Monday, October 7, 2024
More
    હોમપેજગુજરાતભરૂચ લવ જેહાદ કેસનો આરોપી આદિલ ઝડપાયો: ‘આર્ય પટેલ’ના ઇન્સ્ટાગ્રામ આઇડીથી હિંદુ...

    ભરૂચ લવ જેહાદ કેસનો આરોપી આદિલ ઝડપાયો: ‘આર્ય પટેલ’ના ઇન્સ્ટાગ્રામ આઇડીથી હિંદુ યુવતીને ફસાવી હતી, સાથે મંદિરે પણ જતો

    યુવતીનો આરોપ છે કે આદિલે તેને ખોટી ઓળખ આપીને પોતે હિંદુ છે તે સાબિત કરવા તેની સાથે અલગ-અલગ મંદિરોમાં જઈ હિંદુ દેવી-દેવતાઓના દર્શન પણ કર્યા હતા. તે સમયના ફોટા પણ પોતાની પાસે હોવાનું યુવતીએ જણાવ્યું હતું.

    - Advertisement -

    ફેક સોશિયલ મીડિયા આઈડીના આધારે હિંદુ યુવતીને ફસાવવા મામલે ભરૂચ પોલીસે ચાવજ ગામના આદિલ અબ્દુલ પટેલ નામના ઇસમની ધરપકડ કરી છે. આદિલે ‘આર્ય પટેલ’ નામ ધારણ કરીને માધ્યમથી એક હિંદુ યુવતીને ફસાવી હતી. યુવતીને તે વિશે જાણ થતાં તે આરોપીના ઘર સુધી પહોંચી ગઈ હતી અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. પછીથી હિંદુ સંગઠનો પણ મદદે આવ્યાં હતાં અને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તેના આધારે ગુનો દાખલ કરીને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. 3 દિવસની શોધખોળ બાદ પોલીસે ચાવજ ગામેથી આરોપી આદિલ અબ્દુલ પટેલની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ આરોપીને ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, આદિલે આર્ય પટેલ નામથી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી. જેના દ્વારા તેણે એક હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. મુસ્લિમ યુવકે તેનો મઝહબ છુપાવી પરિણીત હોવા છતાં યુવતીને અપરણિત હોવાનું કહીને ચાર વર્ષ સુધી પ્રેમસંબંધ રાખ્યો હતો. જે બાદ હિંદુ યુવતીને તેની હકીકત વિશે જાણ થતાં તે આરોપીના ઘર સુધી પહોંચી ગઈ અને તમાચા મારી દીધા હતા. આ દરમિયાન સ્થાનિક હિંદુ સંગઠનોએ પણ હિંદુ યુવતીની પડખે ઊભા રહી હિંમત આપી હતી અને તેને સાથે રાખીને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી.

    - Advertisement -

    હિંદુ હોવાનો ભરોસો અપાવવા મંદિરોમાં પણ ગયો

    યુવતીનો આરોપ છે કે આદિલે તેને ખોટી ઓળખ આપીને પોતે હિંદુ છે તે સાબિત કરવા તેની સાથે અલગ-અલગ મંદિરોમાં જઈ હિંદુ દેવી-દેવતાઓના દર્શન પણ કર્યા હતા. તે સમયના ફોટા પણ પોતાની પાસે હોવાનું યુવતીએ જણાવ્યું હતું. આટલું જ નહીં, આદિલે યુવતી પાસે મીઠી-મીઠી વાતો કરીને ₹50,000 પણ માંગ્યા હતા. જોકે તે તેને પૈસા આપે તે પહેલાં જ આદિલની પત્નીએ જ તેનો ભાંડો ફોડી દીધો અને આખી હકીકત સામે આવી ગઈ હતી. આદિલે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

    સહાનુભૂતિના નામે યુવતીનો ફાયદો ઉઠાવ્યો

    ફરિયાદ એવી પણ છે કે યુવતીને ભોળવવા હિંદુ નામ ધારણ કર્યા બાદ તેની સાથે લગ્ન કરવા સુધીની તૈયારી આદિલ પટેલે કરી લીધી હતી. તે યુવતીના ઘરે પણ લગ્ન વિશેની વાત કરવા માટે ગયો હતો. જ્યાં યુવતીના પરિવારજનોએ તેને માતા-પિતા વિશે પૂછતાં તેણે મા-બાપનું મૃત્યુ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. સાથે તેણે આવી કેફિયત કરીને પોતાના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા પ્રયાસ કર્યો હતો.

    આ ઉપરાંત આદિલને જ્યારે જાણ થઈ હતી કે હિંદુ યુવતીને તેની કરતૂત વિશેની જાણ થઈ ગઈ છે, ત્યારે તેણે પોતે માફી માંગતો હોય તેવો વિડીયો બનાવીને યુવતીને મોકલ્યો હતો. જેમાં તે બંને કાન પકડીને યુવતીની માફી માંગી રહ્યો હતો. ત્યારબાદ યુવતીએ તેના ઘરે જઈને લાફાવાળી કરી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે આદિલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને ધારાધોરણ અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં