Wednesday, March 19, 2025
More
    હોમપેજદેશશું ભારતને ચીનના હવાલે કરવા માંગે છે કોંગ્રેસ? પહેલાં નેહરુએ જમીન આપી,...

    શું ભારતને ચીનના હવાલે કરવા માંગે છે કોંગ્રેસ? પહેલાં નેહરુએ જમીન આપી, હવે સેમ પિત્રોડાએ કહ્યું – તે દુશ્મન નથી: રાહુલ ગાંધી પણ કરતા હોય છે વખાણ

    રાહુલ ગાંધીના પરદાદા અને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ'નો નારો આપ્યો હતો તથા આંખ આડા કાન કરીને બેઠા હતા અને ચીને 1962માં ભારત પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં ભારતનો પરાજય થયો હતો. આમાંથી પાઠ શીખવાને બદલે, ત્યારપછીના કોંગ્રેસ નેતૃત્વએ પણ ચીન પ્રત્યેનો પ્રેમ યથાવત રાખ્યો છે.

    - Advertisement -

    ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને રાહુલ ગાંધીના નજીકના સાથી સેમ પિત્રોડાએ (Sam Pitroda) સોમવાર, 17 ફેબ્રુઆરી 2025ના રોજ ચીન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ચીનને (China) આપણો દુશ્મન માનવાની કોઈ જરૂર નથી અને તેને બિનજરૂરી રીતે મોટો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

    IANS સાથે વાત કરતા પિત્રોડાએ કહ્યું, “મને નથી લાગતું કે ચીન તરફથી કોઈ મોટું જોખમ છે. આ વિષયને ખુબ મોટો બનાવીને દર્શાવવામાં આવે છે.” પિત્રોડાએ ચીન વિરોધી વાતાવરણ બનાવવાનો આરોપ અમેરિકા પર લગાવ્યો અને ચીન પ્રત્યે સંઘર્ષપૂર્ણ વલણ અપનાવવા બદલ ભારતની પણ ટીકા કરી.

    સેમ પિત્રોડાએ કહ્યું, “આપણી વિચારસરણી શરૂઆતથી જ સંઘર્ષાત્મક રહી છે અને આ વલણ આપણને દુશ્મન બનાવે છે. આપણે આ પેટર્ન બદલવાની જરૂર છે.” પિત્રોડાએ ચીન પ્રત્યે નરમ વલણ અપનાવતા કહ્યું, “શરૂઆતથી જ એવું માની લેવું કે, ચીન આપણો દુશ્મન છે, તે ન તો ચીન માટે યોગ્ય છે અને ન તો બીજા કોઈ માટે.”

    - Advertisement -

    ચીનની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, ભારતે તેની સાથે વાતચીત, સહયોગ અને સહ-નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ન કે ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ની માનસિકતા અપનાવવી જોઈએ. તેમણે આગળ કહ્યું, “ચીન આપણી આસપાસ છે, ચીન આગળ વધી રહ્યું છે.”

    રાહુલ ગાંધી અને કોંગ્રેસનો ‘ચીન પ્રત્યેનો પ્રેમ’

    રાહુલ ગાંધી ભૂતકાળમાં પણ જાહેરમાં ચીનના વખાણ કરી ચૂક્યા છે. માર્ચ 2023માં કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલમાં તેમના વિવાદાસ્પદ ભાષણમાં, રાહુલ ગાંધીએ ચીનને ‘મહાશક્તિ બનવાની આકાંક્ષા ધરાવતો દેશ’ અને ‘પ્રાકૃતિક શક્તિ’ તરીકે વર્ણવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીનમાં ‘સામાજિક સમરસતા’ છે.

    રાહુલ ગાંધીએ ચીનના વિવાદાસ્પદ અને આક્રમક બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને (BRI) પણ સમર્થન આપ્યું હતું. 2022 માં ‘ધ પ્રિન્ટ’ ના કોલમિસ્ટ શ્રુતિ કપિલા સાથેની વાતચીતમાં, તેમણે કહ્યું હતું કે ચીન તેની આસપાસના દેશોની પ્રગતિ ઈચ્છે છે.

    જોકે, 2023માં લદ્દાખની મુલાકાત દરમિયાન, રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, “ચીને લદ્દાખમાં ભારતની ચરાઈ જમીન પર કબજો કરી લીધો છે.” પરંતુ 2022માં બ્રિટનમાં, તેમણે કહ્યું હતું કે “ચીન માટે લદાખ એ જ છે જે રશિયા માટે યુક્રેન છે.” 2020માં, રાહુલ ગાંધીએ પણ વિદેશી શક્તિઓને ભારતના આંતરિક બાબતોમાં દખલ કરવાની અપીલ કરી હતી.

    ચીન અને કોંગ્રેસ વચ્ચે ગુપ્ત કરાર

    રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF) અને ચીન વચ્ચેના નાણાકીય વ્યવહારોની માહિતી 2020માં સામે આવી હતી. ઑપઇન્ડિયાના અહેવાલ મુજબ, 2006 પછી, ચીની સરકારે RGFને ₹1 કરોડથી વધુનું ભંડોળ આપ્યું હતું. 2008માં યુપીએ સરકાર દરમિયાન કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CPC) વચ્ચે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

    એવું કહેવામાં આવ્યું હતું કે, તે બંને પક્ષોને ‘મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર વિચાર-વિમર્શ કરવાનો અવસર’ પૂરો પાડશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા 2005થી રાજીવ ગાંધી ફાઉન્ડેશન સાથે ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે, જ્યારે સોનિયા ગાંધી તેના અધ્યક્ષ છે.

    રસપ્રદ વાત એ છે કે, 2017ના ડોકલામ વિવાદ દરમિયાન, રાહુલ ગાંધી ગુપ્ત રીતે ચીનના રાજદૂત લુઓ ઝાઓહુઈને મળ્યા હતા. આ ઉપરાંત, વર્ષ 2018માં કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન, તેઓ ગુપ્ત રીતે ચીની મંત્રીઓને પણ મળ્યા હતા.

    અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, રાહુલ ગાંધીના પરદાદા અને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’નો નારો આપ્યો હતો તથા આંખ આડા કાન કરીને બેઠા હતા અને ચીને 1962માં ભારત પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં ભારતનો પરાજય થયો હતો. આમાંથી પાઠ શીખવાને બદલે, ત્યારપછીના કોંગ્રેસ નેતૃત્વએ પણ ચીન પ્રત્યેનો પ્રેમ યથાવત રાખ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં