Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશ‘વિકસિત ભારત’ માટે એન્જિનનું કામ કરશે 6G વિઝન, 2030 સુધીમાં કાર્યક્ષમ કરવાનું...

    ‘વિકસિત ભારત’ માટે એન્જિનનું કામ કરશે 6G વિઝન, 2030 સુધીમાં કાર્યક્ષમ કરવાનું લક્ષ્ય: કઈ રીતે કામ કરી રહી છે મોદી સરકાર

    કેન્દ્ર સરકાર અનુસાર, 5Gના રોલ આઉટ અને એડોપ્શન બાદ હવે 6G પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેની વિશેષતા એ છે કે તેમાં સ્વદેશી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. સરકારનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં ભારતમાં આ તકનીક વિકસિત કરવામાં આવે.

    - Advertisement -

    6Gને લઈને ભારતે પોતાનું વિઝન સ્પષ્ટ કરી દીધું છે. ભારત પણ એ દેશોમાં સામેલ થશે, જ્યાં સૌથી પહેલાં 6G સેવાઓ શરૂ થશે. સરકારે ‘6G વિઝન’ લૉન્ચ કર્યું છે, જેમાં તમામ હિતધારકોને એકસાથે લાવીને કામ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હાલના 5Gથી 6G લગભગ એક હજાર ગણી વધુ ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકશે. ઈન્ટરનેટની ઝડપ પણ ખાસ્સી વધશે.

    કેન્દ્ર સરકાર અનુસાર, 5Gના રોલ આઉટ અને એડોપ્શન બાદ હવે 6G પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેની વિશેષતા એ છે કે તેમાં સ્વદેશી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. સરકારનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં ભારતમાં આ તકનીક વિકસિત કરવામાં આવે.

    6G તકનીક આવનાર સમયમાં દુનિયામાં ક્રાંતિકારી ફેરફારો લઈને આવશે. તેનો સૌથી મોટો ફાયદો સર્જરી, રિમોટ સર્જરીમાં જોવા મળશે. ઉપરાંત રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને રિયલ ટાઇમ ઓનલાઇન ગેમિંગ વગેરે ક્ષેત્રોમાં પણ તેજી આવશે. વિશેષજ્ઞો અનુસાર, 6G નેટવર્ક 1 ટેરાબાઈટ પ્રતિ સેકન્ડ સુધીની ડેટા સ્પીડ આપી શકે છે,જે માહિતી, મનોરંજન, શિક્ષણ અને ઉદ્યોગ જગત માટે અનેક નવી સંભાવનાઓના દ્વાર ખોલશે.

    - Advertisement -

    2047 સુધી વિકસિત ભારતના નિર્માણના લક્ષ્યમાં 6Gનો સહયોગ અગત્યનો પૂરવાર થઈ પડશે. ઉદ્યોગ, શિક્ષણ અને રિસર્ચ ક્ષેત્રે સક્રિય ભાગીદારી સાથે ભારતને દૂરસંચારના ક્ષેત્રમાં વિશ્વમાં એક મોટું કેન્દ્ર બનવામાં મદદરૂપ થશે.

    ભારતનું 6G વિઝન સ્થિરતા અને યુનિવર્સલ એક્સેસના સિદ્ધાંત પર આધારિત છે. તેના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે ભારતના દરેક નાગરિકને સરળતાથી 6G મળી શકે. એ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં સંપૂર્ણ સ્વદેશી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે.

    ભારતના 6G રોડમેપની વાત કરવામાં આવે તો 2035 સુધીમાં GDPમાં પણ અગત્યનું યોગદાન આપશે. સરકારનું અનુમાન છે કે આવનારાં થોડાં વર્ષોમાં ભારતની GDPમાં 6G થકી 1.2 ટ્રિલિયન અમેરિકી ડોલરની ભાગીદારીનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે. 6G વિઝન 2030નો ઉદ્દેશ્ય ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી રાષ્ટ્રોમાં સામેલ થવાનો પણ છે. જેમાં સ્ટાર્ટઅપ, ઉદ્યોગ, શિક્ષણ અને અનુસંધાન સંસ્થાઓને સાથે લાવવામાં આવશે.

    ભારતે માર્ચ 2023માં આ દિશામાં કામ શરૂ કર્યું હતું. તે સમયે એક વિઝન ડોક્યુમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેને સફળ બનાવવા માટે દેશભરમાં 100થી વધુ રિસર્ચ સંસ્થાઓ કામ કરી રહી છે. અનેક પ્રોજેક્ટ્સને અનુમતિ પણ આપી દેવામાં આવી છે.

    આ વિઝનના બે તબક્કા છે. પ્રથમ તબક્કામાં 2023માં વિઝન મૂકવામાં આવ્યું. 2025 સુધી ફોકસ રિસર્ચ, આઇપી ક્રિએશન અને જમીન તૈયાર કરવા પર રહેશે. બીજો તબક્કો 2026થી 2030 સુધી ચાલશે. તેમાં વિશ્વસ્તર પર 6G અને તેનો ઉપયોગ, પરીક્ષણ અને લોકોમાં જાગૃતિ લાવીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવશે.

    ભારતને 6G માટે તૈયાર કરવા માટે સરકાર તરફથી અનેક પહેલો થઈ રહી છે. યુનિવર્સિટીઓની પ્રયોગશાળાઓમાં યુવાનો રિસર્ચ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સરકારે ગ્રામ્ય ક્ષેત્રોમાં કનેક્ટિવિટીમાં સુધારા અને ભારતનાં પોતાનાં ટેલિકોમ્યુનિકેશન સેન્ટર બનાવવા માટે 310 કરોડ રૂપિયાની 100થી વધુ પરિયોજનાઓને મંજૂરી આપી છે.

    IIT બેંગ્લોરમાં એક ટેકનોલોજી ઈનોવેશન હબ ભવિષ્યની કોમ્યુનિકેશન સિસ્ટમ પર રિસર્ચ કરી રહી છે. આ તમામ પહેલો એકસાથે મળીને એક સ્પષ્ટ દિશા દર્શાવે છે કે ભારત એક સુરક્ષિત, સમાવેશી અને ભવિષ્ય માટે ડિજિટલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માગે છે, જેનાથી સમગ્ર દેશને લાભ મળે.  ભારતની આ 6G યાત્રા તકનીકી વિકાસથી પણ આગળ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં