Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદલિત પ્રેમીનું ધર્માંતરણ કરી જોર જબરદસ્તીથી કરાવી હતી સુન્નત: હવે તે જ...

    દલિત પ્રેમીનું ધર્માંતરણ કરી જોર જબરદસ્તીથી કરાવી હતી સુન્નત: હવે તે જ સના શેખ શાર્ક ટેન્કમાં ધંધો કરવા પૈસા લેવા આવી, હાઈકોર્ટના જામીન પર છે બહાર

    સના શેખના દીપકના જણાવ્યા અનુસાર માર્ચ 2021માં તેને બળજબરીપૂર્વક ગોંધી રાખવામાં આવ્યો હતો. તેને એક રૂમમાં નગ્ન અવસ્થામાં રાખવામાં આવ્યો હતો, તેના મોઢામાં કપડું ભરાવીને તેના શરીર પર પેશાબ કરવામાં આવ્યો હતો. આ બધું થયા બાદ તેને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરીને માર મારવામાં આવ્યો હતો અને પછી તેની સુન્નત કરાવવામાં આવી હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના સંભાજી નગરના રહેવાસી દીપક સોનવણે નામના દલિત પ્રેમીનું પરાણે સુન્નત કરાવનારી સના શેખ શાર્ક ટેન્કમાં ધંધો કરવા પૈસા લેવા આવી હતી. જ્યાં તેને 20 લાખનું ફંડિંગ પણ આપવામાં આવ્યું છે. તેની બ્રાંડનું નામ ‘ફોરેવર મોડેસ્ટ’ છે, શોમાં પહેલા તેને 20 લાખના ઇન્વેસ્ટમેન્ટના બદલામાં 10% ઇક્વિટીની ઓફર આપવામાં આવી હતી. બાદમાં તેણે 20 લાખમાં 20% ઇક્વિટીની ઓફર શર્ક્સ સામે મૂકી હતી. નોંધનીય છે કે સના અને તેના પરિવારને દીપકના કેસમાં થોડા સમય અગાઉ જ બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા છે.

    સના શેખ શાર્ક ટેન્કમાં આવી તેની પોસ્ટ ફોરેવર મોડેસ્ટના ઇન્સ્ટા પર મૂકી હતી, જેમાં તેણે ‘ફોરએવર મોડેસ્ટ’ આ ડીલની કેટલીક ક્લિપ્સ શેર કરી છે. જેમાં સનાના આઈડીને પણ ટેગ કરવામાં આવ્યું છે. આ ડીલ બાદ સના શેખ ફરી એકવાર ચર્ચામાં છે. દીપક સોનાવણેની ફરિયાદ બાદ 18 નવેમ્બર, 2022ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પ્રેમના નામે દલિત છોકરા પર અત્યાચાર કરવાનો આરોપ હતો. સંભાજીનગર સ્થિત મરાઠાવાડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતી વખતે બંને મિત્રો બન્યા હતા. થોડા દિવસ બાદ સનાના પરિવારજનોએ દીપકને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. તેની પાસેથી પરાણે પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી અને ત્યારબાદ બળજબરીથી તેની સુન્નત કરવામાં આવી હતી.

    દીપકે જ્યારે પોતાની પ્રેમિકા એટલે કે સનાની કરતૂતો અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી તો તેમાં એઆઈએમઆઈએમના સાંસદ ઈમ્તિયાઝ જલીલનું નામ પણ સામે આવ્યું હતું. દીપકે કહ્યું કે સનાએ તેને લગ્નની લાલચ આપી હતી અને તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું કહ્યું હતું. તેમને કુરાન અને નમાઝ પઢવાનું કહેવામાં આવ્યું હતું. દીપકે જ્યારે સનાના પિતાને આ અંગે ફરિયાદ કરી તો તેમણે તેને સમજાવવાનો કરવાનો દાવો કર્યો પરંતુ સમજાવી ન હતી. ઊલટાનું સનાનો આખો પરિવાર દીપકને ટોર્ચર કરવા લાગ્યો હતો.

    - Advertisement -

    દીપક પર થયેલી પ્રતાડના

    દીપકના જણાવ્યા અનુસાર માર્ચ 2021માં તેને બળજબરીપૂર્વક ગોંધી રાખવામાં આવ્યો હતો. તેને એક રૂમમાં નગ્ન અવસ્થામાં રાખવામાં આવ્યો હતો, તેના મોઢામાં કપડું ભરાવીને તેના શરીર પર પેશાબ કરવામાં આવ્યો હતો. આ બધું થયા બાદ તેને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરીને માર મારવામાં આવ્યો હતો અને પછી તેની સુન્નત કરાવવામાં આવી હતી.

    દીપકે એમ પણ કહ્યું હતું કે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જ્યારે સુન્નત કરાવવામાં આવી ત્યારે સના અને તેની અમ્મી દીપક પાસેથી 11 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે જો પૈસા નહીં આપવામાં આવે તો વીડિયો વાયરલ કરવામાં આવશે. દીપકે બદનામીના ડરથી પૈસા આપ્યા તો 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. સાથે જ તેની ઉપર બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. આટલા ત્રાસનો સામનો કર્યા બાદ દીપક ભાંગી પડ્યો હતો અને તેણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

    સનાને આ મહિને 2 માર્ચે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આના પર દીપક સોનાવણેએ કહ્યું કે તેઓ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં