Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોક્સો એક્ટમાંથી બચવા માટે ઇમરાને મુસ્લિમ પર્સનલ લૉનો સહારો લીધો, પરંતુ કોર્ટે...

    પોક્સો એક્ટમાંથી બચવા માટે ઇમરાને મુસ્લિમ પર્સનલ લૉનો સહારો લીધો, પરંતુ કોર્ટે અરજી ફગાવી

    સરકાર પક્ષેથી દલીલ કરવામાં આવી હતી કે પોક્સો એક્ટની કલમ 6 કોઈ ચોક્કસ ધર્મને અનુસંધાને નથી પરંતુ તેમાં તમામ જાતિ-ધર્મના બાળકોનો સમાવેશ થાય છે અને 18 વર્ષથી નીચેના તમામ બાળકોને આ એક્ટ હેઠળ યૌનશોષણથી રક્ષણ મળે છે.

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટે એક રેપ કેસની અરજી ફગાવીને અવલોકન કર્યું હતું કે યૌવનની ઉંમરમાં આવી ચુકેલી મુસ્લિમ બાળકી પણ પોક્સો એક્ટ હેઠળ જ આવે છે. અરજદારે કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે ઘટના સમયે પીડિતા 16 વર્ષની થઇ ચૂકી હતી અને મુસ્લિમ કાયદા અનુસાર કિશોરી યૌવનની વય પ્રાપ્ત કરી ચૂકી હોય તો તેને સગીર ગણી શકાય નહીં.

    દિલ્હી હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, “પોક્સો એક્ટ 18 વર્ષથી નીચેની ઉંમરના તમામ બાળકોને યૌન અપરાધોથી સંરક્ષણ આપે છે. કાયદાનો હેતુ એ છે કે બાળકો સુરક્ષિત રહે અને એ સુનિશ્ચિત થાય કે તેમનું શોષણ ન થાય. તેમનું બાળપણ અને યુવાવસ્થા ઉત્પીડનથી સુરક્ષિત રહે.” કોર્ટે આગળ કહ્યું કે, “આ બાબતોને ધ્યાનમાં રાખતા મુસ્લિમ કાયદા અનુસાર પીડિતા યૌવનની વયમાં આવી ચૂકી હોવાથી પોક્સો એક્ટ લાગુ કરી શકાય નહીં તેવી અરજદારની દલીલ માન્ય રહેતી નથી.”

    શું છે કેસ? 

    - Advertisement -

    આ કેસ જાન્યુઆરી 2022નો છે. જેમાં આરોપી ઇમરાન પીડિતાના ઘરે ગયો હતો અને તેના માતા-પિતાને લગ્ન માટે વિનંતી કરી હતી. જે બાદ પીડિતાનાં માતા-પિતા સહમત થઇ ગયાં હતાં અને શરત મૂકી હતી કે પીડિતા 12મુ ધોરણ પાસ કર્યા બાદ તેઓ લગ્ન કરાવી આપશે. 

    ફરિયાદ કરવામાં આવી છે કે, પીડિતાના પિતાએ ઇમરાનને પોતાનું ઘર વેચીને અને વ્યાજ પર લૉન લઈને 10 લાખ રૂપિયા આપ્યા હતા. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, સગાઇ બાદ આરોપીએ બે વખત પીડિતા સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા. પાછળથી ઇમરાને પીડિતા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હોવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ આરોપીનું કહેવું છે કે તેણે ક્યારેય ઇનકાર કર્યો નથી અને હજુ પણ પીડિતા સાથે લગ્ન કરવા માંગે છે. જોકે, પીડિતાના માતા-પિતાએ કહ્યું છે કે હવે તેમને તેમની દીકરીના લગ્ન આરોપી સાથે કરાવવામાં કોઈ રસ નથી. 

    કેસમાં આરોપી સામે આઇપીસીની કલમ 376 અને 506 તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન આરોપીએ હાઇકોર્ટમાં અરજી કરી દીધી હતી અને દાવો કર્યો હતો કે આ કેસમાં પોક્સો એક્ટની કલમ 6 લાગુ પડી શકે તેમ નથી કારણ કે જ્યારે ઘટના બની ત્યારે પીડિતા યૌવનની ઉંમર પ્રાપ્ત કરી ચૂકી હતી અને મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર તે સંજોગોમાં તેને સગીર ગણી શકાય નહીં. 

    જોકે, સામે સરકાર પક્ષેથી દલીલ કરવામાં આવી હતી કે પોક્સો એક્ટની કલમ 6 કોઈ ચોક્કસ ધર્મને અનુસંધાને નથી પરંતુ તેમાં તમામ જાતિ-ધર્મના બાળકોનો સમાવેશ થાય છે અને 18 વર્ષથી નીચેના તમામ બાળકોને આ એક્ટ હેઠળ યૌનશોષણથી રક્ષણ મળે છે. જે દલીલ કોર્ટે માન્ય રાખી અરજી ફગાવી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં