પાકિસ્તાનમાં ‘અજાણ્યા શખ્સો’ આતંકીઓમાં ભય પેદા કરી રહ્યા છે. થોડા જ દિવસોની અંદર પાકિસ્તાનમાં કોઈને કોઈ આતંકીના મોતની ખબર આવતી રહે છે અને તમામ આતંકીઓને કોઈ અજાણ્યા શખ્સો જ મારે છે. ત્યારે ફરી એકવાર એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ આતંકી અને જૈશ-એ-મહોમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને અજાણ્યા શખ્સો દ્વારા બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યો છે. અહેવાલોમાં આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ઘટનાની હજુ સુધી આધિકારિક પુષ્ટિ થઈ નથી.
વર્ષના પ્રથમ દિવસે જ એટલે કે, 1 જાન્યુઆરી 2024ના રોજ દેશભરમાં એક નવી ચર્ચા ચાલુ થઈ ગઈ છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ આતંકી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને અજાણ્યા શખ્સો દ્વારા બોમ્બથી ઉડાવી દેવાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોમવારે (1 જાન્યુઆરી) સવારે 5 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં અઝહરની મોત થઈ ગઈ છે. જાણવા મળ્યા મુજબ, આતંકી મસૂદ અઝહર ભાવલપુર મસ્જિદથી પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન જ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેનું મોત થયું હતું.
BIG BREAKING NEWS – As per unconfirmed reports, Most wanted terrorist, Kandhar hijacker Masood Azhar, has been kiIIIed in a bomb expIosion by UNKNOWN MEN at 5 am 🔥🔥
— Times Algebra (@TimesAlgebraIND) January 1, 2024
He was going back from Bhawalpur mosque. UNKNOWN MEN working even on New Year day ⚡
He was the chief of Terror… pic.twitter.com/XG97TMmIE8
22 વર્ષ પહેલા ભારતીય સંસદ પર થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહર નવા વર્ષના પહેલા દિવસે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. મસૂદ અઝહરની મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થઈ રહ્યા છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર ભારતમાં એક નહીં પરંતુ અનેક હુમલા માટે જાણીતો છે. વર્ષ 2001માં સંસદ પર થયેલા હુમલા સિવાય અઝહર 2016માં પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું પણ કહેવાય છે. આ સિવાય મસૂદ અઝહરને 2016માં ઉરી હુમલા અને અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે. અઝહર અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન અને તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરની નજીકનો માણસ હતો.
નોંધનીય છે કે, પાકિસ્તાનમાં સંતાઈને બેઠેલા આતંકીઓમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણા ખાલિસ્તાની આતંકીઓને પણ અજાણ્યા શખ્સો ટાર્ગેટ કરી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં અજાણ્યા શખ્સોએ પાકિસ્તાનમાં અનેક આતંકીઓનો સફાયો કરી દીધો છે.