કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પાટનગર લેહથી હિંસા અને અરાજકતાના સમાચાર મળી રહ્યા છે. અહીં ઉશ્કેરાયેલા ટોળાએ ભાજપની ઑફિસને આગને હવાલે કરી દીધી હતી અને પોલીસ પર પણ પથ્થર ફેંક્યા હતા.
ઉલ્લેખનીય છે કે લદાખમાં ‘એક્ટિવિસ્ટ’ સોનમ વાંગચુક કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે છેલ્લા 14 દિવસથી ‘ભૂખ હડતાલ’ પર બેઠા છે. તેમના સમર્થનમાં લેહ એપેક્સ બોડીની યુથ વિંગે પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
#WATCH | Leh, Ladakh: BJP Office in Leh set on fire during a massive protest by the people of Ladakh demanding statehoothe d and the inclusion of Ladakh under the Sixth Schedule turned into clashes with Police. https://t.co/yQTyrMUK7q pic.twitter.com/x4VqkV8tdd
— ANI (@ANI) September 24, 2025
LAB યુથ વિંગે 10 સપ્ટેમ્બરથી 35 દિવસની ભૂખ હડતાળનું આયોજન કર્યું હતું. આ દરમિયાન બે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તેના કારણે પછીથી પ્રદર્શન અને બંધનું એલાન કરવામાં આવ્યું. પ્રદર્શનના નામે એકઠા થયેલા ટોળાએ પછીથી ધમાલ કરી હતી અને ભાજપની ઑફિસને આગને હવાલે કરી દીધી હતી. અમુક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી અને આગને હવાલે કરી દેવામાં આવ્યાં.
પછીથી પોલીસ અને સુરક્ષાબળોએ સ્થિતિ કાબૂમાં લીધી હતી અને તે માટે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. હાલ વધુ બળ તહેનાત કરવામાં આવ્યું છે.
નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકાર આ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી જ રહી છે અને અંતિમ વખત 20 સપ્ટેમ્બરના રોજ બેઠક હતી હતી. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાન્યુઆરી 2023માં LABની યુથ વિંગ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના સભ્યોની એક ઉચ્ચસ્તરીય સમિતિ પણ બનાવી હતી. હવે આગામી બેઠક 6 ઑક્ટોબરના રોજ યોજાશે.
ઉલ્લેખનીય છે કે લદ્દાખ અગાઉ જમ્મુ-કાશ્મીરનો ભાગ હતું. ઑગસ્ટ 2020માં કાશ્મીરમઠ કલમ 370 દૂર કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ તેના બે ભાગ કરવામાં આવ્યા અને લદ્દાખને છૂટું પાડવામાં આવ્યું હતું. લદ્દાખ પણ કેન્દ્રશાસિત છે.

