આગામી 25 અને 26 નવેમ્બરના રોજ સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ આવતી સાહિત્ય અકાદમી (Sahitya Akademi) દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ઇન્ડિયન માયથોલોજી: મેમરી, રિટેલિંગ એન્ડ ટ્રાન્સલેશન’ નામના આ કાર્યક્રમમાં વક્તા તરીકે વિવાદિત દેવદત્ત પટ્ટનાયકનું (Devdutt Pattanaik) પણ નામ દેખાતાં ઈન્ટરનેટ પર રોષ વ્યાપી ગયો હતો અને લોકોએ વિરોધ કરવાનો શરૂ કર્યો હતો. ઓનલાઈન લોકો સાથે ગાળાગાળી કરતા અને ધર્મ વિશે પણ આપત્તિજનક ટિપ્પણી કરી ચૂકેલા દેવદત્ત પટ્ટનાયકના નામ સામે સોશિયલ મીડિયા પર વાંધો ઉઠાવવામાં આવ્યો તો આખરે અકાદમીએ કાર્યક્રમ સ્થગિત કરી દીધો હતો.
દેવદત્ત પટ્ટનાયકનું નામ ધર્મગ્રંથોનું પોતાની રીતે અર્થઘટન કરીને તેને અવળી જ રીતે રજૂ કરવા માટે તો કુખ્યાત ખરું જ, પણ સાથે ઓનલાઇન ચર્ચાઓમાં પોતાનો કક્કો ખરો કરવા માટે મહિલાઓને પણ ગાળો ભાંડવા માટે પણ પંકાયેલું છે. પોતાની જાતને લિબરલ ગણાવતા આ લેખક ઘણી વખત જાહેરમાં ગાળાગાળી પણ કરી ચૂક્યા છે. આવી વ્યક્તિને અકાદમીના કાર્યક્રમમાં ‘પ્રતિષ્ઠિત માયથોલોજીસ્ટ’ ગણાવીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
Sick and tired of a govt funded body like @sahityaakademi and @MinOfCultureGoI @gssjodhpur inviting Hindu hating jokers like Namita Gokhale and Devdutt Pattanaik for their events even after TEN whole years of @narendramodi govt being in power! How long do we have to hear ‘change… pic.twitter.com/Cx4b3CJI4X
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) November 15, 2024
સાહિત્ય અકાદમીની આમંત્રણ પત્રિકા જારી થયા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ હોબાળો મચી ગયો હતો અને મંત્રાલયને આ મામલે વિચાર કરવા માટે કહેવામાં આવવા માંડ્યું. સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે મંત્રાલય હેઠળ આવતી અકાદમીના કાર્યક્રમોમાં એવી વ્યક્તિને શા માટે બોલાવવામાં આવી રહી છે જે, વારંવાર હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓનું અપમાન કરે છે, જેનાથી સોશિયલ મીડિયા પર મહિલાઓનું સન્માન પણ થઈ શકતું નથી.
સોશિયલ મીડિયા પર પટ્ટનાયકના ભૂતકાળનાં ટ્વિટ્સ અને પોસ્ટના સ્ક્રીનશૉટ પણ વાયરલ થઈ ગયા હતા, જેમાં તેમણે હિંદુ ધર્મ માટે અને મહિલાઓ અભદ્ર ભાષા વાપરી હતી.
આ ઉપરાંત વર્ષ 2020માં પટ્ટ્નાયકે એક કારસ્તાન કર્યું હતું અને ભગવાન રામ નેપાળના હોવાના નેપાળના વડાપ્રધાનના દાવાનું સમર્થન કરીને ભારતને ‘વાનરોની ભૂમિ’ ગણાવી દીધી હતી અને હનુમાનજીની મજાક ઉડાવી હતી.
આ સિવાય પણ સનાતન ધર્મ પર આપત્તિજનક ટિપ્પણીઓ કરીને દેવદત્ત પટ્ટનાયકે ભૂતકાળમાં ઘણી વખત વિવાદોને જન્મ આપ્યો છે. તેમજ જો સોશિયલ મીડિયા પર કોઈ તેમના ડાબેરી-સેક્યુલર વિચારોથી વિપરીત વાત કરે તો તરત ગાળાગાળી કરીને તેને ઉતારી પાડવામાં પણ તેમનું નામ જાણીતું છે.
ઓનલાઈન વિરોધ થયા બાદ સાહિત્ય અકાદમીએ કાર્યક્રમ સ્થગિત કરી દીધો હતો. X પર અધિકારિક અકાઉન્ટ પરથી એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું કે, અનિચ્છનીય કારણોસર 25-26 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત ‘ઈન્ડિયન માયથોલોજી: મેમરી, રિટેલિંગ એન્ડ ટ્રાન્સલેશન્સ’ વિષય પરનો બે દિવસીય સેમિનાર સ્થગિત કરવામાં આવે છે. સેમિનાર હવે પછી અન્ય કોઈ તારીખે યોજવામાં આવશે, જે વિશે વધુ જાણકારી આવનાર દિવસોમાં આપવામાં આવશે.
The Sahitya Akademi will announce the new dates for the Seminar which will be held at a later date.@MinOfCultureGoI @secycultureGOI @ksraosahitya @MIB_India @PIB_India @DDNational @AkashvaniAIR @DDNewsHindi @_IndianCulture
— Sahitya Akademi (@sahityaakademi) November 15, 2024