Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબી પુલ દુર્ઘટનાનો પહેલો CCTV વિડીયો આવ્યો સામે, ભયાનક દ્રશ્યો જોવા મળ્યા:...

    મોરબી પુલ દુર્ઘટનાનો પહેલો CCTV વિડીયો આવ્યો સામે, ભયાનક દ્રશ્યો જોવા મળ્યા: PM મોદીએ પણ વ્યક્ત કર્યું દુઃખ

    વિડીયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે પુલ પર હાજર સંખ્યાબંધ લોકોમાથો કેટલાક યુવાનો એક સાથે એ પુલને ધક્કો મારીને ઝૂલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એવામાં એક જ ક્ષણમાં પુલ તૂટીને પાણીમાં ગરકાવ થઇ જાય છે અને સાથે જ તેના પર હાજર લોકો પણ તણાઈ જાય છે.

    - Advertisement -

    ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશ હાલ મોરબી પુલ દુર્ઘટના પર શોકમાં છે. રાહત અને બચાવ કાર્યોની સાથે જ એ પણ તાપસ ચાલી રહી છે કે આ આપત્તિ દુર્ઘટના જ હતી કે માનવનિર્મિત વિધ્વંશ. એવામાં તે પુલ પરના એક સુરક્ષા કેમેરાનું એક CCTV ફૂટેજ સામે આવ્યું છે જેમાં પૂલ તૂટવાની થોડી ક્ષણો પહેલાનો વિડીયો રેકોર્ડ થયો છે.

    સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો જોવા મળી રહ્યો છે જે મોરબી ઝૂલતા બ્રિજના CCTVનો હોવાનું જાણી શકાય છે. વિડીયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે પુલ પર હાજર સંખ્યાબંધ લોકોમાંથી કેટલાક યુવાનો એક સાથે એ પુલને ધક્કો મારીને ઝૂલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એવામાં એક જ ક્ષણમાં પુલ તૂટીને પાણીમાં ગરકાવ થઇ જાય છે અને સાથે જ તેના પર હાજર લોકો પણ તણાઈ જાય છે.

    આ વિડીયો બહાર આવ્યો એ પહેલા જ રવિવારે અમુક યાત્રીઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે કેટલાક યુવાનો જાણી જોઈને પુલને હલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ઘણા પ્રવાસીઓએ આ બાબતે પુલના મેનેજમેન્ટનું ધ્યાન પણ દોર્યું હતું પરંતુ તેઓએ કોઈ દરકાર લીધી નહોતી. હવે CCTV ફૂટેજ સામે આવ્યા બાદ આ પ્રવાસીઓની વાતને સમર્થન મળી રહ્યું છે.

    - Advertisement -

    PM મોદીએ કેવડિયાથી મોરબી હોનારતના મૃતકોને કર્યા યાદ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ પોતાના 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે તેઓએ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લીધો હતો. આ ક્રાયક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં PMએ મોરબી પુલ દુર્ઘટના વિષે વાત કરી હતી.

    PM માંડીએ કહ્યું, “હું હાલ એકતાનગરમાં છું પરંતુ મારુ મન હાલ મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે.” આટલું કહેવા સાથે જ તેઓ ભાવુક થયેલા નજરે પડ્યા હતા.

    તેમણે આગળ જણાવ્યું કે કદાચ જ આ પહેલા તેમના જીવનમાં તેમણે આવી પીડા અનુભવી હશે. તેમણે પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે દુઃખની આ ઘડીમાં સરકાર દરેક રીતે પીડિતોની સાથે છે. આગળ તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દરેક રીતે રાજ્ય સરકારને મદદ પુરી પડી રહી છે અને રાજ્ય સરકાર પણ પોતાની તમામ તાકાત લગાવીને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં