Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આજે તમારો જન્મદિવસ છે, મન ભરીને બરાડા પાડજો દાદી’: સપા સાંસદ જયા...

    ‘આજે તમારો જન્મદિવસ છે, મન ભરીને બરાડા પાડજો દાદી’: સપા સાંસદ જયા બચ્ચનને ટ્વિટર પર મળી રહી છે શુભેચ્છાઓ, ઉગ્ર સ્વભાવને કારણે ટ્રોલ થયા કરે છે અભિનેત્રી

    લોકોએ જયા બચ્ચનને શુભેચ્છાઓ આપતી વખતે તેમના સ્વભાવને લઈને ટ્રોલ કર્યાં હતાં તો થોડા સમય પહેલાં રાજ્યસભામાં તેમણે ઉપરાષ્ટ્રપતિ સાથે કરેલા વર્તનને પણ નેટિઝન્સે યાદ કર્યું હતું.

    - Advertisement -

    અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ જયા બચ્ચન પોતાના ગુસ્સા અને આકરા વલણ માટે અવારનવાર સોશિયલ મીડિયા પર ટીકાપાત્ર બનતાં રહે છે. તેઓ ઘણી વખત પાપારાઝીને એલફેલ બોલતા અને તેમના પર પ્રહાર કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયાના યુગમાં નાનામાં નાની વાત પણ લોકોથી છૂપી નથી રહી શકતી એટલે યુઝર્સ જયા બચ્ચનને લઈને ઇન્ટરનેટ પર જાતજાતની કમેન્ટ કરે છે અને મીમ્સ શેર કરે છે. આજે જયા બચ્ચનનો જન્મદિવસ છે, જેથી આજે પણ નેટિઝન્સે તેમને શુભેચ્છાઓ તો પાઠવી, પરંતુ થોડા જુદા અંદાજમાં. ટ્વિટર પર જયા બચ્ચનના બર્થડેના રિએક્શન જોવા જેવા છે.

    લોકોએ જયા બચ્ચનને શુભેચ્છાઓ આપતી વખતે તેમના સ્વભાવને લઈને ટ્રોલ કર્યાં હતાં તો થોડા સમય પહેલાં રાજ્યસભામાં તેમણે ઉપરાષ્ટ્રપતિ સાથે કરેલા વર્તનને પણ નેટિઝન્સે યાદ કર્યું હતું.

    અંજલિ સિંહ ચંદેલે ટ્વિટર પર જયા બચ્ચનના ઉગ્ર સ્વભાવને લઈને લખ્યું કે, “આજે મન ભરીને બરાડા પાડજો કેમકે, આજે તમારો બર્થડે છે દાદી.”

    - Advertisement -

    હર્ષિત અગરવાલ નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, “હું 200% જયા બચ્ચન છું. હેપી બર્થડે જયા જી. મિત્રો ફોટો લેતી વખતે એમના ચહેરા પર ફ્લેશ ન મારતા.” સાથે તેમણે એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં ‘ફોર રિઝન્સ યુ આર જયા બચ્ચન’ ટાઇટલ સાથે તેમને ટ્રોલ કરવામાં આવ્યાં હતાં.

    એક વ્યક્તિએ તેમની રાજ્યસભાની ચર્ચા દરમિયાનની તસ્વીર પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

    ટ્વિટર પર જયા બચ્ચનના સ્વભાવને લઈને લોકોએ વ્યક્ત કરી હતી નારાજગી

    થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જયા બચ્ચન રાજ્યસભાના સત્ર દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિને આંગળી બતાવતાં જોવા મળે છે. આ મામલે ટ્વિટર પર જયા બચ્ચનના વર્તન સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. એક યુઝરે તો એવી મજાક કરી કે, “જયા બચ્ચનને દરેકમાં અમિતાભ બચ્ચન દેખાય છે. શાંતિ રાખો બહેન.”

    એક ટ્વિટર પેજે જયા બચ્ચનને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતાં લખ્યું હતું કે, તેમણે ફિલ્મોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું અને હવે સંસદ સભ્ય તરીકે રાજકારણમાં સેવા આપી રહ્યાં છે. જેની ઉપર કટાક્ષ કરતાં એક વ્યક્તિએ જયા બચ્ચન જેમાં ઉપ-રાષ્ટ્રપતિને આંગળી બતાવી રહ્યાં હતાં તે તસ્વીર શૅર કરીને લખ્યું કે, તેઓ રાજકારણમાં ખૂબ સારી સેવા આપી રહ્યાં છે.

    જયા બચ્ચનના અભિનયની વાત કરતા અન્ય એક ટ્વિટ નીચે રિપ્લાય કરતાં એક યુઝરે લખ્યું કે, તેમના રાજ્યસભાના અભિનયને કોઈ હરાવી શકે તેમ નથી.

    પાપારાઝી સામે હંમેશા ગુસ્સામાં હોય છે અભિનેત્રી

    જયા બચ્ચન પાપારાઝીથી બહુ ચિડાઈ જાય છે એ વાત હવે જગજાહેર છે. તેઓ આ વાતને લઈને અવારનવાર ટ્રોલ થતા હોય છે. જયા બચ્ચન કોઈપણ ફોટોગ્રાફરને આડે હાથ લઈ લે છે એટલે સોશિયલ મીડિયા પર આ પ્રકારના તેમના વિડીયો પણ બહુ જોવાય છે. એક વિડીયોમાં જયા બચ્ચને ગુસ્સામાં પાપારાઝીને એવું કહ્યું હતું કે, તમે હજુ ગબડી પડો.

    તો અન્ય એક ઇવેન્ટમાં અમિતાભ બચ્ચન સાથે પહોંચેલા પીઢ અભિનેત્રીએ પાપારાઝી પર ભડકીને કહ્યું હતું કે આવા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. ત્યારે સ્થળ પર હાજર બિગ બીએ મામલો સંભાળ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં