જગત જમાદારની ભૂમિકા ભજવતું અમેરિકા (United States) હવે રશિયાથી (Russia) નારાજ થયું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) સોમાવારે (14 જુલાઈ) રશિયાને ધમકી આપી હતી કે, જો રશિયા 50 દિવસોમાં યુક્રેન સામેનું યુદ્ધ નહિ રોકે, તો અમેરિકા તેના પર 100% ટેરિફ લાગુ કરશે. આ ઉપરાંત NATOના સહયોગથી યુક્રેનને હથિયારો પુરા પાડવાની પણ જાહેરાત કરી હતી.
?અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને આપી ધમકી
— DD News Gujarati (@DDNewsGujarati) July 15, 2025
?"જો યૂક્રેનમા્ં યુદ્ધ સમાપ્તિ માટે કોઇ સમજૂતી નહીં થાય તો રશિયા પર 100% ટેરિફ અમલી કરવામાં આવશે"#DonaldTrump #Russia #tariffs #Ukraine pic.twitter.com/ISFyqMW8Rg
અહેવાલો અનુસાર અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે NATOનાં સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથેની એક બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું. નિવેદનમાં ટ્રમ્પે રશિયાને યુક્રેન સાથે યુદ્ધ રોકવાની અને તેમ ના કરવા પર 100% ટેરિફ ઝીંકવાની ધમકી આપી હતી. યુદ્ધ વિરામ માટે અમેરિકાએ રશિયાને 50 દિવસની સમાયમર્યાદા પણ આપી છે. આ ઉપરાંત અમેરિકાએ રશિયા સામે સેકેન્ડરી ટેરિફ લાગુ કરવાની પણ ચીમકી આપી હતી. આ ટેરિફ રશિયાથી તેલ ખરીદતા દેશો પર પણ લાગુ થઈ શકે છે.
આ ઉપરાંત ટ્રમ્પે એ પણ જાહેરાત કરી હતી કે, તેઓ યુરોપિયન દેશો સાથે મળી યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરશે. યુરેપિયન દેશો યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં બચાવ માટે મિસાઈલો, એર ડિફેન્સ સિસ્ટમ અને દારૂગોળો મોકલશે. આ હથિયારોમાં અમેરિકન ટેકનોલોજીની પેટ્રીયટ એર ડિફેન્સ મિસાઈલો પણ સામેલ હશે.

