ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના એક આશ્રમ ખાતે આઝમ ખાનના અત્યાચારથી ધર્મપરિવર્તન કરનારા 80 લોકોની ઘરવાપસી કરાવવામાં આવી હતી, આશ્રમના મહારાજ યશવીર દ્વારા શુદ્ધિકરણ યજ્ઞ યોજીને ગાયત્રી મંત્રોના ઉચ્ચારણ અને ગંગાજળ પીવડાવીને આ તમામ લોકોને ફરી સનાતન હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો, આ સાથેજ તેમના મુસ્લિમ નામોને ત્યજાવીને તેમને નવા હિંદુ નામો ધારણ કરાવવામાં આવ્યાં હતા.
અહેવાલો અનુસાર મીડિયા રિપોર્ટ્સ અનુસાર , આ ઘર વાપસી કાર્યક્રમ મુઝફ્ફરનગરના બઘરા બ્લોક સ્થિત યોગ સાધના આશ્રમમાં યોજાયો હતો. આ દરમિયાન મહારાજ યશવીરે ઘર વાપસી કરી રહેલા સભ્યો પર આઝમ ખાન દ્વારા કરવામાં આવેલા અત્યાચારની માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ તમામ 80 લોકો આઝમ ખાનના અત્યાચારથી ધર્મપરિવર્તન કરનારા લોકો છે, તેમને લાલચ આપી અને ધમકાવીને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હતો. સનાતનમાં પરત ફરેલા લોકોનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વૈદિક મંત્રોની વચ્ચે હવન કરતા જોવા મળી રહ્યા છે.
#मुज़फ्फरनगर
— VARUN SHARMA (@VARUNSH19745311) December 11, 2022
रामपुर के 80 मुस्लिम व दलित परिवारो ने की हिन्दुधर्म में घर वापसी, आजम खान सहित सपा सरकार पर लगाये आरोप हिन्दूरीति अनुसार हिन्दू धर्म अपनाया @ETVBharatUP @muzafarnagarpol @IPSVineet @DmMuzaffarnagar @BJP4UP @yadavakhilesh @myogiadityanath pic.twitter.com/U5XxEjI5SK
આઝમ ખાન પર ગંભીર આરોપ
નોંધનીય છે કે ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવનારા આ તમામ લોકોએ પણ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે લગભગ 12 વર્ષ પહેલા આઝમ ખાને તેમને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવ્યો હતો. આ તમામનો આરોપ છે કે ધર્મ પરિવર્તન કર્યા બાદ પણ તેમની તમામ જમીન આઝમ ખાનના લોકોએ હડપ કરી લીધી હતી, જેના કારણે આજે તેઓ મુસ્લિમ ધર્મ છોડીને ફરી હિંદુ બની ગયા છે.
ધર્માંતરણ બાદ સહન કરેલી યાતના
હરજાનાથી સવિતા બનેલી મહિલાએ પણ આઝમ ખાન પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું, “પહેલા તે સવિતા હતી, પરંતુ અમે આઝમ ખાનના દબાણમાં મુસ્લિમ બની ગયા. અમારી જમીન છીનવાઈ ગઈ. આઝમ ખાનના કારણે લાખો લોકો પરેશાન છે. અમને મુસ્લિમ બનવા માટે મજબૂર કરવામાં આવ્યા. દુનિયાને ટોર્ચર કરીને આઝમ ખાન જેલમાં ગયો. હવે અમે અમારા લોકોની વચ્ચે રહીને ખૂબ જ ખુશ છીએ.
આ ઉપરાંત ઇમરાનાથી કવિતા બનનારી અન્ય એક મહિલાએ જણાવ્યું કે 12 વર્ષ પહેલા આઝમ ખાનના માણસોએ અમારૂ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેઓએ અમારી સાથે ખુબ ક્રુરતા આચરી હતી, અમે તે ધર્મમાં ખુબ દુઃખી હતા. હજુ તે ઓછું હોય તેમ અમારા ધર્મ પરિવર્તન બાદ તેઓએ અમારી જમીન પણ છીનવી લીધી. અમે અમારા બાળકોનું પોષણ પણ નહોતા કરી શકતા, તેમણે ઘણા લોકો સાથે આવું કર્યું છે.