ઝારખંડના ગઢવામાં, મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ શાળાની પ્રાર્થના, કે જે વર્ષોથી કરવામાં આવે છે, તે બદલી નાખી છે. તેઓએ કહ્યું કે આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની 75% વસ્તી છે, તેથી પ્રાર્થના ‘તેમના અનુસાર’ હોવી જોઈએ. શાળા પ્રશાસને પણ દબાણને વશ થઈને પ્રાર્થના બદલી હતી.
આ ચોંકાવનારો કિસ્સો ઝારખંડના ગઢવા વિસ્તારમાં સામે આવ્યો છે અને આ વિષે મીડિયામાં અહેવાલો પણ ફરતા થયા છે.
#झारखंड #दैनिकजागरण pic.twitter.com/6gTCc2oo2M
— अनंत विजय/ Anant Vijay (@anantvijay) July 5, 2022
અહેવાલોમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મુસ્લિમ સમુદાયે શાળાની પ્રાર્થના દરમિયાન હાથ જોડવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો અને તેને રોકવાનો નિર્ણય લીધો હતો. હિંદુઓ પ્રાર્થના કરતી વખતે હાથ જોડીને, ‘નમસ્તે’ માં અભિવાદન કરે છે અને આદરના ચિહ્ન તરીકે માથું નમાવે છે. શાળા પ્રશાસને કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી મુસ્લિમ સમુદાયના લોકો આવી રહ્યા હતા અને પ્રાર્થના બદલવાની માંગ સાથે હંગામો કરી રહ્યા હતા.
झारखंड के गढ़वा में मुस्लिमों की आबादी 75% होने के बाद स्कूल में अब हाथ जोड़कर प्रार्थना करने पर लगा प्रतिबंध !
— Panchjanya (@epanchjanya) July 5, 2022
कट्टरपंथी भीड़ के सामने स्कूल प्रबंधन हुआ विवश !
Video : @meriteshkashyap pic.twitter.com/QCCEEKiCtF
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે શાળાના આચાર્ય યુગેશ રામના અનુરોધ પર ગામના વડા શરીફ અન્સારીએ મુસ્લિમ યુવકોને શાળા પરિસરમાં હંગામો ન કરવા જણાવ્યું હતું. પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો સંમત ન હતા. ત્યારબાદ, ગામના વડા, અન્સારીએ પ્રાર્થનાના સંદર્ભમાં સ્થાનિક રહેવાસીઓની સૂચનાઓને વશ થઈને પ્રાથના બદલવામાં તેમનો સાથ આપ્યો હતો.
વિસ્તારની ડેમોગ્રાફી બદલાતા મુસ્લિમોને જોઈએ શરીયા કાનૂન
સ્થાનિક મુસ્લિમ લોકોનું કહેવું એમ છે કે ત્યાં મુસ્લિમોની વસ્તી વધુ હોવાથી હવે બધા નિયમો ઇસ્લામ અનુસાર એટ્લે કે શરિયત અનુસાર થવા જોઈએ. પરંતુ સામા પક્ષે જોવા જઈએ તો દેશમાં હિન્દુઓની સંખ્યા વધુ છે એટ્લે કે હિન્દુઓ બહુમતિમાં છે તો એ કિસ્સામાં તેમને ધર્મનિરપેક્ષ કાયદાઓ જોઈતા હોય છે!
એટ્લે નોંધનીય છે કે આ ઘટના એ વિચારને વધુ બળ આપે છે કે મુસ્લિમો જ્યારે લઘુમતીમાં હોય ત્યારે પોતાની જાતને બિચારા દર્શાવીને સેક્યુલરીઝમની વાતો કરતાં હોય છે અને જેવી તેમની વસ્તી બહુમતિમાં આવે તેવા તરત તેઓ એ સેક્યુલરિઝમને લાત મારીને શરીયા તરફ વળી જતાં હોય છે.
આ ચોંકાવનારા અહેવાલો બહાર આવતા પ્રશાસન હરકતમાં
સરકારી વહીવટીતંત્રને જાણ કરવામાં આવી છે કે ગામના સ્થાનિક મુસ્લિમ રહેવાસીઓ બળપૂર્વક શાળાની પ્રાર્થના બદલી રહ્યા છે. વહીવટીતંત્રે કહ્યું છે કે આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
ઝારખંડના શિક્ષણ પ્રધાન જગરનાથ મહતોએ મુસ્લિમ સમુદાયના લોકોના દબાણથી ગઢવાના કોરવાડીહમાં શાળાની પ્રાર્થના બદલવાના મામલાને ગંભીરતાથી લીધો છે. ગઢવાના ડેપ્યુટી કમિશનરને બોલાવીને આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.