ઝારખંડના પલામુમાં હિંસા બાદ વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. જેના કારણે હિંદુઓને મહાશિવરાત્રીના દિવસે શિવ વિવાહ યાત્રા કાઢવા મળશે નહી. પ્રશાસને ધારા 144નો હવાલો આપીને મંજુરી આપી નથી.
યાદ રહે, હિંદુ ધર્મમાં માનનારાઓ માટે શિવરાત્રિ અતિ આસ્થાનો તેહવાર છે. આ દિવસે તેઓ વર્ષોથી ધૂમધામથી શિવ વિવાહ યાત્રા કાઢતા હોય છે. પરંતુ ઝારખંડમાં આ હક હિંદુઓને મળી રહ્યો નથી. આ કારણે હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
થોડા દિવસ પૂર્વે ઝારખંડનાં પલામુ ખાતે તોરણદ્વાર બાંધવા બાબતે મુસ્લિમ સમૂદાયના લોકોએ વિરોધ નોધાવી તોરણ તોડી પાડ્યું હતું. આ ઘટનાને લઈને ત્યા ઉગ્ર બોલાચાલી બાદ દંગા થયા હતા. જેમાં મસ્જિદમાંથી પત્થરો અને પેટ્રોલબોમ્બ ફેંકવામાં આવ્યા હતા.
ઑપઇન્ડિયા સ્ટાફને મળેલી માહિતી મુજબ આ હિંસાનું આયોજન છેલ્લા કેટલાક મહિનાઓથી કરવામાં આવી રહ્યું હતું. તેના માટે મુખ્ય કારણ મસ્જિદથી લગભગ 150-200 મીટરના અંતરે આવેલ પ્રાચીન હનુમાન મંદિર છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે દર મંગળવારે હનુમાન મંદિરમાં ભજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાબત આ લોકોને પસંદ હતી નહિ. જ્યાં હાલમાં પ્રશાસને કાર્યક્રમો બંધ કરાવી દીધા છે.
આ મામલે સ્થાનિક લોકોએ ગંભીર આરોપ લગાવ્યા હતા, તેઓનું કહેવું છે કે અહિયાં કોઈ પણ હિંદુ તહેવાર હોય ત્યારે મુસલમાનો દ્વારા ઉત્પાત મચાવવામાં આવે છે, ત્યાં સુધી કે કોઈ હિંદુ પરિવારમાં લગ્ન હોય તો કોઈં પણ કારણો આગળ કરીને ઝઘડો કરવામાં આવે છે. હાલમાં તોરણદ્વાર વળી ઘટનામાં જે પણ હિંસા કરવામાં આવી તે પૂર્વ નિયોજિત હતી. કારણ કે અહિયાં આટલા મુસ્લિમો રહેતા જ નથી તો આટલી સંખ્યામાં આવ્યા ક્યાંથી?
એક સ્થાનિક દુકાનદારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મસ્જિદમાંથી અજાન આપતી વખતે એટલો અવાજ રાખવામાં આવે છે કે હુ મારા ગ્રાહક સાથે વાત પણ કરી શકતો નથી. આ બધુ જ ઈરાદા પૂર્વક કરવામાં આવી રહ્યું છે.
શિવ વિવાહ યાત્રાની મંજુરી ન આપતા અધિકારીએ હિંદુઓની આસ્થાનું જરા પણ માન ન રાખીને ચોખ્ખું કહ્યું હતું કે “શિવ વિવાહ યાત્રાની મંજુરી ન મળવા બાબતે વધુ લાગણીશીલ થવાની જરૂર નથી. ધારા 144 લાગુ છે, એટલે મંજુરી મળશે નહી.”