Sunday, November 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મારાં સંતાનોએ નથી કર્યું, એટલું મોદીએ કર્યું છે’: મધ્ય પ્રદેશની વૃદ્ધ મહિલા...

    ‘મારાં સંતાનોએ નથી કર્યું, એટલું મોદીએ કર્યું છે’: મધ્ય પ્રદેશની વૃદ્ધ મહિલા પીએમ મોદીને આપવા માંગે છે પોતાની 25 વીઘાં જમીન, કહ્યું- તેને દીકરો માનું છું, મળીને આશીર્વાદ આપવા માંગું છું

    "મોદી મારો લાલ, મારો દીકરો છે. તે અમને ઘઉં, ચોખા, ખાતર, બિયારણ પૂરું પાડે છે. અમારી મફત સારવાર કરાવડાવે છે. કોઈ કારણોસર જો ખેતરનો પાક બગડી જાય તો અમને તેનું વળતર પણ આપે છે."

    - Advertisement -

    બે-ત્રણ દિવસથી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં જોવા મળે છે. તેઓ હાથમાં વડાપ્રધાનનું એક પોસ્ટર પકડીને કહેતાં સંભળાય છે કે, ગમે તે થાય પરંતુ તેઓ મોદીને જ મત આપશે. આ વિડીયો મધ્ય પ્રદેશનો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કર્યો હતો. પાર્ટીએ જણાવ્યું હતું કે, આ મહિલા રાજગઢનાં રહેવાસી માંગીબાઈ તંવર છે.

    વાસ્તવમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પત્રિકાઓ વહેંચવા માટે નીકળ્યા હતા, જ્યાં તેમને આ વૃદ્ધ મહિલા મળી ગયાં હતાં. અહીં તેમની જે વાતચીત થઇ તેનો વિડીયો તેમણે ઉતારી લીધો હતો અને ટ્વિટર પર શૅર કર્યો હતો. આ વિડીયો અન્ય માધ્યમો ઉપર પણ ફરી રહ્યો છે.

    મીડિયા ચેનલ આજતકે આ મહિલાની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહેલા વિડીયોમાં તેઓ ખોબલે-ખોબલે પીએમ મોદીનાં વખાણ કરતાં નજરે પડે છે. માંગીબાઈ મૂળ જિલ્લાના હરીપુરા જાગીર ગામનાં રહેવાસી છે. મીડિયા ચેનલે તેમની મુલાકાત લેતાં તેમણે મોદી પ્રત્યે અપાર લાગણી અને પ્રેમ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમનાં 14 સંતાનો છે, પરંતુ તેમના કરતાં વધુ પણ મોદી તેમનું ધ્યાન રાખે છે અને વિવિધ યોજનાઓ થકી લાભો પહોંચાડે છે.

    - Advertisement -

    લોકોની સેવા કરતા કરતા મારો દીકરો મોદી વૃદ્ધ થઈ ગયો: માંગીબાઈ

    વડાપ્રધાન મોદીના વખાણ કરતા માંગીબાઈ તંવરે કહ્યું હતું કે, “મોદી મારો લાલ, મારો દીકરો છે. તે અમને ઘઉં, ચોખા, ખાતર, બિયારણ પૂરું પાડે છે. અમારી મફત સારવાર કરાવડાવે છે. કોઈ કારણોસર જો ખેતરનો પાક બગડી જાય તો અમને તેનું વળતર પણ આપે છે. મોદીએ તીર્થ યાત્રા કરાવી દીધી, કોલોનીમાં રહેવા માટે ઘર આપ્યું, મને વિધવા પેન્શન પણ આપે છે.” માંગીબાઈએ પોતાની વાતમાં તેમ પણ જણાવ્યું કે, હું મારા બાળકોને મોદીને જ મત આપવા કહું છું. મોદીએ જ આપણને બધાને કોરોનાથી બચાવ્યા, લોકોનું ભલું કરતાં-કરતાં મારો દીકરો (વડાપ્રધાન મોદી) વૃદ્ધ થઈ ગયો છે.

    25 વીઘા જમીન મોદીને જ આપીશ

    માંગીબાઈના જણાવ્યા અનુસાર તેમને 12 દીકરીઓ અને 2 દીકરા એમ કુલ 14 સંતાનો છે, પરંતુ તેમને મોદી વધુ વહાલા છે. તેમણે જણાવ્યું કે જેટલા વડાપ્રધાન મોદી તેમને કામ આવી રહ્યા છે તેટલા તેમના એક પણ સંતાન કામ નથી આવતા, અને એટલા માટે જ માંગીબાઈ પોતાની 25 વીઘા જમીન તેમના અન્ય કોઈ સંતાનોની જગ્યાએ વડાપ્રધાન મોદીને આપવા માંગે છે. તેમણે કહ્યું કે, તેમણે ઘરમાં મોદીની તસ્વીર પણ રાખી છે અને રોજ સવારે ઉઠીને તેમને જુએ છે. જોકે, તેઓ ક્યારેય પીએમ મોદીને મળ્યાં નથી પરંતુ મળવાની ઈચ્છા ધરાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં