Saturday, October 5, 2024
More
    હોમપેજદેશભારતમાં ઓળખ બદલીને રહેતી હતી બાંગ્લાદેશી પોર્નસ્ટાર આરોહી બર્ડે ઉર્ફે બન્ના શેખ,...

    ભારતમાં ઓળખ બદલીને રહેતી હતી બાંગ્લાદેશી પોર્નસ્ટાર આરોહી બર્ડે ઉર્ફે બન્ના શેખ, પોલીસે ધરપકડ કરી: અમ્મી રૂબી શેખ વિદેશમાં, ભાઈ રિયાઝ શેખ અને બહેન મોની શેખ ફરાર

    હાલ પોલીસે આ અભિનેત્રીની ધરપકડ કરી લીધી છે. તેની માતા રોબુ શેખ ઉર્ફે અંજલિ બર્ડે અને પિતા અરવિંદ બર્ડે વર્તમાન સમયમાં કતાર હોવાનું સામે આવ્યું છે, જયારે તેનો ભાઈ રિયાઝ શેખ ઉર્ફે રવિન્દ્ર બર્ડે અને બહેન મોની શેખ ઉર્ફે ઋતુ બર્ડે ફરાર થઇ ગયા છે.

    - Advertisement -

    ભારતમાં રહીને બાંગ્લાદેશી ઓળખ છુપાવીને પોર્ન ફિલ્મોમાં કામ કરતી આરોહી બર્ડે ઉર્ફે બન્ના શેખની પોલીસે ધરપકડ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના જ એક મિત્ર દ્વારા ઘટસ્ફોટ થયો છે કે યુવતી મૂળ બાંગ્લાદેશી છે અને ભારતમાં ખોટી ઓળખ ઉભી કરીને ઘણા વર્ષોથી રહેતી હતી. પોલીસને આ મામલે પુરાવાઓ પણ મળ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. મહત્વની વાત તે છે કે આ બાંગ્લાદેશી યુવતી એકલી નહીં, પરંતુ તેના આખા પરિવાર સાથે મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવતી પોર્ન સ્ટાર છે અને અશ્લીલ-અભદ્ર ચલચિત્રોમાં કામ કરતી આવી છે. બોલીવુડના કેટલાક પ્રોડક્શન હાઉસ સાથે પણ તેનો સારો એવો ઘરોબો હોવાનું સામે આવ્યું છે. તે ઘણા લાંબા સમયથી ખોટી ઓળખ ધારણ કરીને તેની અમ્મી, ભાઈ અને બહેન સાથે મુંબઈમાં રહેતી હતી. બાંગ્લાદેશથી ભારત આવવા અને આખી ઓળખ બદલવાની વાત સાંભળી પોલીસ સહિત સહુ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. વાસ્તવમાં આ પોર્ન સ્ટારની અમ્મી બાંગ્લાદેશથી ભારત આવી ગઈ હતી અને તેણે અમરાવતીના એક હિંદુ વ્યક્તિ સાથે લગ્ન કરીને પોતાની ઓળખ બદલી નાખી હતી.

    આખે-આખા પરિવારે કરી ઘૂસણખોરી, ભારતીય ઓળખના તમામ પુરાવાઓ બનાવટી

    પ્રાપ્ત માહિતી અનુસાર આ પોર્ન સ્ટારની અમ્મીનું નામ અંજલિ બર્ડે ઉર્ફે રૂબી શેખ છે. તે ઘણા વર્ષો અગાઉ ભારત આવી ગઈ હતી અને તેણે અમરાવતીના અરવિંદ બર્ડે નામના એક વ્યક્તિને પોતે પશ્ચિમ બંગાળની હોવાનું કહીને લગ્ન કરી લીધા હતા. રૂબી શેખે ત્યાર બાદ અંજલિ શેખ નામ ધારણ કરી લીધું અને તેના સંતાનો પૈકી રિયાઝ શેખનું નામ રવિન્દ્ર બર્ડે, પુત્રીઓના નામમાં મોની શેખનું ઋતુ બર્ડે અને ધરપકડ કરાયેલી પોર્ન સ્ટાર બન્ના શેખનું નામ રિયા બર્ડે રાખવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં તેને બધા આરોહી નામથી ઓળખે છે.

    - Advertisement -

    આ તમામ લોકોએ અરવિંદ બર્ડેનો પરિવાર બનીને બનાવટી દસ્તાવેજો અને ઓળખપત્રો પણ તૈયાર કરાવી લીધા. આ તમામ બાંગ્લાદેશીઓ પાસે જન્મ પ્રમાણપત્રથી લઈને પાસપોર્ટ સુધ્ધા બનાવટી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આ લોકોએ ભારતીય ઓળખ સાબિત કરી શકાય તેવા એક પણ પ્રમાણપત્ર બાકી નથી રાખ્યા. તેમની પાસે તમામ બનાવટી ડોકયુમેન્ટ છે. તેમણે આ કારસ્તાન કેવી રીતે કર્યું, પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

    પોર્ન સ્ટારનો બનાવટી પાસપોર્ટ સાભાર- R. Bharat

    માતા પિતા વિદેશમાં, ભાઈ બહેન ફરાર

    હાલ પોલીસે આ અભિનેત્રીની ધરપકડ કરી લીધી છે. તેની માતા રોબુ શેખ ઉર્ફે અંજલિ બર્ડે અને પિતા અરવિંદ બર્ડે વર્તમાન સમયમાં કતાર હોવાનું સામે આવ્યું છે, જયારે તેનો ભાઈ રિયાઝ શેખ ઉર્ફે રવિન્દ્ર બર્ડે અને બહેન મોની શેખ ઉર્ફે ઋતુ બર્ડે ફરાર થઇ ગયા છે. પોલીસે અભિનેત્રીના પરિવારના લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

    હાલ પોલીસે આરોપી પોર્ન સ્ટાર અને તેના પરિવાર વિરુદ્ધ IPCની ધારાઓ 420, 465, 468, 479, 34 અને 14 (A) અંતર્ગત ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. બન્ના શેખની ધરપકડ કરી લેવામાં આવી છે, તેના ભાઈ અને બહેન હાલ ફરાર છે. તેના માતાપિતાને પણ પરત ભારત આવવા માટે પોલીસ કાર્યવાહી કરવાની છે.

    બોલીવુડ સાથે જોડાયેલા છે પોર્ન સ્ટારના તાર, દેહવ્યાપાર મામલે પહેલા પણ ઝડપાઈ ચૂકી છે

    મહત્વનું છે કે બાંગ્લાદેશથી આવીને ભારતમાં વસેલી બન્ના શેખ ઉર્ફે આરોહીના તાર બોલીવુડના મોટા-મોટા પ્રોડક્શન હાઉસ સાથે પણ જોડાયેલા છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પણ તે કામ કરી ચૂકી છે. આ સિવાય પોર્ન કન્ટેન્ટ બનાવતી ઉલ્લુ તેમજ અન્ય અનેક OTT પ્લેટફોર્મ સાથે સંકળાયેલી છે. પોર્નની દુનિયામાં નામ ધરાવતી આ બાંગ્લાદેશી યુવતી આ પહેલા દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. આ મામલે તેની ધરપકડ પણ થઈ ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં