Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંબઈ: જાહેર રસ્તા પર લાઈવ સ્ટ્રીમિંગ કરતી કોરિયન યુવતીની છેડતી, મોબિન ચાંદ...

    મુંબઈ: જાહેર રસ્તા પર લાઈવ સ્ટ્રીમિંગ કરતી કોરિયન યુવતીની છેડતી, મોબિન ચાંદ અને મોહમ્મદ નકીબની ધરપકડ

    વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આરોપી યુવકો મહિલાનો હાથ પકડીને તેની સ્કૂટી પર બેસવા દબાણ કરે છે.

    - Advertisement -

    મુંબઈમાં ખાર વિસ્તારમાં મુસ્લિમ યુવકો દ્વારા કોરીયન યુવતીની છેડતી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. યુવતી યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમીંગ કરી રહી હતી તે દરમિયાન તેની છેડતીનો વીડિયો વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે યુવતી દક્ષિણ કોરિયાની નાગરિક છે. ખાર પોલીસે આ મામલે FIR પણ નોંધીને બે યુવકો મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદરિયાલમ અંસારીની ધરપકડ કરી છે.

    અહેવાલો અનુસાર મુંબઈમાં ખાર વિસ્તારમાં એક કોરીયન યુવતીની છેડતી તે સમયે થઇ જ્યારે તે યુટ્યુબમાં લાઈવ સ્ટ્રીમીંગ કરી રહી હતી. યુવતી વિડીયો બનાવી રહી હતી ત્યારે અચાનક મોબીન ચંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદરિયાલમ અંસારી નામના 2 મુસ્લિમ યુવકો મહિલાની છેડતી કરવા લાગ્યા હતા. અચાનક આ હરકતથી કોરીયન યુવતી ગભરાઈ જાય છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આરોપી યુવકો મહિલાનો હાથ પકડીને તેની સ્કૂટી પર બેસવા દબાણ કરે છે. આ સાથે આરોપી યુવક કોરીયન યુવતીને ચુંબન કરવાનો પણ પ્રયાસ કરે છે.

    આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પીડિત મહિલાની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મહિલાની તબિયત ખરાબ હોવાના કારણે તે પોલીસની સામે આવી ન હતી. પરંતુ વિદેશી મહિલા સાથે છેડતીના મામલાને મુંબઈ પોલીસે ખૂબ ગંભીરતાથી લીધો હતો અને સુઓ-મોટો અંતર્ગત મુંબઈ પોલીસ પોતે ફરિયાદી બની અને એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે તેમણે માત્ર 10 કલાકમાં સમગ્ર મામલો ઉકેલી લીધો છે.

    - Advertisement -

    કોરીયન યુવતી એક યુટ્યુબર છે. તેનું નામ મ્યોચી છે અને તે મુંબઈમાં રહે છે. તેણે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રસ્તા પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન એક વ્યક્તિ તેની પાસે આવે છે અને તેની ઉંમર પૂછે છે. તેણે ના પાડ્યા પછી પણ આરોપી ઈસમે બળપૂર્વક તેણીનો હાથ પકડી લીધો અને તેને તેની સાથે સ્કુટી પર બેસવા માટે ખેંચી હતી.

    આરોપીઓ ખાર વિસ્તારના રહેવાસી

    મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ ખાર વિસ્તારના રહેવાસી છે. અને આ બંને આરોપીઓની ઉંમર 19 વર્ષ અને 22 વર્ષ છે. બંને આરોપીઓની કલમ 345 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. કોરીયન મહિલાની છેડતી કરનાર આરોપીઓના નામ ચાંદ મોહમ્મદ અને નકીબ અંસારી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી મહત્તમ પોલીસ કસ્ટડી મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં