Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હિંદુઓએ મુસ્લિમ યુવતીનું અપહરણ કર્યું': 2022ની લેસ્ટર હિંસા હોય કે 2002નો ગોધરા...

    ‘હિંદુઓએ મુસ્લિમ યુવતીનું અપહરણ કર્યું’: 2022ની લેસ્ટર હિંસા હોય કે 2002નો ગોધરા હત્યાકાંડ, ઇસ્લામવાદીઓએ કરેલ જુઠા દાવાઓમાં અદભુત સમાનતાઓ

    લેસ્ટર તેમજ ગોધરામાં, બંને કિસ્સાઓમાં, ઇસ્લામવાદીઓ અને તેમના માફીવાદીઓએ હિંદુઓને આક્રમક તરીકે ઓળખાવવા માટે બનાવટી વાર્તાઓ રચી અને મુસ્લિમ સમુદાયની મહિલાનું સન્માન બચાવવા માટે તેમના પર આચરવામાં આવેલી હિંસાને 'પ્રતિશોધ' તરીકે વાજબી ઠેરવી હતી.

    - Advertisement -

    3 નવેમ્બર 2022ના રોજ, યુકે સ્થિત થિંક ટેન્કે ઇંગ્લેન્ડના ઇસ્ટ મિડલેન્ડ્સ પ્રદેશમાં લેસ્ટર શહેરમાં ‘RSS આતંકવાદીઓ’ અને ‘હિંદુત્વ ઉગ્રવાદી સંગઠનો’ની હાજરી વિશે ઇસ્લામવાદીઓ દ્વારા કરવામાં આવેલા ખોટા દાવાઓને રદિયો આપ્યો હતો. આવા જ ખોટા દાવાઓ 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના S6 ડબ્બાને આગ લગાવીને 59 હિંદુઓને જીવતા સળગાવ્યા બાદ પણ ઇસ્લામવાદીઓએ કર્યા હતા.

    2022ની લેસ્ટર હિંસા વખતે ઇસ્લામવાદીઓ દ્વારા હિંદુ સમુદાયને ટાર્ગેટ કરવાના તેમના કૃત્યને તર્કસંગત બનાવવા અને તેમના આક્રમક કૃત્યોને સ્વ-બચાવ માટે કરેલ હિંસા તરીકે બતાવવા માટે આ અયોગ્ય માહિતી ફેલાવવામાં આવી હતી.

    2005માં સ્થપાયેલ હેનરી જેક્સન સોસાયટી (HJS), 3 નવેમ્બરના રોજ 39 પાનાનો અહેવાલ [pdf] બહાર પાડ્યો હતો અને તારણ કાઢ્યું હતું કે ખોટા આરોપોએ લેસ્ટરમાં હિંદુ સમુદાયને નફરત, તોડફોડ અને હુમલા માટે આગળ કર્યો હતો.

    - Advertisement -
    હેનરી જેક્સન સોસાયટીના ચાર્લોટ લિટલવુડ દ્વારા અહેવાલનો સ્ક્રીનગ્રેબ

    “તે સમયે અખબારી અહેવાલોથી વિપરિત, તપાસમાં હિંદુત્વ ઉગ્રવાદી સંગઠનો લિસેસ્ટરમાં કાર્યરત ન હતા, પરંતુ તેના બદલે સંગઠિત હિંદુત્વ ઉગ્રવાદ અને આતંકવાદના મુદ્દા તરીકે ખોટી રીતે રજૂ કરાયેલા સૂક્ષ્મ-સમુદાયિક જોડાણનો મુદ્દો શોધી કાઢ્યો હતો,” અહેવાલનો સારાંશ વાંચે છે.

    “RRS આતંકવાદીઓ અને હિંદુત્વ ઉગ્રવાદીઓના દાવાઓ ઉપરાંત, મસ્જિદ પર હુમલો, અપહરણ (અપહરણનો આરોપ લગાવનાર વ્યક્તિ દેશમાં ન હતો અને ત્રણ પુરુષો દ્વારા 14 વર્ષની છોકરી સાથે સંપર્ક)ના આરોપો હતા (બાદમાં લેસ્ટર પોલીસ દ્વારા અસત્યની પુષ્ટિ કરવામાં આવી હતી)” અહેવાલમાં તારણ કાઢ્યું.

    આ ખોટા દાવાઓની શરૂઆત 13 સપ્ટેમ્બર 2022ના રોજ, મજીદ ફ્રીમેન નામના ષડયંત્રકારી અને મુસ્લિમ કટ્ટરપંથીએ આરોપ મૂક્યો હતો કે 3 પુરુષોએ એક કિશોરવયની મુસ્લિમ છોકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે થઇ હતી. “પુષ્ટિ: આજે સવારે લેસ્ટરની એક કોલેજથી દૂર એક ઘટના બની,” તેણે ટ્વિટ કર્યું. જે બાદ તેણે શ્રેણીબદ્ધ રીતે આવા જૂથ ફેલાવતી ટ્વીટ્સ કરીને સાંપ્રદાયિક તણાવ વધારવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો.

    માજિદ ફ્રીમેન દ્વારા ટ્વીટનો સ્ક્રીનગ્રેબ
    માજિદ ફ્રીમેન દ્વારા ટ્વીટનો સ્ક્રીનગ્રેબ

    મુસ્લિમ સમુદાયમાં ઉન્માદ ફેલાવવા અને લિસેસ્ટર હિંદુઓ સામે હિંસાનો પાયો નાખવા માટે માજિદ ફ્રીમેન દ્વારા ઇરાદાપૂર્વકના પ્રયાસે શહેરના મેયરને તેમની સાથે બેઠક ગોઠવવાનું બંધ કર્યું નહીં.

    2002ના ગોધરા હત્યાકાંડ બાદ પણ ઇસ્લામવાદીઓએ આ જ મોડસ ઓપરેન્ડી વાપરી હતી

    સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા 59 હિંદુઓને ગોધરામાં ઇસ્લામવાદીઓએ જીવતા સળગાવી દીધાના 21 વર્ષ થયા છે. જો કે, હત્યાકાંડ બહાર આવ્યા પછી તરત જ, સામાન્ય શંકાસ્પદ લોકોએ અયોધ્યાથી પાછા ફરતા કારસેવકોની ક્રૂર હત્યાને તર્કસંગત બનાવવા માટે કાવતરાની થિયરી શરૂ કરી દીધી હતી.

    મુખ્યપ્રવાહના મીડિયામાં જે બનાવટી વાર્તાઓ ફેલાઈ રહી હતી તેમાંની એક હતી કારસેવકો દ્વારા એક યુવાન મુસ્લિમ છોકરીનું કથિત અપહરણ તેના પિતા (જે દાઢીવાળા ચા વિક્રેતા હતા) સાથેના વિવાદ બાદ કરવામાં આવ્યું હતું.

    “અરાજકતા જોઈને, સ્ટેશન પર હાજર વૃદ્ધ વ્યક્તિની પુત્રી (16) આગળ આવી અને તેના પિતાને કારસેવકોથી બચાવવાનો પ્રયાસ કર્યો. તે પોતાના પિતાને મારવાનું બંધ કરવા અને તેમને એકલા છોડી દેવા વિનંતી કરતી રહી,” આઉટલુકમાં એક અહેવાલ વાંચે છે.

    “પરંતુ તેની તકલીફો સાંભળવાને બદલે, કારસેવકોએ યુવતીને ઉપાડી અને તેના ડબ્બામાં (S-6) અંદર લઈ ગયા અને ડબ્બાના દરવાજા બંધ કરી દીધા. ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મની બહાર જવાનું શરૂ કર્યું,” અહેવાલમાં આગળ કહેવાયું.

    બાદમાં, નાણાવટી કમિશને, કેસની તપાસ કરી, આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેના પુરાવાઓની કાળજીપૂર્વક તપાસ કર્યા પછી, કમિશન એવા નિષ્કર્ષ પર આવ્યા કે માનવામાં આવેલ પીડિતાનું સંસ્કરણ સાચું લાગતું નથી.

    “તેઓ બુકસ્ટોલની નજીક હતા ત્યારે તેનું અપહરણ કરવાનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એ થશે કે તેઓ લગભગ પ્લેટફોર્મના આચ્છાદિત ભાગની મધ્યમાં હતા અને રેલ્વે સ્ટાફની ઓફિસની ખૂબ નજીક હતા. પુરાવા જાહેર કરે છે કે પ્લેટફોર્મ પર ઘણા લોકો હતા,” કમિશને નોંધ્યું હતું.

    “યાત્રીઓ સિવાય, ઘણા મુસ્લિમ વિક્રેતાઓ ત્યાં હતા. રેલવે સ્ટાફ તેમની ઓફિસમાં હાજર હતો. કેટલાક પોલીસકર્મીઓ પણ હાજર હતા. જો તેણે પોતાને બચાવવા માટે બૂમો પાડી હોત તો તેઓ ઓછામાં ઓછા નજીકના કેટલાક લોકો દ્વારા સાંભળવામાં આવ્યા હોત પરંતુ એક પણ વિક્રેતા અથવા અન્ય કોઈ તેના સંસ્કરણને સમર્થન આપવા માટે આગળ આવ્યું નથી.” કમિશને ભારપૂર્વક જણાવ્યું હતું.

    બંને કિસ્સાઓમાં ઇસ્લામવાદીઓના ખોટા દવાઓમાં દેખાઈ અદભુત સામ્યતા

    હિંદુઓને ટાર્ગેટ કરતી હિંસાની બે ઘટનાઓ અને એક મુસ્લિમ છોકરીનું અપહરણ, હિંદુઓ દ્વારા સતામણી કરવામાં આવી હોવાની ઇસ્લામવાદીઓ દ્વારા ફેલાવાયેલ બનાવટી વાર્તાઓ વચ્ચેની સમાનતાઓ ઉડીને આંખે વળગે એવી છે.

    બંને કિસ્સાઓમાં, લેસ્ટર તેમજ ગોધરામાં, ઇસ્લામવાદીઓ અને તેમના ક્ષમાવાદીઓએ હિંદુઓને આક્રમક તરીકે લાવવા માટે નકલી વાર્તાઓ રચી અને મુસ્લિમ સમુદાયની મહિલાનું સન્માન બચાવવા માટે તેમના પર આચરવામાં આવેલી હિંસાને ‘પ્રતિશોધ’ તરીકે વાજબી ઠેરવી.

    જો કે, જોઈ શકાય છે તેમ, બંને કિસ્સાઓમાં, મુસ્લિમ છોકરીની ઉત્પીડનની આવી કોઈ ઘટના બની જ નથી અને હિંદુઓ પર હિંસા ફેલાવવા અને વધુ પ્રચાર કરવા માટે તથ્યોને અસ્પષ્ટ કરવા માટે બનાવટી વાર્તા બનાવવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં