્લિમોને મળવા ન દેવા બદલ પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરી રહી છે. દલિતોના હિતના નામે રાજકારણ કરતી ભીમ આર્મી હિંસક ટોળા દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યા તેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના દલિત સ્ટાફના ઘરે નથી ગઈ.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 8 ફેબ્રુઆરી 2024ના રોજ હિંસા ભડકી ઉઠી હતી. અતિક્રમણ દૂર કરતી વખતે પોલીસ અને મ્યુનિસિપલ સ્ટાફ સામે હિંસા ફાટી નીકળી હતી. અત્યાર સુધીમાં 58 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાકીનાને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે જ જપ્ત કરવા જેવી કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 10 દિવસમાં વહીવટી તંત્રના પ્રયાસોના કારણે સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે. જો કે હલ્દ્વાની હિંસા ભીમ આર્મી અને અન્ય કેટલીક ગેંગ અસ્થિરતા ફેલાવવાની ફિરાકમાં છે.

    એક કથિત ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ 2 દિવસ પહેલા જઇને એક ભ્રામક રિપોર્ટ તૈયાર કર્યો હતો, ત્યારે હવે ‘ભીમ આર્મી’ પણ હિંસાનો ભોગ બનેલા મુસ્લિમોને મળવા ન દેવા બદલ પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે દલિતોના હિતના નામે રાજકારણ કરતી ભીમ આર્મી હિંસક ટોળા દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યા તેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના દલિત સ્ટાફના ઘરે નથી ગઈ.

    મીડિયા રીપોર્ટ અનુસાર, શનિવારે (17 ફેબ્રુઆરી, 2024) ‘ભીમ આર્મી’નું 60 સભ્યોનું પ્રતિનિધિમંડળ વનભૂલપુરાના મુસ્લિમોને મળવા માટે નીકળ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મનજીત નૌટિયાલ ઉપરાંત સોનુ લાઠી વગેરે હાજર હતા. પ્રતિનિધિમંડળને ઉત્તરાખંડ પોલીસે વનભૂલપુરા હાઇવે પહેલા અટકાવ્યું હતું. વહીવટીતંત્રે તેમને અસરગ્રસ્ત વિસ્તારમાં લાદવામાં આવેલા કર્ફ્યુ વિશે માહિતી આપી હતી અને પરિસ્થિતિને સામાન્ય બનાવવામાં સહકાર આપવા અપીલ કરી હતી. જો કે, પ્રતિનિધિમંડળે પ્રશાસનની વાત સાંભળી ન હતી. ત્યારબાદ વહીવટીતંત્રે સાવચેતીના પગલા રૂપે થોડા સમય માટે પોલીસ સ્ટેશનમાં જૂથને અટકાવ્યું હતું અને બાદમાં પરત મોકલી દીધા હતા.

    - Advertisement -

    ભીમ આર્મીના અન્ય સભ્યો આ અંગે સોશિયલ મીડિયા પર ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પરત ફરતાં ઉશ્કેરાઈને મનજીત નૌટિયાલે તો પોતાની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની પણ જાહેરાત કરી હતી. તેમની માંગણીઓમાં નિર્દોષ મુસ્લિમો સામેના કેસો પાછા ખેંચવા અને વનભૂલપુરા હુમલાના પીડિતોને વળતર રૂપે 60 લાખ રૂપિયાની ચુકવણીનો સમાવેશ થાય છે. ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઇચ્છે છે કે નૈનિતાલ વહીવટીતંત્ર તોડી પાડવામાં આવેલી ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ માટે ફરીથી જમીન ફાળવવામાં આવે.

    હલ્દ્વાની હુમલામાં સહુથી વધુ પીડિત દલિત

    હલ્દ્વાની હિંસામાં સૌથી વધુ નુકસાન પોલીસ અને મ્યુનિસિપલ કર્મચારીઓને થયું છે. ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, હિંસાનો ભોગ બનેલા મ્યુનિસિપલ સ્ટાફમાંથી મોટા ભાગના અનુસૂચિત જાતિ (SC) કેટેગરીના છે. મનોજ અને મિથુન વાલ્મિકી ઉપરાંત સાગર સોનકરે ઑપઇન્ડિયાને હિંસક ટોળાના કૃત્ય વિશે જણાવ્યું હતું. મનોજ, મિથુન અને સાગરના હાથ-પગમાં ફ્રેક્ચર છે જેની સારવાર સરકાર કરાવી રહી છે. બધાએ જણાવ્યું કે તે દિવસે તોફાનીઓએ તેમને મારવા અને જીવતા સળગાવવા માટે રસ્તામાં કાંટાળા તાર પણ નાખ્યા હતા.

    આ સાથે જ એસસી કેટેગરીમાંથી આવતા કોંગ્રેસના નેતા ગબ્બર વાલ્મિકીએ પણ વનભૂલપુરાના હિંસક ટોળાએ કાયદાનો ભંગ કર્યો હોવાની વાત સ્વીકારી હતી. ગબ્બર વાલ્મિકીએ પણ પ્રશાસનને તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ બધા ઉપરાંત વનભૂલપુરાથી હિંસક ટોળું જ્યાં પ્રવેશવા માગતું હતું તે રહેણાંક વસાહત ગાંધીનગર પણ મોટે ભાગે દલિત સમાજનું જ છે. પોલીસકર્મીઓ, મ્યુનિસિપલ સ્ટાફ અને તેમના પોતાના પરિવારને બચાવતી વખતે તોફાનીઓના હુમલામાં આ પરિવારોના ઘણા સભ્યો ઘાયલ થયા છે.

    ઘાયલોમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થી અમરદીપ સોનકરને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ હજુ પણ પથારીવશ છે. તેમના સિવાય મનીષ સોનકરનું માથું ફૂટી ગયું હતું, હૃતિક સોનકરના ચહેરા પર અનેક ઘા વાગ્યા હતા અને આર્યન સોનકરનો હાથ તૂટી ગયો હતો. આ બધા ઉપરાંત ગાંધીનગરની SC વર્ગની મહિલાઓએ અમને જણાવ્યું હતું કે આજે પણ હિંસક ટોળાનું ઉન્માદી સ્વરૂપ તેમની આંખ સામે તરવરે છે. આ આખો મહોલ્લો પોતાની અને પોલીસની સુરક્ષા કરવા માટે એક થઇ ગયો હતો. આ વિસ્તારમાં ગોળીબારી સાથે-સાથે પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

    ઑપઇન્ડિયા સહિત અનેક અન્ય મીડિયા સંસ્થાઓ પર ઘાયલોની માહિતી પ્રકાશિત કરવામાં આવી છે. જોકે, વનભૂલપુરા વિસ્તારમાં રહેતા મુસ્લિમો માટે ભીમ આર્મીનું ડેલિગેશન લડી રહ્યું છે. યેમના માંગ પત્રમાં હજુ સુધી દલિત વર્ગમાંથી આવતા મહાનગરપાલિકાના સ્ટાફ અને એજ વર્ગના ગાંધીનગરના ઈજાગ્રસ્તોને કોઈ સ્થાન નથી આપવામાં આવ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં