Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'વિજયે મંદિરના દીવામાંથી ગાંજો સળગાવવાની ના પાડી તો અયાન, અરમાન, રાહિલ, શકીલે...

    ‘વિજયે મંદિરના દીવામાંથી ગાંજો સળગાવવાની ના પાડી તો અયાન, અરમાન, રાહિલ, શકીલે કરી દીધી હત્યા’: રાજકોટમાં હિંદુ દુકાનદારની હત્યા બાબતે રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

    આરીફ સોલંકી, અરમાન સલીમ બ્લોચ, રાહિલ શરીફ સાંધ અને શકીલ ઈમ્તિયાઝ પરમાર વિજય બાબરીયાના ગલ્લે આવ્યા તો તેઓએ ગલ્લાંની અંદર રેલા મંદિરના દીવામાંથી પોતાની ગાંજો ભરેલી સિગરેટ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો વિજયે વિરોધ કર્યો. આ ઘટનાને દાઢમાં રાખીને આરોપીઓએ બીજા દિવસે તેની કરપીણ હત્યા કરી દીધી હતી.

    - Advertisement -

    ગત અઠવાડિયે રાજકોટ શહેરમાં એકબાદ એક એમ 3 હત્યાઓ થઇ હતી. જેમાંથી 16 ઓગસ્ટના દિવસે થયેલ હિંદુ દુકાનદારની હત્યા બાબતે ચોંકાવનારા દવા કરતા અહેવાલો સામે આવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપીઓ દુકાનદાર વિજય બાબરીયાની દુકાનમાં રહેલ મંદિરના દીવામાંથી ગાંજો સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જે બાદ વિવાદ થતા તેમની હત્યા કરવામાં આવી હતી.

    દેશ ગુજરાતના અહેવાલ અનુસાર જયારે આરીફ સોલંકી, અરમાન સલીમ બ્લોચ, રાહિલ શરીફ સાંધ અને શકીલ ઈમ્તિયાઝ પરમાર વિજય બાબરીયાના ગલ્લે આવ્યા તો તેઓએ ગલ્લાંની અંદર રેલા મંદિરના દીવામાંથી પોતાની ગાંજો ભરેલી સિગરેટ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો વિજયે વિરોધ કર્યો. આ ઘટનાને દાઢમાં રાખીને આરોપીઓએ બીજા દિવસે તેની કરપીણ હત્યા કરી દીધી હતી.

    આ બાબતે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાની ટીમ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાયો હતો, પરંતુ કેસ સંવેદનશીલ હોવાની અને તપાસ ચાલુ હોવાની વાત કહીને અધિકારીઓએ વધુ માહિતી આપવાની મનાઈ કરી હતી.

    - Advertisement -

    શું છે આખો મામલો

    ગત અઠવાડિયે રાજકોટ શહેરમાં એક હત્યાનો મામલો સામે આવ્યો હતો. અહીં પાનનો ગલ્લો ચલાવતા એક હિંદુ યુવકે તેની દુકાન નજીક ગાંજો પીવાની ના પાડતાં ચાર શખ્સોએ તેની હત્યા કરી નાખી. આરોપીની ઓળખ અયાન આરીફ સોલંકી, અરમાન સલીમ બ્લોચ, રાહિલ શરીફ સાંધ અને શકીલ ઈમ્તિયાઝ પરમાર તરીકે થઇ છે. તમામની ધરપકડ કરી લેવાઈ છે.

    મૃતકે આરોપીઓને તેમની દુકાન નજીક ગાંજો ન પીવાની અને ગાળાગાળી ન કરવાની વિનંતી કરી હતી. સાથે જ દુકાનના મંદિરના દીવામાંથી ગાંજો ભરેલી સિગરેટ સળગાવવાની પણ ના પડી હતી. જેનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓ તે દિવસે માત્ર ધમકી આપીને જતા રહ્યા હતા પરંતુ બીજા દિવસે આવીને છરી વડે હુમલો કરી દીધો હતો. 

    મૃતક યુવકની ઓળખ વિજયભાઈ બાબરીયા (30 વર્ષ) તરીકે થઇ હતી. તેઓ દૂધસાગર રોડ પર રહેતા અને ઘરની નજીક જ પાનનો ગલ્લો ચલાવતા હતા. ગત 15 ઓગસ્ટ, 2023 (મંગળવાર)ની રાત્રે તેઓ ગલ્લા પર બેઠા હતા ત્યારે ત્યાં ચાર વ્યક્તિઓ આવી પહોંચ્યા, જેમની પાસે ગાંજો હતો.

    આરોપીઓએ ગલ્લામાં રહેલ મંદિરના દીવામાંથી ગાંજો સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. વિજયે આ શખ્સોને ગાંજો પીવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ધમકી આપીને “આવતીકાલે તને જોઈ લઈશું” તેમ કહીને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ વિજય બાબરીયા પણ ઘરે આવી ગયા હતા. પરંતુ બીજા દિવસે (બુધવારે, 16 ઓગસ્ટ) સવારે 11 વાગ્યાની આસપાસ ચાર શખ્સોએ આવીને વિજય પર છરી વડે હુમલો કરી દીધો હતો જેમાં દુકાનદારનું મૃત્યુ થયું હતું.

    હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કેસમાં આગળ તપાસ ચાલી રહી છે. ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં