Thursday, November 7, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટ: ગોંડલમાં ઈમ્તિયાઝ સાથે રહેતી હિંદુ મહિલાએ દશામાનાં વ્રતમાં સ્પીકરમાં ધાર્મિક ગીત...

    રાજકોટ: ગોંડલમાં ઈમ્તિયાઝ સાથે રહેતી હિંદુ મહિલાએ દશામાનાં વ્રતમાં સ્પીકરમાં ધાર્મિક ગીત વગાડતા થયું ધીંગાણું; ધોકાવાળી થતા સાહિલ, શાબેરા સહિત 4 સામે ફરિયાદ

    ઘટનામાં ટેપ વગાડનાર મહિલા વર્ષા ઉર્ફે મુમતાઝે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, "મારા પિતાનું નામ બાલકૃષ્ણભાઈ છે. પહેલા મારા લગ્ન રાજકોટ ખાતે રહેતા અજીત પ્રદીપ દાસ નામના યુવક સાથે થયા હતા. પણ છેલ્લા પાંચ વર્ષથી હું ગોંડલમાં ઈમ્તિયાઝ વલી શેખ સાથે પતિ-પત્નીની જેમ રહું છું."

    - Advertisement -

    રાજકોટથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલમાં ઈમ્તિયાઝ સાથે રહેતી હિંદુ મહિલાએ દશામાનાં વ્રતમાં સ્પીકરમાં ધાર્મિક ગીત વગાડતા બે મુસ્લિમ પક્ષો વચ્ચે ધીંગાણું થયું હતું. આ ઝઘડામાં સ્પીકર વગાડનાર મહિલાને માથામાં ઈજા પહોંચી હતી. મહિલાનો આરોપ છે કે તેના ટેપ વગાડવાના કારણે પડોશમાં રહેતા સાહીલ, સોફિયા અને શાબેરા રહેમાને તેના પર હુમલો કર્યો હતો. તો બીજી તરફ સામા પક્ષે પણ ટેપ વગાડનાર મહિલા પર ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર આ ઘટનામાં ટેપ વગાડનાર મહિલા વર્ષા ઉર્ફે મુમતાઝે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, “મારા પિતાનું નામ બાલકૃષ્ણભાઈ છે. પહેલા મારા લગ્ન રાજકોટ ખાતે રહેતા અજીત પ્રદીપ દાસ નામના યુવક સાથે થયા હતા. પણ છેલ્લા પાંચ વર્ષથી હું ગોંડલમાં ઈમ્તિયાઝ વલી શેખ સાથે પતિ-પત્નીની જેમ રહું છું. મારે દશામાના વ્રત હોવાથી હું ટેપ પર ધાર્મિક ગીત વગાડતી હતી જે અમારા પાડોશમાં રહેતા શાબેરાબેન રહેમાન કુરેશીને ન ગમતા બોલાચાલી થઈ હતી. શાબેરાબેન તેની દીકરીઓ સોફિયા અને સાનિયા તેમજ પુત્ર સાહિલે ઝઘડો કરી મારા ઉપર અને મારા દીકરા ધવલ અને વંશ તથા દીકરી ગાયત્રી ઉપર ધોકા અને પાઈપો લઈને હુમલો કર્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. મને પાઈપથી ફટકો મારતા માથામાં ઇજા થઇ હતી. જે પછી મને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.”

    સામાપક્ષે પણ કરી ક્રોસ ફરિયાદ

    ગોંડલમાં ઈમ્તિયાઝ સાથે રહેતી હિંદુ મહિલાએ દશામાનાં વ્રતમાં સ્પીકરમાં ધમર્મિક ગીત વગાડતા ધીંગાણું થયું હોવાના આ કિસ્સામાં સામા પક્ષે પણ વર્ષા ઉર્ફે મુમતાઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી, તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, “બનાવના દિવસે બપોરના ત્રણ વાગ્યાના સમયે હું અને મારી દીકરીઓ સાનિયા તથા સોફિયા અમારા ઘરમાં હતા ત્યારે સોફિયા બહાર નીકળી ત્યારે વર્ષાબેન ઉર્ફે મુમતાઝબેન અને ઇમ્તિયાઝના દીકરા ધવલે સોફિયાને ગિલોલથી છાતીના ભાગે કાંકરી મારી હતી. ઝઘડો વધતા ધવલ પાઇપ લઈ આવ્યો અને મને માથામાં ફટકો મારી દીધો.”

    - Advertisement -

    આગળ જણાવ્યું, “આ દરમિયાન વર્ષાબેન પણ આવી ગયા અને જેમ ફાવે તેમ અપશબ્દો દેવા લાગેલ અને મારી દીકરી સોફિયા સાથે આ વર્ષાબેન ઝપાઝપી કરી હતી. તેની દીકરી ગાયત્રી પણ અપશબ્દો બોલતી હતી. ઈમ્તિયાઝએ પણ આવી જતા તેમણે પણ કહ્યું હતું ‘હજુ વધારે મારો’ અને અપશબ્દો કહ્યા હતા.” હાલ પોલીસે બંને પક્ષે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોંડલ પોલીસે આ મામલે બંને પક્ષના 8 લોકો સામે ગુનો નોંધ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં