રાજસ્થાનમાં દલિત પરિવાર પર મુસ્લિમ ટોળાનો હુમલો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે, મુસ્લિમ સમુદાય દ્વારા દિવાળી પર ફટાકડા ફોડવા પર હિંદુઓપ્રત્યે એટલી ઘૃણા ઉદ્ભવી હતી કે તેઓએ દરેક (હિંદુ) પર હુમલો કર્યો અને માર માર્યો હતો.
એક પત્રકાર સુજીત સ્વામીએ વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે, “રાજસ્થાનના ભરતપુરના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં, મુસ્લિમ ટોળાએ દિવાળી પર ફટાકડા ફોડવા બદલ દલિત સમુદાયના આખા પરિવારને માર માર્યો અને જાતિ-સૂચક શબ્દોથી અપમાનિત કર્યા. શું આ નવું રાજસ્થાન છે? જય ભીમ અને જય મીમના નારા લગાવતાં શિબિરમાં ફરી મૌન જોવા મળી રહ્યું છે.” અહેવાલમાં જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં દલિત પરિવાર પર માત્ર ફટાકડા ફોડવા બદલ હુમલો થયો હતો.
વીડિયોમાં પીડિતા પ્રતાડનાનું વર્ણન કરતા કહે છે, “અમારા દેર, બાળકો સહીત તેમણે બધા પર હુમલો કર્યો છે. વહુનું માથું ફાડી નાખ્યું છે.” જ્યારે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે હુમલાખોરો કોણ છે, તો પીડિતાએ કહ્યું, “તેનો આખો પરિવાર હતો. ઘરે આવીને હુમલો કર્યો હતો.” તો બીજી તરફ અન્ય એક પીડિતાએ જણાવ્યું કે હુમલો કરનારા લગભગ 50 લોકો હતા અને તેમને જાતિવાદી શબ્દો કહ્યા હતા.
#Rajasthan भरतपुर के मुस्लिम बाहुल्य क्षेत्र में मुस्लिम भीड ने #दिवाली2022 पर पटाखे चलाने पर दलित समुदाय के पूरे परिवार के साथ मारपीट की और जाति सूचक शब्दों से अपमानित किया।
— Sujeet Swami️ (@shibbu87) October 24, 2022
यह नया राजस्थान है क्या? #जयभीम_जयमीम ख़ेमे में फिर से चुप्पी @HMOIndia @PMOIndia #Dipawali pic.twitter.com/Tb7cGDyjhM
સુજીતના ટ્વીટના જવાબમાં રાજસ્થાન પોલીસ હેલ્પ ડેસ્કે ભરતપુર પોલીસને માહિતી આપવા કહ્યું હતું. તેના જવાબમાં ભરતપુર પોલીસે ફટાકડા ફોડવાને કારણે હુમલો થયાની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, “દુકાનમાંથી ખરીદી માટે ઉછીના લીધેલા પૈસા અંગેના વિવાદની માહિતી મળતાં જ SHO કૈથવારા સ્થળ પર પહોંચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 151 સ્થળ પરથી બંને પક્ષના બે વ્યક્તિઓ સામે જાફોની કાર્યવાહી કરવામાં આવી છે. ગામમાં પોલીસ તૈનાત છે. સ્થળ પર શાંતિ છે.”
1/2
— Bharatpur Police (@BharatpurPolice) October 24, 2022
दुकान से खरीददारी के उधार के पैसों को लेकर हुए झगड़े की सूचना मिलते ही SHO कैथवाडा मय जाब्ता मौके पर पहुंचे। घायलों को अस्पताल भर्ती कराया जाकर मौके से दोनों पक्षों के दो-दो व्यक्तियों के विरुद्ध 151 जाफो की कार्यवाही की गई है। गांव मे जाब्ता तैनात है। मौके पर शांति है।
તો અન્ય એક ટ્વિટમાં, પોલીસે કહ્યું કે, હજુ સુધી કોઈ પક્ષે પોલીસ સ્ટેશન કૈથવાડામાં કેસ નોંધવા માટે ફરિયાદ આપી નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે એસએચઓ કૈથવારાને નિયમો અનુસાર આ મામલે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
2/2
— Bharatpur Police (@BharatpurPolice) October 24, 2022
अभी तक किसी पक्ष द्वारा थाना कैथवाडा पर प्रकरण दर्ज करने हेतु रिपोर्ट नहीं दी है। थानाधिकारी कैथवाडा को मामले में नियमानुसार कार्यवाही के निर्देश दिए गए है।
એક ટ્વિટર યુઝર બંટી ચૌધરીએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, “રાજસ્થાનનાં ભરતપુરના કુમ્હેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનામાં પોલીસ પ્રશાસનની અનુશાસનહીનતા સ્પષ્ટ દેખાય છે, જેના ઘર પર હુમલો થયો હતો, તે જ મહિલાઓને ચોકીમાં બેસાડીને હેરાન કરવામાં આવી રહી છે.”
भरतपुर के कुम्हेर थाना क्षेत्र में कल हुई घटना में पुलिस प्रशासन की अनुशासनहीनता साफ नजर आ रही है जिसके घर में हमला हुआ उन्हीं महिलाओं को थाना में बैठा कर परेशान किया जा रहा है#लड़की_हूं_लड़_सकती_हूं @ashokgehlot51 @CMHelpdesk @BharatpurPolice pic.twitter.com/tth24KWEp7
— Banti Choudhary (@BantiCh96001819) October 24, 2022
જોકે, ઑપઇન્ડિયા આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. ‘ દૈનિક ભાસ્કર‘ના અહેવાલ મુજબ, પીડિત પક્ષના લોકોએ જણાવ્યું કે ગામમાં તેમના સમાજના લગભગ 30 ઘર છે. રાત્રે તેમના બાળકો ગામમાં ફટાકડા ફોડે છે, રાત્રે કોઈ વિવાદ થયો નથી. સવારે અમુક ચોક્કસ સમુદાયના લોકો તેમના ઘરે પહોંચી ગયા અને આવતાની સાથે જ માર મારવા લાગ્યા હતા. જ્યારે તેમને લડાઈનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તમે લોકો અહી દિવાળી નહીં ઉજવો.
આ ઘટનામાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. આરોપ છે કે મુસ્લિમ સમુદાયના લોકોએ ખાસતો મહિલાઓની મારપીટ કરી અને તેમના કપડા ફાડી નાખ્યા. બાળકોને માર માર્યો. લડાઈ બાદ અનેક સંગઠનો ગામમાં પહોંચી રહ્યાં છે.