મહારાષ્ટ્રમાં એક દલિત યુવકને મુસ્લિમ પ્રેમિકા અને તેના પરિજનોએ ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરવાનો અને બળજબરીથી સુન્નત કરાવડાવવાનો મામલો સામે આવ્યો છે. આ યુવકનું નામ દિપક સોનવણે છે જે સંભાજીનગર સ્થિત મરાઠાવાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરે છે. તેની પ્રેમિકા સના અને તેના પરિજનોના માનસિક ત્રાસ અને વસૂલીને લઈને તેણે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી.
દિપકે તેની પ્રેમિકા સના ફરહીન શાહમીર શેખ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે. ઉપરાંત, આ ફરિયાદમાં શાહમીર શમશુદ્દીન શેખ, ખ્વાજા સૈયદ, શબાના બેગમ શેખ, શાઝિયા સદફ શાહમીર શેખ, AIMIM સાંસદ ઈમ્તિયાઝ ઝલીલ અને તેના બોડીગાર્ડ્સનાં નામો પણ સામેલ કરવામાં આવ્યાં છે.
કોલેજમાં અભ્યાસ કરતી વખતે સના તેની ક્લાસમેટ હતી. બંને પહેલાં મિત્રો બન્યાં અને ત્યારબાદ સબંધો પ્રેમમાં પરિણમ્યા હતા. દિપકે ફરિયાદમાં જણાવ્યું કે, ત્યારબાદ સનાએ તેને લગ્ન માટે કહ્યું હતું અને એટલું જ નહીં, તેણે તેને ઇસ્લામ અંગીકાર કરી લેવા, નમાઝ પઢવા અને કુરાન વાંચવા માટે પણ કહ્યું હોવાનું પીડિત યુવકે જણાવ્યું છે.
ત્યારબાદ યુવકે સનાના માતા-પિતાને આ બાબતની જાણ કરતાં તેમણે તેને આશ્વાસન આપીને કહ્યું કે તેઓ તેમની પુત્રીને સમજાવી દેશે અને તેણે ચિંતા કરવાની જરૂર નથી.
પછી શરૂ થયો માનસિક ત્રાસ
ત્યારબાદ તેને અપાયેલા માનસિક ત્રાસ વિશે દિપક કહે છે કે, માર્ચ 2021માં તેની પ્રેમિકાના માતા-પિતા અને અન્ય પરિજનોએ તેને ગુલમંદી વિસ્તારમાં મળવા માટે બોલાવતાં તે ગયો હતો અને બળજબરીથી તેઓ તેમના ઘરે લઇ ગયા હતા અને એક રૂમમાં પૂરી દીધો હતો. તેણે જણાવ્યું કે, શાહમીર શેખ અને ખ્વાજા સૈયદે તેના કપડાં કાઢી નાંખીને હાથ-પગ બાંધી દીધા હતા અને તેના મોંમાં કપડું ફસાવીને શાહમીરે તેના શરીર પર પેશાબ કર્યો હતો. એટલું જ નહીં, તેઓ ઇસ્લામ અંગીકાર કરવા દબાણ કરી રહ્યા હતા ત્યારે સના અને શાહમીરે આ કૃત્યનો એક વિડીયો પણ શૂટ કર્યો હતો.
All this is mentioned in his FIR. Also giving a link to his press conference here. https://t.co/GCeEp12Vq8 cc @AmanChopra_ @republic @Dev_Fadnavis
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) November 18, 2022
દિપક આગળ આપવીતી જણાવતાં કહે છે કે, ત્યારબાદ સના અને તેની માતા અને બહેનો તેને હોસ્પિટલ લઇ ગયાં હતાં અને કહ્યું હતું કે તે તેને મુસ્લિમ બનાવવા માટે ત્યાં લાવ્યાં છે અને તેનું સુન્નત કરવામાં આવશે. ત્યારબાદ એવી પણ ધમકી આપવામાં આવી હતી કે જો તે કોઈને કહેશે તો તેઓ તેના વિડીયો વાયરલ કરીને બદનામ કરશે અને તેના પરિવારને પણ મારી નાંખશે. ત્યારબાદ તેનું સુન્નત કરી નાંખવામાં આવ્યું અને ફરી ગુલમંદી લઇ આવ્યાં હતાં. જ્યાંથી તે ઘરે પરત ફર્યો હતો.
11 લાખ રૂપિયાની વસૂલી કરી
દિપકે એ બાબતે પણ માહિતી આપી છે કે કઈ રીતે મુસ્લિમ પ્રેમિકાના પરિવારે તેની પાસેથી વસૂલી કરી હતી અને તેને જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા હતા. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, સના અને તેના પરિવારે મારા ઘરે આવીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, કેસ દાખલ કરી જીવન બરબાદ કરી નાંખવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. તેણે કહ્યું કે, તેણે 7 લાખ રોકડા અને પછીથી 4 લાખનું ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. જોકે, તેમ છતાં સામે પક્ષેથી 25 લાખની માંગણી કરવામાં આવી હતી. પરંતુ દિપકે કહ્યું કે, તેની પાસે પૈસા ન હોવાથી તેણે ઇનકાર કરી દીધો હતો.
