Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆરિફે વિધવા હિંદુ મહિલા સાથે ગુડ્ડુ બનીને મિત્રતા કરી, ઇસ્લામ અપનાવવા માટે...

    આરિફે વિધવા હિંદુ મહિલા સાથે ગુડ્ડુ બનીને મિત્રતા કરી, ઇસ્લામ અપનાવવા માટે દબાણ કર્યું, ઈનકાર કરતાં કરી નાંખી હત્યા

    ચંદા સિહને પોતાના ગામ લઇ જઈ, તેની આજુ બાજુના લોકો ભેગા થઇ ગયા હતા. ચંદા સિંહે ઇસ્લામ અપનાવવાનું ના પાડતા આરીફ અને તેના સાથીઓ ગુસ્સે થઇ ગયા હતા, તેને માર માર્યો હતો. આરીફ ચંદાને એમ્બુલન્સમાં લઇ જઈ ગળું દબાવી હત્યા કરી મૂકી હતી. 

    - Advertisement -

    ઉત્તરપ્રદેશથી એક વિચલિત કરી મુકે તેવી ખબર સામે આવી રહી છે. એક વિધવા હિંદુ મહિલા સાથે નામ બદલીને દોસ્તી કરી, તેને ઈસ્લામ અંગીકાર કરવા દબાણ કરવામાં આવ્યું, તેની વાત ન માનતા તેની હત્યા કરી દેવામાં આવી છે. ભારતમાં ધર્મ પરિવર્તન કરવું કાયદેસર છે, પરંતુ ધાક ધમકી કે લાલચથી ધર્મ પરિવર્તન કરાવવુ ગેરકાયદેસર છે. ઘણા રાજ્યોએ તો આ બાબતે સ્થાનિક બાબતોને ધ્યાનમાં લઈને પોતાના કાયદાઓ પણ બનાવ્યા છે.

    મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના કૌશંબિ જીલ્લામાં આવેલા અષાઢા ગામમાં એમ્બુલન્શ ચાલક આરીફ એક હિંદુ વિધવા મહિલાને પોતાની ઓળખ છુપાવી ફસાવી હતી. મહિલાના પરિજનો પાસેથી મળેલી માહિતી અનુસાર મહિલાનું નામ ચંદા સિંહ છે, તેના માતા પિતાનું નામ અનુક્રમે શ્રીમતિ દેવી અને રામસિંગાર છે. જેઓ બલિયા જિલ્લાના નગરા ચચયાના રહેવાસી છે. ચંદા સિંહના લગ્ન મઉ જિલ્લાના હલદપુર નિવાસી દુર્ગેશ સિંહ સાથે થયા હતા. પરંતુ તેની તબિયત ઠીક ન હોવાથી તેમનું મૃત્યુ થયું હતું. ચંદા સિંહ તેમની બે દિકરી ઝીલમીલ અને રિમઝીમ સાથે રહેતી હતી. ત્યારે જ તેનો સંપર્ક મહેવાઘાટના આરીફ સાથે થયો હતો. જો કે આરિફે તેની ઓળખ છુપાવી પોતાને ગુડ્ડુ રાજપૂત તરીકે ઓળખાવ્યો હતો. ત્યારબાદ તેણે ચંદા સિંહના ઘરે અવર જવર ચાલુ કરી હતી.

    આરીફએ મહિલાને પોતાની સંપત્તિ વેચીને કૌશંબી આવી જવા અને કારોબાર કરીશું તેવી લાલચ આપી હતી. મહિલા તેની વાતમાં આવીને પોતાની સંપત્તિ વેચીને કૌશંબીમાં આવી ગઈ હતી. ત્યા તેણે નવું ઘર બનાવવાનું પણ શરૂ કરી દીધુ હતું, જો કે ઘર બનતું હોવાથી તે ભાડે રહેતી હતી. પરંતુ જ્યારે ત્યાં રહેવા ગઈ ત્યારે ખબર પડી હતી કે જે વ્યક્તિ ગુડ્ડુ રાજપૂત બન્યો હતો તે ખરેખર તો આરીફ છે. ત્યારે જ ચંદા સિંહએ તે વાતની જાણ તેની માતા શ્રીમતી દેવીને પણ ફોન કરીને કરી હતી. આ વાત હાલમાં  શ્રીમતી દેવીએ પોલીસને પણ કરી હતી.

    - Advertisement -

    આરીફે ચંદા સિંહ પર ધીરે ધીરે ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કર્યું હતું. ચંદા સિહને પોતાના ગામ લઇ જઈ, તેની આજુ બાજુના લોકો ભેગા થઇ ગયા હતા. ચંદા સિંહે ઇસ્લામ અપનાવવાનું ના પાડતા આરીફ અને તેના સાથીઓ ગુસ્સે થઇ ગયા હતા, તેને માર માર્યો હતો. આરીફ ચંદાને એમ્બુલન્સમાં લઇ જઈ ગળું દબાવી હત્યા કરી મૂકી હતી. આમ વિધવા હિંદુ મહિલા પર અત્યાચાર કરી હત્યા કરી મૂકી હતી. પોલીસ આખા મામલાની તપાસ કરી રહી છે. 12 લોકો સામે કેસ નોધવામાં આવ્યો છે.

    નામ છુપાવી ધર્મ પરિવર્તન કરાવવું આ પહેલો કિસ્સો નથી આગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બની ચુક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં