બહુચર્ચિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસની તપાસ કરતી એજન્સી ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે ફરી સમન્સ પાઠવાયું છે. આ પહેલા તેઓને 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવાયા હતા. હવે તેઓએ 21 ડિસેમ્બરના દિવસે એજન્સી સામે હાજર થવું પડશે.
તાજા અહેવાલો અનુસાર EDએ દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલામાં પૂછપરછ માટે ફરી એકવાર સમન્સ પાઠવ્યા છે. એજન્સીએ તેમને 21મી ડિસેમ્બરે તેમની સામે હાજર થવા જણાવ્યું છે.
#ArvindKejriwal pic.twitter.com/cWGCLtzrXV
— NDTV (@ndtv) December 18, 2023
દિવાળી અને ચૂંટણી પ્રચારના બહાને હાજર નહોતા થયા
આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરના રોજ તેમની પૂછપરછ કરવા સમન્સ પાઠવ્યું હતું.
ત્યારે અરવિંદ કેજરીવાલે ઇડી દ્વારા પઠવાયેલા સમન્સનો જવાબ આપતા દાવો કર્યો હતો કે તેઓ તેમની પાર્ટીના સ્ટાર પ્રચારક છે અને રાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ED દ્વારા ફટકારવામાં આવેલા સમન્સના જવાબમાં અરવિંદ કેજરીવાલે બહાના કાઢ્યા હોય તે રીતે કહ્યું હતું કે, આ દિવસોમાં તેઓ ખુબ જ વ્યસ્ત છે જેના કારણે તેઓ હાજર નહીં થઇ શકે. પોતાની કથિત વ્યસ્તતાને કારણે તેમણે ઈડીને સમન્સ પાછું ખેંચવા પણ જણાવ્યું હતું.
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ
2021-22ના વર્ષ માટે 17 નવેમ્બર 2021 ના રોજ દિલ્હી વહીવટીતંત્ર દ્વારા લિકર પોલિસી અમલમાં મૂકવામાં આવી હતી. જો કે, ભ્રષ્ટાચારના આરોપોને કારણે સપ્ટેમ્બર 2022 ના અંતમાં તેને રદ કરવામાં આવી હતી.
એજન્સીઓના જણાવ્યા અનુસાર, નવા નિયમનને કારણે એકાધિકાર થયો અને જે લોકો દારૂના લાઇસન્સ માટે પાત્ર ન હતા તેમને આર્થિક લાભ મળ્યો. બીજી તરફ મનીષ સિસોદિયા અને દિલ્હી પ્રશાસને કોઈ પણ પ્રકારની ગેરરીતિને નકારી કાઢી હતી અને દાવો કર્યો હતો કે નવી નીતિથી રાજ્યની એક્સાઈઝ રેવન્યુમાં વધારો થયો હતો.