Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટથાણેમાં નારીનું નકારાત્મક રૂપ આવ્યું સામેઃ સગીર વયના છોકરાનું ત્રણ વર્ષ સુધી...

    થાણેમાં નારીનું નકારાત્મક રૂપ આવ્યું સામેઃ સગીર વયના છોકરાનું ત્રણ વર્ષ સુધી કરતી કહી યૌન શોષણ, દારૂ પણ પીવડાવ્યો

    ફરિયાદના આધારે, આરોપી મહિલા સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) અને જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રના થાણેથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. એક મહિલાએ સગીર વયના છોકરા સાથે સતત ત્રણ વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે છોકરાનો પરિવાર આઘાતમાં છે. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર, એક 32 વર્ષીય મહિલાએ ફક્ત 16 વર્ષના છોકરાનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ છોકરાની માતાએ જ લગાડ્યો હતો. માતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ મહિલાને ત્રણ બાળકો છે. જે મારા એક પરિજનની પાડોશી છે. અમે ઘણીવાર અમારા પરિજનને ત્યાં જતા હતા, ત્યારે મારા દીકરાને ફસાવ્યો હતો.  આ મહિલા નાસિકમાં રહે છે, છતાં તે જાણી જોઇને વારંવાર મુંબઈ આવતી હતી. મારા દીકરાને ફોસલાવીને તેનું યૌન શોષણ કરતી હતી. 

    એક મીડિયાએ જયારે આ બાબતે થાણે પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ મામલો અતિ ગંભીર છે. તે મહિલા વારંવાર મુબઈ આવીને તે છોકરા સાથે દોસ્તી કરી હતી. તે છોકરાને દારૂ પણ પીવડાવતી હતી. સૌથી ધ્રુણાસ્પદ બાબત એ હતી કે આ મહિલા છોકરાને બીભત્સ વિડીઓ પણ બતાવતી હતી. ત્યારબાદ તે છોકરાનું યૌન શોષણ કરતી હતી. 

    - Advertisement -

    પીડિતના માતાએ આ મહિલાને જલ્દીથી જલ્દી ધરપકડ કરવા માટે અપીલ કરી હતી. પોતાના બાળકનું ભવિષ્ય ખરાબ કર્યું છે તેનો પણ આરોપ લગાડ્યો હતો. માટે આ મહિલાને સખ્તમાં સખ્ત સજા પણ થાય તે પણ કહ્યું હતું. 

    પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ સગીર વયના છોકરા સાથે યૌન શોષણ કર્યું છે. બધું 2019 થી ડિસેમ્બર 2022 સુધી ચાલ્યું. આ પછી સગીરની માતાને આ વાતની જાણ થઈ અને તેણે પોલીસમાં કેસ દાખલ કર્યો. ફરિયાદના આધારે, આરોપી મહિલા સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) અને જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ કેસમાં મહિલાની ધરપકડ કરવામાં આવી નથી.

    આ કેસ તમામ વાલીઓ માટે એક લાલ બત્તી સમાન છે. તમારું બાળક આવી રીતે પુરુષ ઉપરાંત સ્ત્રીની કોઈ વિકૃત માનસિકતાનો શિકાર બની શકે છે. મહિલા ત્રણ ત્રણ વર્ષ સુધી બાળક સાથે યૌન શોષણ કરતી રહી જેના કારણે એ બાળકની માનસિક પરિસ્થિતિને કેટલું ગંભીર નુકસાન થયું હશે તેની કલ્પના પણ થઇ શકે તેમ નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં