પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં થયેલી હિંસા મામલે હોબાળો ચાલુ છે. દરમ્યાન બુધવારે (14 ફેબ્રુઆરી) સંદેશખાલી જઈ રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદાર ઘાયલ થઇ ગયા છે. પ્રદર્શન દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પોલીસે કરેલા લાઠીચાર્જમાં તેઓ ઘાયલ થયા હોવાનો આરોપ છે. રિપોર્ટ્સ અનુસાર, વિરોધ દરમિયાન ભાજપ કાર્યકરોને રોકવા પોલીસે લાઠીચાર્જનો પ્રયોગ કર્યો હતો જે પછી બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ. આ દરમિયાન સુકાંત મજુમદારને પણ ઈજા થઈ હતી.
બસીરહાટમાં ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર હવે બીજેપી અધ્યક્ષને સારવાર માટે કોલકાતા લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.
#WATCH | Basirhat, North 24 Parganas | West Bengal BJP president Majumdar injured as Police resorted to lathi charge and a scuffle broke out between Police and party workers. The Police personnel were trying to take Majumdar back to the hotel from where he had left.
— ANI (@ANI) February 14, 2024
He is being… pic.twitter.com/IsUpbDyayx
આ પહેલાં મજુમદારે આરોપ લગાવ્યો હતો કે બંગાળ પોલીસે ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી જવાથી રોકવા માટે તેઓ જ્યાં રોકાયા હતા તે લોજને ઘેરી લીધું હતું. મજમુદારે આંદોલનકારીઓને મળવા બપોર પછી સંદેશખાલી જવાની જાહેરાત કરી હતી. પરંતુ બંગાળ પોલીસે સુકાંત મજુમદારને ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળતા અટકાવ્યા હતા. ભાજપના નેતાઓને રોકવા માટે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંદેશખાલીના કેટલાક વિસ્તારોમાં ધારા 144 પણ લાગુ કરવામાં આવી છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન સુકાંત મજુમદારે કહ્યું હતું, કે “બસીરહાટ અને પશ્ચિમ બંગાળમાં અન્ય ઘણા સ્થળોએ હિંદુઓએ છુપી રીતે પ્રાર્થના કરવી પડે છે. મમતા બેનર્જીએ પહેલેથી જ દુર્ગા પૂજા દરમિયાન મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મમતા બેનર્જીની ગંદી રાજનીતિ છે. તેઓ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ વિશે વિચારે છે, લોકોના વિકાસ વિશે નહીં. હું સંદેશખાલી જવાનો પ્રયાસ કરીશ, જોઉં છું કે પોલીસ મને કઈ રીતે રોકે છે.”
West Bengal police has crossed all limits. They have violated every rule in the book to please Mamata Banerjee, who is evil, and hasn’t stopped from using rape and torture of Hindu women in Sandeskhali, for her politics.
— Amit Malviya (@amitmalviya) February 14, 2024
In the scuffle with police, BJP Bengal President Sukanta… pic.twitter.com/uureg0CPzy
આ મામેલ આઈટી સેલના અધ્યક્ષ અને BJP નેતા અમિત માલવિયાએ X પર પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, ”બંગાળ પોલીસે તમામ હદો વટાવી દીધી છે. તેમણે મમતા બેનર્જીને ખુશ કરવા માટે દરેક કાયદા-નિયમનો ભંગ કર્યો છે. પોલીસ સાથેની અથડામણમાં ભાજપ બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદારને ઈજા થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા. તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળ પોલીસને જણાવવું રહ્યું કે તેઓ સંદેશખાલીની મહિલાઓ માટેના ન્યાય માટેના ભાજપના આંદોલનને કચડી નહીં શકે. અમે પશ્ચિમ બંગાળમાં મહિલાઓને મમતા બેનર્જીની ક્રિમિનલ સિન્ડિકેટની લાલસાનો શિકાર બનવા નહીં દઈએ. લડત ચાલુ રહેશે.”
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં અમુક મહિલાઓએ ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકો પર જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે, જેની સામે ત્યાંના સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકરો-નેતાઓ વિરોધ કરી રહ્યા છે.