Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભોપાલનો શેખ જાહિદ હિંદુ યુવતી સાથે 14 વર્ષ સુધી બ્રાહ્મણ બનીને રહ્યો,...

    ભોપાલનો શેખ જાહિદ હિંદુ યુવતી સાથે 14 વર્ષ સુધી બ્રાહ્મણ બનીને રહ્યો, ભાંડો ફૂટી જતાં ધર્માંતરણ માટે દબાણ કરી મારપીટ કરી

    પીડિત યુવતીનું કહેવું છે કે આરોપી શેખ ઝાહિદ અને તેના ભાઈ શેખ સાજિદ દ્વારા તેના પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના શુજાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મ પરિવર્તન માટે હિન્દુ યુવતીને પ્રતાડિત કરવાનો મામલો સામે આવ્યો છે. શેખ જાહિદે બ્રાહ્મણ બનીને 14 વર્ષ સુધી હિંદુ યુવતી સાથે સબંધો રાખ્યા હતા, બાદમાં ભાંડો ફૂટી જતાં યુવતીને ધર્માંતરણ કરવા મારઝુડ કરતો હતો. પીડિત યુવતીની ફરિયાદ પર બે લોકો વિરુદ્ધ ધર્મ પરિવર્તન માટે દબાણ, શારીરિક અને માનસિક શોષણ, બળાત્કાર અને ધર્માંતરણ કાયદાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે આરોપી શેખ જાહિદની ધરપકડ કરી ગુરુવારે તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. સાથે જ પીડિતાને ધમકી આપનાર આરોપીના ભાઈની શોધખોળ ચાલી રહી છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર બુધવારે પોલીસ સ્ટેશન પહોંચેલી પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તે ભોપાલની રહેવાસી છે. તે પરિણીત હતી પરંતુ પારિવારિક વિવાદ અને અન્ય કારણોસર તેના પતિ સાથેના સંબંધો તૂટી ગયા હતા. આ પછી તેની ઓળખાણ સુજલપુરના રહેવાસી શેખ સઈદના પુત્ર શેખ જાહિદ ઉર્ફે ગામા સાથે થઈ હતી, જે તેના સંબંધીના ઘરે આવતો જતો રહેતો હતો. ઝાહિદે તેનું અસલી નામ છુપાવ્યું હતું અને બ્રાહ્મણ હોવાનો ઢોંગ કરીને મહિલા સાથે મિત્રતા કરીને નજીક આવી ગયો હતો. આ પછી મહિલાને ભરોસામાં લઇ જાહિદે બ્રાહ્મણ બનીને 14 વર્ષ સુધી હિંદુ યુવતી સાથે સબંધો રાખ્યા હતા. આ દરમિયાન મહિલા ગર્ભવતી બની હતી. જે પછી તેણે કોર્ટમાં કેટલાક દસ્તાવેજો પર સહી કરી કોર્ટ મેરેજ કર્યા હોવાની જાણકારી આપી હતી.

    આ પછી મહિલાને ખબર પડી કે તે જેની સાથે ઘણાં વર્ષોથી રહે છે તે વાસ્તવમાં મુસ્લિમ છે અને તેણે ખોટું બોલીને તેની સાથે સંબંધ બાંધ્યો હતો. કોર્ટ મેરેજ બાદ આરોપીએ તેને સતત હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું અને શારીરિક અને માનસિક ત્રાસ આપવા ઉપરાંત સતત માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં પોલીસે શેખ ઝાહિદ અને તેના ભાઈ શેખ સાજીદ વિરુદ્ધ બળાત્કાર, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી અને MP ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પીડિત યુવતીનું કહેવું છે કે આરોપી શેખ ઝાહિદ અને તેના ભાઈ શેખ સાજિદ દ્વારા તેના પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પર ધર્મ પરિવર્તન કરવા અને માંસાહારી ખોરાક લેવાનું પણ દબાણ કરવામાં આવ્યું હતું. તે તેને નમાઝ અદા કરવા માટે પણ કહેતો હતો. પીડિત યુવતીએ પોલીસને અપીલ કરી હતી કે તે આરોપી અને તેના પરિવારથી છુટકારો મેળવવા માંગે છે, તે તેના સંબંધીઓ સાથે ભોપાલ જવા માંગે છે.

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર શુજાલપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રેમલતા ખત્રીએ જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કર્યા બાદ બંને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી શેખ જાહિદની ધરપકડ કરીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ કેસમાં અન્ય આરોપી શેખ સાજીદની શોધ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં