Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતનવેમ્બર અંતમાં વિદેશ પ્રવાસે જશે CM ભૂપેન્દ્ર પટેલ, જાપાન-સિંગાપોરની યાત્રા કરશે: 7...

    નવેમ્બર અંતમાં વિદેશ પ્રવાસે જશે CM ભૂપેન્દ્ર પટેલ, જાપાન-સિંગાપોરની યાત્રા કરશે: 7 અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ સાથે રહેશે

    ગુજરાતનું આ હાઈલેવલ ડેલિગેશન બંને દેશોના વડાપ્રધાન, ઉદ્યોગ, ટેકનોલોજી, શિક્ષણ સહિતના ક્ષેત્રોના પદાધિકારીઓ, ટેક્નોક્રેટ અને મૂડી રોકાણકર્તાઓને જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં પધારવા માટે આમંત્રણ આપશે.

    - Advertisement -

    ગુજરાત વાઇબ્રન્ટ સમિટનું આયોજન 2024ના પ્રથમ મહિના દરમિયાન થવા જઈ રહ્યું છે. જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના CM ભૂપેન્દ્ર પેટેલ પણ વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. તેઓ 27 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેશે. જેમાં તેઓ સિંગાપોર અને જાપાનની મુલાકાત લેશે. CM ભૂપેન્દ્ર પટેલ સાથે એક હાઈલેવલ ડેલિગેશન (ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ) પણ મોકલવામાં આવશે. જેમાં 7 અધિકારીઓનો સમાવેશ થશે. મુખ્યમંત્રીની આગેવવાની હેઠળ આ પ્રતિનિધિ મંડળને મોકલવામાં આવી રહ્યું છે. આ વિદેશ પ્રવાસ પાછળનો હેતુ વિદેશમાં જઈને વાઇબ્રન્ટ સમિટ માટે આમંત્રણ આપવું અને ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.

    વાઇબ્રન્ટ સમિટના 10મા સંસ્કરણનું 10-12 જાન્યુઆરી 2024 સુધીમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટના પ્રચારના ભાગરૂપે રાજ્ય સરકાર મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળને જાપાન અને સિંગાપોર મોકલશે. CM ભૂપેન્દ્ર પટેલ પ્રવાસ દરમિયાન વિદેશના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપશે.

    7 અધિકારીઓનું ડેલિગેશન પણ CM સાથે જશે વિદેશ પ્રવાસે

    વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ભાગરૂપે CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ જાપાન અને સિંગાપોર જશે. 2 ડિસેમ્બર સુધી આ વિદેશ પ્રવાસ ચાલુ રહેશે. આ દરમિયાન હાઈલેવલ ડેલિગેશનમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે દિલ્હી સ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ઈન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, CMના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, ઉદ્યોગ-ખાણ વિભાગના ACS એસ.જે. હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ટ પ્રતિનિધિ સહિત CMના અંગત મદદનીશ નીલ પટેલ પણ હાજર રહેશે.

    - Advertisement -

    ગુજરાતમાં મૂડી રોકાણ માટે કરશે પ્રોત્સાહિત

    CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વિદેશ પ્રવાસે જઈ રહેલું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પહેલા જાપાનની મુલાકાત લેશે. 27 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી તેઓ જાપાનમાં રહેશે. જે બાદ તેઓ સિંગાપોર જશે અને 2 ડિસેમ્બર સુધી સિંગાપોરમાં રહેશે. ગુજરાતનું આ હાઈલેવલ ડેલિગેશન બંને દેશોના વડાપ્રધાન, ઉદ્યોગ, ટેકનોલોજી, શિક્ષણ સહિતના ક્ષેત્રોના પદાધિકારીઓ, ટેક્નોક્રેટ અને મૂડી રોકાણકર્તાઓને જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં પધારવા માટે આમંત્રણ આપશે. તેમજ તેમને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં