કેન્સર વિશ્વનો સૌથી ખતરનાક રોગ છે, કેન્સર પીડિત લોકો મોટાભાગે જીવવાની આશા છોડી દેતાં હોય છે. ત્યારે હવે કેન્સરને હરાવવા માટે, રશિયાએ (Russia) વિશ્વની પ્રથમ કેન્સરની રસી (Cancer Vaccine) બનાવી છે. આ રસી વર્ષ 2025માં લોન્ચ કરવામાં આવશે. આ કેન્સરની રસીનું નામ mRNA છે. આ રસી લોકોને મફત આપવા માટે રશિયાના આરોગ્ય વિભાગના અધિકારીએ જાહેરાત કરી હતી.
Russia’s cutting-edge cancer vaccine should be made available to all Russians free of charge, the chief oncologist of the Ministry of Health has said. Andrei Kaprin said the vaccine will cost the state 300,000 rubles per dose, and will be available in 2025. pic.twitter.com/nQiUS3rLZI
— RT (@RT_com) December 17, 2024
નોંધનીય છે કે 16 ડિસેમ્બરે રશિયાના આરોગ્ય વિભાગના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર આન્દ્રે કેપ્રિને કેન્સરની રસીની શોધ અંગે જાહેરાત કરી હતી. મોસ્કોમાં ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે જણાવ્યા અનુસાર રસી ટ્યુમરને વધતા રોકશે અને કેન્સરને ફેલાતા અટકાવી શકશે.
રશિયન રસી નિષ્ણાત એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા શરૂઆતમાં ભલે જટિલ અને લાંબી હોય પરંતુ ભવિષ્યમાં ખૂબ જ સરળ બની જશે. તેમણે કહ્યું કે કેન્સરની રસીમાં ગણિતની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ રસીમાં AI અને ન્યુરલ નેટવર્ક કમ્પ્યુટિંગની મદદ લેવામાં આવી છે.
રશિયાએ શોધેલી કેન્સરની રસી સદીની સૌથી મોટી શોધ
અહેવાલ અનુસાર આ રસી દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાશે. જોકે હજી સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે રસી કયા પ્રકારના કેન્સરમાં કેટલી હદે અસરકારક હશે. રશિયાની આ શોધને સદીની સૌથી મોટી શોધ માનવામાં આવી રહી છે. નોંધનીય છે આ વર્ષની શરૂઆતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી હતી કે રશિયા કેન્સરની રસીની શોધની ખૂબ નજીક છે.
ઉલ્લેખનીય છે કે આ રસી શરીરમાં કેન્સરના કોષોને શોધીને તેનો નાશ કરવાનું કામ કરશે. આ કેન્સરની રસી ખાસ કરીને ટ્યુમર કોષોના પ્રોટીન અથવા એન્ટિજેન્સને ટાર્ગેટ કરશે, જેના કારણે શરીરની ઈમ્યુન સિસ્ટમને ટ્યુમર સાથે લડવામાં અસરકારક મદદ મળશે. પ્રિવેન્ટિવ વેક્સિન (HPV) કેન્સરને રોકવામાં ઘણી મદદગાર છે.
ઇન્જેક્શનની મદદથી આ રસી શરીરમાં દાખલ કરી શકાશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રસી કુદરતી પદાર્થોમાંથી બનાવવામાં આવી છે, તેથી તેની કોઈ ગંભીર આડઅસર થશે નહીં. રશિયાએ આ રસી વિશ્વભરના કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. સરકારે આ અભિયાન માટે પહેલાથી જ વ્યાપક સંસાધનો ફાળવ્યા છે, અને તેને 2025 સુધીમાં સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાનું લક્ષ્ય છે.