ત્યારબાદ ઓગસ્ટ 2021માં સનાએ તેની સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને ત્યારબાદ આઇપીસીની કલમ 354 (યૌન ઉત્પીડન) હેઠળ કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ થયા બાદ સનાએ તેને ફોન કરીને કહ્યું હતું કે, દિપક સોનવણે ન માનવાથી સનાના પરિજનોએ કેસ દાખલ કરાવ્યો છે પરંતુ તે સંભાળી લેશે. ત્યારબાદ ડિસેમ્બર 2021માં તે સના અને તેના પરિજનોને જિલ્લા કોર્ટમાં મળ્યો હતો, જ્યાં તેમણે કહ્યું હતું કે, કાં તે 25 લાખ આપે અથવા ઇસ્લામ સ્વીકારે, તો જ તેઓ કેસ પરત ખેંચી લેશે.
દિપક સોનવણે તેની ફરિયાદમાં જણાવે છે કે, ગત 12 ઓગસ્ટના રોજ સના અને ખ્વાજાએ તેને બોલાવીને ડૉ. ઝાકીર નાઈકના વિડીયો બતાવ્યા હતા અને નમાઝ અદા કરવા માટે દબાણ કર્યું હતું. જેનો વિરોધ કરતાં તેમણે મારપીટ કરી હતી અને જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા હતા. તેમણે તેની મહાર જાતિને નીચી ગણાવીને અપશબ્દો કહ્યા હતા.
AIMIM સાંસદનું શું કનેક્શન છે?
સંભાજીનગર મુસ્લિમ બહુમતી મતવિસ્તાર છે. અહીં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ઈમ્તિયાઝ ઝલીલ સાંસદ છે. તેઓ પહેલેથી જ સ્થાનિક મુસ્લિમો પ્રત્યે નરમ વલણ દાખવનારા રહ્યા છે ત્યારે હવે આ કેસમાં પણ ઇસ્લામીઓના બચાવમાં તેમનું નામ પણ સામે આવ્યું છે. નોંધવા જેવી બાબત એ છે કે, ઝલીલ આ બેઠક પર દલિત મતોથી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ હવે જ્યારે એક દલિતને પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમનું નામ ઇસ્લામીઓને બચાવનાર તરીકે સંડોવાયું છે.
પીડિત યુવક આગળ જણાવે છે કે, 20 ઓગસ્ટના રોજ તેને કારમાં બેસાડીને સાંસદ ઝલીલના ઘર પાસે લઇ જવામાં આવ્યો હતો અને તેની હાજરીમાં કોચિંગ ક્લાસના વર્ગખંડમાં બંધ કરીને સાંસદના બોડીગાર્ડ્સે તેની સાથે મારપીટ કરીને દોઢ લાખ રોકડા, એક લેપટોપ અને વન પ્લસ કંપનીનો મોબાઈલ આંચકી લીધો હતો અને મારી નાંખવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. તેમણે પણ તેને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા.
યુવક અગાઉ પણ કરી ચૂક્યો છે ફરિયાદ
પ્રેસ કોન્ફરન્સમાં યુવકે જણાવ્યું કે, તે અગાઉ પણ સીપી ઓફિસ ખાતે અનેક વખત ફરિયાદ કરી ચૂક્યો છે પરંતુ ક્યારેય આ બાબત ગંભીરતાથી લેવામાં આવી નથી. ઉપરાંત, જ્યારે પણ તે ફરિયાદ દાખલ કરતો હતો ત્યારે તેની સામે યુવતી અને તેના પરિજનો દ્વારા આઇપીસીની જુદી-જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવતો હતો. તેણે પ્રેસ કોન્ફરન્સમાં એવો પણ પ્રશ્ન ઉટાવ્યો હતો કે શું સીપી ઓફિસ સાથે પણ આ બાબતને કંઈ લાગે-વળગે છે કે કેમ? કે કોના ઈશારે આ થઇ રહ્યું હતું?
જોકે, દિપક સોનવણે સામે આઇપીસીની કલમ 354 અને 376 હેઠળ નોંધાયેલા કેસમાં સેશન્સ કોર્ટના મુસ્લિમ ન્યાયાધીશે તેને જામીન આપ્યા હતા. જોકે, તેણે કહ્યું કે, તેમણે આપવા જ પડ્યા હોત કારણ કે તેની સામે લાગેલા આરોપો ખોટા હતા.
દિપકના એક સાથીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મતવિસ્તારના પ્રતિનિધિ તરીકે ઈમ્તિયાઝ ઝલીલે દિપકનો પક્ષ પણ સાંભળવો જોઈતો હતો પરંતુ સનાના પરિજનોએ તેમને કહ્યું હતું કે, દિપક પાસે યુવતીના આપત્તિજનક ફોટા-વિડીયો હતા. આ રીતે, ઈમ્તિયાઝ ઝલીલે માત્ર મુસ્લિમોના જ સાંસદ હોય તેવો વ્યવહાર કર્યો હતો.
ધમાલ દરમિયાન દિપકે કોઈ રીતે ફોન કાઢીને પોલીસને ફોન લગાવ્યો હતો અને તેઓ તેને પોલીસ સ્ટેશને લઇ જઈ સાંસદ અને તેના બોડીગાર્ડ્સ સામે કેસ દાખલ કર્યો હતો.