ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બરેલીમાં (Bareilly) હોળી (Holi) પહેલાં જ તણાવ વધી ગયો છે. બરેલીમાં કેટલાક હિંદુ સમુદાયના લોકો હોળીનું આયોજન કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના કેટલાક (Attack by Muslim) યુવકોએ તેમના પર હુમલો કરી દીધો. તથા મારપીટની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાયો છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને છ લોકો વિરુદ્ધ FIR નોંધી અને તેમની શોધ શરૂ કરી હતી.
અહેવાલો અનુસાર સમગ્ર મામલો બરેલીમાં આવેલ બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના હાજિયાપુરનો છે. જ્યાં લક્ષ્મણ, મુન્ના, અને આકાશ તેમના વિસ્તારમાં હોળીનો કાર્યક્રમ નક્કી કરી રહ્યા હતા. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના અયાન, સલમાન, અમન, રેહાન, ભૂરા અને આલમ સહિત કેટલાક યુવાનો ત્યાં પહોંચ્યા અને અચાનક હુમલો કરી દીધો. પીડિતોનું કહેવું છે કે હુમલાખોરોએ તેમને લાકડીઓથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
લક્ષ્મણ અને તેના સાથીઓનો આરોપ છે કે આ હુમલો હોળી પહેલા વાતાવરણ બગાડવાનું કાવતરું છે. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે ન માત્ર મારપીટ થઈ પણ તેમને ધમકી પણ આપવામાં આવી હતી કે, ‘હોલી મનાઓગેતો લાશે બિછા દેંગે’. આ હુમલા દરમિયાન લક્ષ્મણ, મુન્ના, શનિ અને આકાશ ઘાયલ થયા હતા. તથા તેમણે પોલીસને જાણ કરી હતી.
थाना बारादरी, बरेली पर प्रकरण के संबंध में प्राप्त तहरीर के आधार पर अभियोग पंजीकृत किया गया है। दो आरोपियों को गिरफ्तार कर 170 BNSS के अन्तर्गत नियमानुसार कार्यवाही की गयी है।
— Bareilly Police (@bareillypolice) February 23, 2025
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ ઉપરાંત 6 વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી હતી. પોલીસે જણાવ્યા અનુસાર આ મામલે 2ની ધરપકડ કરી છે તથા બાકીનાની શોધખોળ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. આ મામલો બે સમુદાયો સાથે સંકળાયેલો હોવાથી, પોલીસ સતર્ક છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હાજિયાપુર, જોગી નવાદા અને ચકમહમૂદ વિસ્તારોને મિશ્ર વસ્તીવાળા વિસ્તારો તથા સંવેદનશીલ વિસ્તારો ગણવામાં આવે છે. આ વિસ્તારમાં હિંદુ સમુદાય સાથે આવી ઘટના પ્રથમવાર નથી બની. આ અગાઉ પણ શ્રાવણ મહિનામાં કાવડિયાઓ પર પથ્થરમારો થયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ સિવાય ફાયરીંગની ઘટનાઓ પણ બનેલી છે. ત્યારે હોળી પહેલાં આવી ઘટના બનતા પોલીસ સતર્ક છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એવા પૂરતા પ્રયાસો કરી રહી છે.