Sunday, July 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ પહેલાં ધર્મા પ્રોડક્શનની કર્મચારીનાં હિંદુવિરોધી ટ્વિટ્સ વાયરલ, અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી...

  ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ પહેલાં ધર્મા પ્રોડક્શનની કર્મચારીનાં હિંદુવિરોધી ટ્વિટ્સ વાયરલ, અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી નાંખ્યું

  બ્રહ્માસ્ત્રની રિલીઝ પહેલાં ધર્માની કર્મચારીના ટ્વિટ્સ વાયરલ થતાં ફિલ્મ પર પણ બહિષ્કારનું તોળાતું જોખમ.

  - Advertisement -

  ધર્મા પ્રોડક્શન નિર્મિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આગામી 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન જેવા અભિનેતાઓને ચમકાવતી ફિલ્મ આ વર્ષની ધર્મા પ્રોડક્શનની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. જોકે, ફિલ્મના પ્રોડક્શન હાઉસ ‘ધર્મા’ની કર્મચારીનાં જૂનાં હિંદુવિરોધી ટ્વિટ્સ વાયરલ થવાના કારણે ફિલ્મ પણ વિવાદમાં આવી ગઈ છે. 

  ધર્મા પ્રોડક્શન હાઉસની ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ શ્રીમી વર્માના અમુક હિંદુવિરોધી ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. જોકે, આ ટ્વિટ વાયરલ થઇ જતાં અને લોકોએ વિરોધ કરતાં તેણે અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું. 

  શ્રીમી વર્માએ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું (ફોટો સાભાર: Twitter)

  શ્રીમી વર્માએ તેના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી કરેલ હિંદુવિરોધી અને આપત્તિજનક ટ્વિટ હવે વાયરલ થઇ રહ્યાં છે. 2019માં તેણે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે તેના પિતા સંઘી હતા, પરંતુ તે નથી. ઉલ્લેખનીય છે કે ડાબેરીઓ દ્વારા હિંદુઓની મજાક ઉડાવવા માટે ‘સંઘી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણીવાર કોઈ તાર્કિક દલીલ ન બચે ત્યારે પણ આ શબ્દ વાપરીને છટકબારી શોધી લેવામાં આવે છે. સંઘીનો સીધો અર્થ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે થાય છે.

  - Advertisement -

  થોડા દિવસો પહેલાં શ્રીમીએ ‘ભક્તો’ શબ્દોના ઉલ્લેખ સાથે કરેલી અભદ્ર ટિપ્પણી બહુ વાયરલ થઇ હતી. ભક્ત શબ્દનો ઉપયોગ નરેન્દ્ર મોદીના સમર્થકો અને ભાજપ/આરએસએસના સમર્થકોની મજાક ઉડાડવા માટે કરવામાં આવે છે. તેણે દ્વિઅર્થમાં લખેલા શબ્દોનો લોકોએ એવો અર્થ પણ કાઢ્યો હતો કે તેણે પુરુષોના જનનાંગ વિશે ટિપ્પણી કરી હતી. 

  ટ્વિટને લઈને વિવાદ અને વિરોધ થયા બાદ તેણે અન્ય એક ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે, “ઓહ માય ગોડ, બધા પાગલ થઇ ગયા છે. વાસ્તવમાં, તેઓ મારી વાતને સાચી ઠેરવી રહ્યા છે. ઓછામાં ઓછું તેમણે સમજવા માટે ગૂગલ સર્ચ કરવું જોઈએ. જોકે, ભક્તો પાસે ફેક્ટચેકિંગની આશા રાખવી નકામી છે.” 

  જોકે, તે આટલેથી અટકી ન હતી અને તેનો વિરોધ કરનારાઓની મજાક ઉડાવી હતી અને તેમની માતાને લઈને પણ ટિપ્પણી કરી હતી. અગાઉ કરેલા ટ્વિટને લઈને સ્પષ્ટતા કર્યા બાદ તેણે એ પણ સાબિત કરી દીધું હતું કે તે હિંદુઓ અને ખાસ કરીને હિંદુત્વ વિચારધારા ધરાવનારાઓ, ભાજપ અને આરએસએસ પ્રત્યે કેટલો દ્વેષ છે.

  જોકે, તે બાદ શ્રીમીએ સોસિયિલ મીડિયા અકાઉન્ટ ડીલીટ કરી દીધું હતું. જોકે, તે બાદ તેનાં વધુ આપત્તિજનક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માંડ્યા હતા. ટ્વિટર હેન્ડલ જેમ્સ ઑફ બૉલીવુડ દ્વારા વર્ષ 2020 અને 2021માં શ્રીમીએ કરેલા અમુક ટ્વિટના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જેમાં તેણે ગૌમૂત્રનો ઉલ્લેખ કરીને પીએમ મોદી વિશે પણ ટિપ્પણી કરી હતી. નોંધવું જોઈએ કે ડાબેરીઓ અને ઇસ્લામિક આતંકવાદીઓ કાયમ ગાયને માતા માનતા અને પૂજા કરતા હિંદુઓની મજાક ઉડાડવા માટે આવી ટિપ્પણીઓ કરતા રહે છે. 

  આ હિંદુવિરોધી ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અને શ્રીમી ધર્મા પ્રોડક્શન સાથે સબંધ ધરાવતી હોવાનું સામે આવ્યા બાદ નેટિઝન્સે ધર્માની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો બહિષ્કાર કરવાની માંગ શરૂ કરી દીધી હતી. જે બાદ શ્રીમીએ તેનું અકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું હતું. 

  જોકે, બ્રહ્માસ્ત્ર કે ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલી અન્ય વ્યક્તિઓ પણ તાજેતરમાં વિવાદિત નિવેદન આપી ચૂકી છે. અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે, જો લોકોને તે પસંદ ન હોય તો તેમણે તેની ફિલ્મો જોવી ન જોઈએ. ઉપરાંત, રણબીર કપૂરનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેણે તેને ગાયનું માંસ પસંદ હોવાનું કહ્યું હતું, જેને લઈને પણ વિવાદ થયો હતો. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં