Thursday, September 12, 2024
More
    હોમપેજગુજરાતસુરતના નાનપુરામાં પૂર્વપ્રેમિકા સાથે સંબંધ હોવાની શંકામાં અઝરુદિન શેખે છરીના ઘા ઝીંકીને...

    સુરતના નાનપુરામાં પૂર્વપ્રેમિકા સાથે સંબંધ હોવાની શંકામાં અઝરુદિન શેખે છરીના ઘા ઝીંકીને હિંદુ યુવાનને ઉતાર્યો મોતને ઘાટ: આરોપીની પોલીસ દ્વારા અટકાયત

    હત્યા કરનાર અઝરુદિન શેખ દ્વારા છરી વડે પાર્થની કરાયેલી હત્યાનો વિડીયો સામે આવ્યો છે. મોડી રાત્રે સૂમસામ રસ્તા પર યુવકને છરી વડે ઉપરાછાપરી ઘા કરતો હોય એવું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હત્યા કરનારને તેનો વિડીયો બનતો હોવાની જાણ થતાં વિડીયો બનાવનાર પર પણ હુમલો કરવા માટે દોડ્યો હોવાનું જોવા મળે છે.

    - Advertisement -

    સુરતમાં અવારનવાર હત્યા થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. હજુ થોડા સમય પહેલા જ મોબાઈલ રિપેરીંગની દુકાન ધરાવનાર અદનાનની બે મુસ્લિમ યુવાનો દ્વારા જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનનને હજુ માંડ એક દિવસ થયો ત્યાં બીજી એક ઘટના સુરતના નાનપુરામાં સામે આવી છે. જેમાં પાર્થ રમેશભાઈ આહિરકર નામના યુવકની અઝરુદિન શેખ જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર સુરતના ઉમરા વિસ્તારમાં રહેતો પાર્થ રમેશભાઈ આહિરકર ચીકનની લારી ચલાવી પરિવારનું ભરણપોષણ કરતો હતો. રાત્રિના સમયે પાર્થ નાનપુરાના પટેલ ચેમ્બર પાસે મિત્રની બર્થડે પાર્ટીમાં ગયો હતો. જ્યાં અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા અઝરુદિન અહમદ શેખ નામના વ્યક્તિએ તેની હત્યા કરી હતી.

    એક યુવતી સાથે પાર્થની મિત્રતાને લઈને અઝરુદિને સાથે તે યુવકનો ઝઘડો થયો હતો. જેમાં અઝરુદિને 15થી વધુ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. તેનો હત્યા કરતો વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    હોસ્પિટલ પહોંચે એ પેહલા જ થયું મોત, હત્યાનો વિડીયો આવ્યો સામે

    હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પાર્થને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ યુવકે દમ તોડી દીધો હતો. પોલીસે હત્યાની તપાસ કરી અઝરુદિન શેખની અટકાયત પણ કરી હતી.

    હત્યા કરનાર અઝરુદિન શેખ દ્વારા છરી વડે પાર્થની કરાયેલી હત્યાનો વિડીયો સામે આવ્યો છે. મોડી રાત્રે સૂમસામ રસ્તા પર યુવકને છરી વડે ઉપરાછાપરી ઘા કરતો હોય એવું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હત્યા કરનારને તેનો વિડીયો બનતો હોવાની જાણ થતાં વિડીયો બનાવનાર પર પણ હુમલો કરવા માટે દોડ્યો હોવાનું જોવા મળે છે.

    પોલીસે જણાવ્યું હતું કે, સુરતના આવેલા નાનપુરામાં જે છોકરાનો જન્મદિવસ હતો તેની બહેનના પૂર્વ પ્રેમી અઝરુદિન અહમદ શેખનો પાર્થ સાથે યુવતીની મિત્રતા હોવાને લઈને ઝઘડો થયો હતો. બાદમાં અઝરુદિને છરીના ઉપરા-ઉપરી ઘા ઝીંકી પાર્થની હત્યા કરી હતી. તેના શરીર પર 15થી વધુ ઈજાના નિશાન છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. જરૂરી તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    સલાબતપુરામાં વેપારી પર હુમલો

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આવો એક બનાવ બન્યો હતો જેમાં સલાબતપુરામાં મોબાઈલ રિપેરીંગની દુકાન ધરાવનાર અદનાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને લઈને પોલીસે બે લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં