Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમંત્રીજીની પત્નીને ગૂગલ પર સર્ચ કરી રહ્યું છે પબ્લિક, કહ્યું- હું પણ...

    મંત્રીજીની પત્નીને ગૂગલ પર સર્ચ કરી રહ્યું છે પબ્લિક, કહ્યું- હું પણ તેની જ શોધમાં છું: જાણો કોણ છે ‘નાની આંખો’થી ચર્ચામાં આવેલા તેમજેન અલોંગ

    41 વર્ષીય અલોંગ નાગાલેન્ડ સરકારમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી છે. આ સાથે તેમની પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ છે.

    - Advertisement -

    ઉત્તર-પૂર્વના લોકોની નાની આંખ બાબતે મજાક ઉડાવનારા લોકો પર કટાક્ષ કરીને ચર્ચામાં આવેલા નાગાલેન્ડના તેમજેન અલોંગ (Temjen Along) સોશિયલ મીડિયા પર ખૂબ સર્ચ કરવામાં આવી રહ્યા છે. લોકો તેમના વિશે વધુ જાણવા માંગે છે. સોશિયલ મીડિયા પર તેમના જૂના ભાષણો શૅર કરીને તેમના હિન્દીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

    લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરીને તેમને વાંચવા અને સાંભળવા માંગે છે. એટલું જ નહીં લોકો તેમની પત્ની વિશે જાણવા પર ઉત્સુક છે. જેને જોઈને અલોંગે કહ્યું કે જેવી રીતે લોકો તેમની પત્નીને શોધી રહ્યા છે તે જ રીતે તેઓ પણ પત્નીની શોધમાં છે. 

    કોણ છે તેમજેન ઈમના અલોંગ?

    - Advertisement -

    41 વર્ષીય તેમજેન અલોંગ નાગાલેન્ડ (Nagaland) સરકારમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી છે. આ સાથે તેમની પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ છે. વર્ષ 2018 માં તેઓ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં અલંગટાકી મતવિસ્તારમાંથી ચૂંટાયા બાદ ધારાસભ્ય બન્યા હતા.

    તેમનો ઉછેર નાગાલેન્ડમાં થયો હતો. રાજ્યની શિક્ષણની સ્થિતિ સુધારવા માટે તેઓ સતત શાળાઓ અને કોલેજોની મુલાકાત લેતા રહે છે. તેમના ભાષણો અગાઉ પણ ઘણી વખત ચર્ચાનો વિષય બની ચૂક્યાં છે. પરંતુ આ વખતે જ્યારે તેમણે પોતાના ભાષણમાં નાની આંખોની મજાક ઉડાવનારાઓ પર ટિપ્પણી કરી તો તેમનો આ વીડિયો વાયરલ થઇ ગયો હતો.

    આ વીડિયો આજતકના પત્રકાર શુભંકર મિશ્રાએ પણ શૅર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે જો તમારી આંખો નાની હોય તો અંદર ગંદકી ન જાય અને જો કાર્યક્રમ લાંબો હોય તો તે નાની આંખોના કારણે ઝોકું પણ ખાઈ શકે છે. કાર્યક્રમ દરમિયાન ‘ભારત માતા કી જય’ના નારા બોલાવવાના કારણે પણ તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

    તેમનું કહેવું છે કે આ નારો સાંભળીને તેઓ ગર્વ અનુભવે છે. આ જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેમના વખાણ કરતા થાકતા નથી. તેમના ભાષણને શૅર કરતાં કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે લોકો રાષ્ટ્રવિરોધી નરેટિવ સેટ કરવામાં વ્યસ્ત છે, ત્યારે તેમજેન અલોંગ જેવા નેતાઓ નાગાલેન્ડમાં રહીને પણ તેની સામે લડવાનું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે.

    નેતાના વીડિયો જોઈને તેમને એટલા પસંદ કરવામાં આવી રહ્યા છે કે તેમની સાથે તેમની પત્ની અંગે પણ ગૂગલ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમણે પોતે આનો સ્ક્રીનશોટ શૅર કરીને કહ્યું કે, ગૂગલ સર્ચે મને ઉત્સાહિત કરી દીધો છે. હું પોતે પણ પત્નીની શોધમાં છું. 

    આ ઉપરાંત તેણે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે એક રમુજી ટ્વિટ પણ કર્યું હતું અને કહ્યું હતું કે આ મુદ્દે જાગૃતિ લાવવી પડશે નહીં તો તેમની જેમ સિંગલ રહીને પણ ભવિષ્ય માટે યોગદાન આપી શકાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં