Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા કરવા તત્પર રહો’: મધ્ય પ્રદેશ કોંગ્રેસના...

    ‘બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા કરવા તત્પર રહો’: મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતાની આપત્તિજનક ટિપ્પણી, વિવાદ બાદ કહ્યું- હું ગાંધીને માનનારો છું

    મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નિવેદનની ટીકા કરી, ગૃહમંત્રીએ તાત્કાલિક FIR દાખલ કરવાના આદેશ આપ્યા.

    - Advertisement -

    કોંગ્રેસ નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરવાનો સિલસિલો યથાવત છે. હવે મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાએ આવું જ એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. તેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ લોકોને કહે છે કે, બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા કરવા માટે તત્પર રહો. 

    વાયરલ વિડીયોમાં કોંગ્રેસ નેતા રાજા પટેરિયા લોકોને કહેતા સંભળાય છે કે, “મોદી ચૂંટણી ખતમ કરી નાંખશે. ધર્મ, જાતિ અને ભાષાના આધારે વહેંચી નાંખશે. દલિતોને, આદિવાસીઓ અને લઘુમતીઓનું ભવિષ્યનું જીવન જોખમમાં છે. બંધારણ જો બચાવવું હોય, તો મોદીની હત્યા કરવા માટે તત્પર રહો. હત્યા એટલે તેમને હરાવવાનું કામ.”

    ભાજપ આઇટી સેલ હેડ અમિત માલવિયા સહિત ઘણા નેતાઓએ આ વિડીયો શૅર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અમિત માલવિયાએ  કહ્યું કે, “કોંગ્રેસ બહુ ઝડપથી હતાશ થઇ રહી છે અને હવે પીએમ મોદીની હત્યાની યોજના બનાવી રહી છે.” તેમણે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આપણે જોયું કે કઈ રીતે ચન્ની સરકારે પંજાબ ચૂંટણી પહેલાં આ પ્લાનને લગભગ અમલમાં મૂકી પણ દીધો હતો. 

    - Advertisement -

    આ વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસ નેતા સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે. જેને લઈને મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મીડિયાને જણાવ્યું હતું કે, “કોંગ્રેસ નેતાના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી, આ ઇટલીની કોંગ્રેસ છે અને ઇટલીની માનસિકતા મુસોલિનીવાળી હોય છે. જે રીતે તેમની યાત્રામાં સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર અને સુશાંતસિંહ ચાલી રહ્યા છે તેનાથી પણ આ સ્પષ્ટ થઇ જાય છે.” 

    તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કોંગ્રેસ નેતા પટેરિયાએ કરેલા આપત્તિજનક નિવેદનને લઈને તેમણે એસપીને તાત્કાલિક FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 

    મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોંગ્રેસીઓ મેદાનમાં મુકાબલો નહીં કરી શકે તેથી કોંગ્રેસના એક નેતા મોદીની હત્યાની વાત કરી રહ્યા છે. આ નફરત વધુ પડતી છે અને તેનાથી કોંગ્રેસની સાચી મનશા પણ સામે આવી જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારની બાબતો સહન કરવામાં આવશે નહીં અને આ મામલે FIR દાખલ કરવામાં આવી રહી છે. કાયદો કાયદાનું કામ કરશે.”

    બીજી તરફ, આ વિવાદ બાદ કોંગ્રેસ નેતાએ સ્વબચાવ કરીને ફેરવી તોળ્યું હતું અને મોહનદાસ ગાંધીને વચ્ચે લઇ આવ્યા હતા. તેમણે કહ્યું કે, હું ગાંધીને માનનારો વ્યક્તિ છું, હું આવી રીતે વાત ન કરી શકું. મારો અર્થ એ હતો કે બંધારણને બચાવવા માટે મોદીને હરાવવા માટે એવું રાજકીય વાતાવરણ બનાવવું જરૂરી છે. લઘુમતીઓને, દલિતો અને આદિવાસીઓને બચાવવા અને બેરોજગારી દૂર કરવા માટે મોદીને હરાવવા જરૂરી છે. ‘મોદીની હત્યા’ને લઈને મારા નિવેદનનું અર્થઘટન ખોટી રીતે કરવામાં આવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં