Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપુડ્ડુચેરી: મેહરાજે 64 વર્ષીય અમેરિકન મહિલા પર બળાત્કાર ગુજાર્યો, ભારત ફરવા આવી...

    પુડ્ડુચેરી: મેહરાજે 64 વર્ષીય અમેરિકન મહિલા પર બળાત્કાર ગુજાર્યો, ભારત ફરવા આવી હતી પીડિતા

    30 જાન્યુઆરીએ આરોપી મહિલા સાથે તેના રૂમમાં ગયો હતો. અહીં બંનેએ સૌ પ્રથમ પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, ત્યારબાદ મહિલાએ તેની સાથે સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી.

    - Advertisement -

    પુડ્ડુચેરીમાં એક અમેરિકન મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. પોલીસે આરોપી મેહરાજ-ઉલ-અશ્કીન ભટની ધરપકડ કરી લીધી છે. તે 34 વર્ષનો છે અને બુટિક ચલાવે છે. અહીં જ 64 વર્ષીય પીડિતા સાથે તેની મિત્રતા થઇ ગઇ હતી. ઓડિશા પોલીસે બુધવારે (1 ફેબ્રુઆરી, 2023) જણાવ્યું હતું કે, મેહરાજ છેલ્લા આઠ મહિનાથી બુટિક ચલાવતો હતો. તે પીડિતાને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મળ્યો હતો.

    અહેવાલો અનુસાર, પુડ્ડુચેરીમાં અમેરિકન મહિલા પર બળાત્કાર કરનાર મેહરાજ અને પીડિતાએ એકબીજાના સંપર્કમાં રહેવા માટે ફોન નંબરની આપ-લે કરી હતી. આ દરમિયાન મહિલા તમિલનાડુ પણ ગઇ હતી. જ્યારે તે પુડ્ડુચેરી પરત ફરી તો બંને એક રાત્રે સાથે ડિનર લેવા ગયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, 30 જાન્યુઆરીએ આરોપી મહિલા સાથે તેના રૂમમાં ગયો હતો. અહીં બંનેએ સૌ પ્રથમ પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, ત્યારબાદ મહિલાએ તેની સાથે સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર, મેહરાજે મહિલાની વાત ન માની અને તેના પર બળાત્કાર ગુજાર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. બીજા દિવસે સવારે મહિલાને તેના પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો થતાં તેણે મહેરાજ પાસે હોસ્પિટલમાં જવા માટે મદદ માંગી, પણ આરોપીએ તેની મદદ કરવાની ના પાડી દીધી. ત્યારપછી મહિલા પોતે હોસ્પિટલ પહોંચી હતી. ડોકટરોને તેના શરીરના ગુપ્ત ભાગ પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં અને કશું અજુગતું થયું હોવાની આશંકા લગતા જ તેમણે પોલીસને જાણ કરી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ 376 (બળાત્કારની સજા) હેઠળ એફઆઈઆર નોંધીને મેહરાજની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    આ પહેલા પણ ઘટી ચૂકી છે આ પ્રકારની ઘટના

    ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલીવાર નથી કે કોઈ વિદેશી સાથે આ પ્રકારનો બનાવ બન્યો હોય. આ પહેલાં શકીલ અને સાનુદ્દીનને હોટલના રૂમમાં ગોવા ફરવા આવેલી રશિયન મહિલા પર બળાત્કાર કર્યો હતો, જેના આરોપમાં બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી. બંને આરોપીઓ નેપાળના બરડિયાના રહેવાસી હતા. ગોવા પહોંચીને પહેલા જ દિવસે તેમણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

    આ સિવાય મુંબઈમાં ખાર વિસ્તારમાં મુસ્લિમ યુવકો દ્વારા કોરીયન યુવતીની છેડતી કરાઈ હોવાની ઘટના પણ સામે આવી હતી. યુવતી યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમીંગ કરી રહી હતી તે દરમિયાન તેની છેડતીનો વીડિયો વાયરલ થયો હતો. યુવતી દક્ષિણ કોરિયાની નાગરિક છે. ખાર પોલીસે આ મામલે FIR પણ નોંધીને બે યુવકો મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદરિયાલમ અંસારીની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં