હોમપેજદેશએક્સિસ બેન્કની નવરાત્રિની જાહેરાતમાં ‘સાંતા ક્લૉઝ’: માત્ર હિંદુ તહેવારોમાં સેક્યુલરિઝમ ઘૂસાડવાના પ્રયાસો...

એક્સિસ બેન્કની નવરાત્રિની જાહેરાતમાં ‘સાંતા ક્લૉઝ’: માત્ર હિંદુ તહેવારોમાં સેક્યુલરિઝમ ઘૂસાડવાના પ્રયાસો પર ભારે વિરોધ

AXIS બેન્કે જાહેરાતમાં સાંતા ક્લૉઝને જોડીને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે આ તહેવારો બધાના છે અને ઉત્સવો ધર્મના સીમાડાઓથી પરે છે. એટલે એ જ જૂની પેટર્ન રજૂ કરવામાં આવી છે, જેમાં માત્ર હિંદુ તહેવારો પર 'સેક્યુલરિઝમ' ઘૂસાડી દેવામાં આવે છે. 

- Advertisement -

નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા હિંદુ તહેવારો (Hindu festivals) પર દરેક કંપની અને વેપારી પેઢી અલગ-અલગ જાહેરાતો (Advertisements) બહાર પાડે છે અને લોકોને આકર્ષવા માટે વિવિધ સ્કીમો પણ રજૂ કરે છે. બેન્કોથી લઈને નાની પેઢીઓ સુધી વેપાર જગતમાં આ થતું રહે છે. પણ અમુક વખત મોટી કંપની કે પેઢી એવી જાહેરાતો લૉન્ચ કરી દેતી હોય છે, જેના કારણે પછીથી વિરોધ થવાનો શરૂ થઈ જાય છે. આવું જ એક્સિસ બેન્કની (AXIS Bank) નવરાત્રિ અને દિવાળીની જાહેરાતમાં થયું છે. બેન્કે પોતાની નવરાત્રિની એડવર્ટાઈઝમેન્ટમાં જબરદસ્તી સાંતા ક્લૉઝ (સાન્ટા કલૉઝ) ઘૂસાડી દીધો છે, જેને લઈને જાહેરાતનો વિરોધ થઈ રહ્યો છે.

હિંદુ તહેવાર દિવાળીને લઈને એક્સિસ બેન્કે પોતાની નવી એડવર્ટાઈઝમેન્ટ ‘દિલ સે ઓપન સેલિબ્રેશન 2025’ લૉન્ચ કરી છે. આ જાહેરાતમાં દિવાળી અને નવરાત્રિના તહેવારોની વાત થઈ રહી છે અને તેમાં અચાનક સાંતા ક્લૉઝ ઘૂસાડી દેવામાં આવે છે. સાંતા ક્લૉઝ સામાન્ય રીતે ક્રિસમસનું પ્રતીક છે. બેન્કે જાહેરાતમાં તેને જોડીને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે આ તહેવારો બધાના છે અને ઉત્સવો ધર્મના સીમાડાઓથી પરે છે. એટલે એ જ જૂની પેટર્ન રજૂ કરવામાં આવી છે, જેમાં માત્ર હિંદુ તહેવારો પર ‘સેક્યુલરિઝમ’ ઘૂસાડી દેવામાં આવે છે. 

બેન્કની આ જાહેરાતના વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે નવરાત્રિના અવસર પર યુવતીઓ ગરબા કરી રહી છે અને તેમાં અચાનક સાંતા ક્લૉઝની એન્ટ્રી થાય છે. આ જાહેરાતમાં બેન્કે પોતાની ઑફર્સ પ્રમોટ કરવાના પ્રયાસો કર્યા છે, જે નવરાત્રિથી લઈને દિવાળી અને ક્રિસમસ સુધી ચાલવાની છે, પરંતુ વિરોધ એ વાતનો થઈ રહ્યો છે કે હિંદુ તહેવારોની જાહેરાતોમાં સાંતા ક્લૉઝની આખરે જરૂર શું હતી? 

- Advertisement -

સોશિયલ મીડિયા પર વિરોધ

એક્સિસ બેન્કની આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઈ રહ્યો છે. એક્સિસ બેન્ક પર હિંદુ તહેવારોના ‘ઈસાઈકરણ’ કરવાના આરોપો પણ લાગી રહ્યા છે. નેટિઝન્સ આ જાહેરાત હટાવવાની માંગણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બેન્કને ‘બૉયકોટ’ કરવાના હેશટેગ પણ ફરતા થઈ ગયા છે. 

એક્સિસ બેન્કની આ જાહેરાત પર X પોસ્ટ કરીને લોકોએ કહ્યું કે આ જાહેરાત હિંદુ તહેવારોને ઊતરતી કક્ષાના બતાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે. સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે તાત્કાલિક આ જાહેરાત હટાવી દેવામાં આવે, નહીં તો પછી બહિષ્કારનો સામનો કરવામાં આવે. 

અન્ય એક યુઝર ‘Treeni’એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું આ નવરાત્રિનું ‘ઈસાઈકરણ’ છે? તેમણે આરોપ લગાવ્યો છે કે એક્સિસ બેન્ક નવરાત્રિ દરમિયાન સાંતા ક્લૉઝને ઉપહાર વહેંચતો બતાવીને હિંદુ ધર્મની મજાક ઉડાવી રહી છે અને આવનારા તમામ હિંદુ તહેવારોમાં આવું કરવાનો એજન્ડા બનાવી રહી છે. 

અન્ય એક યુઝરે કૉમેન્ટ કરતા લખ્યું છે કે આ જાહેરાતને તાત્કાલિક હટાવવામાં આવવી જોઈએ. સાંતા ક્લૉઝનો હિંદુ ધર્મ સાથે કોઈ સંબંધ નથી. તેમણે આરોપ લગાવતા લખ્યું છે કે એક્સિસ બેન્કે ધર્માંતરણનો ઠેકો લઈ લીધો છે, આ જાહેરાતને તરત હટાવી લેવામાં આવવી જરૂરી છે. વળી એક યુઝરે તો એવું પણ કહ્યું છે કે ઈદ અથવા તો અન્ય મુસ્લિમ તહેવારો પર બેન્કો આવી જાહેરાતો બનાવી શકશે? 

અન્ય ઘણા યુઝરોએ તો બેન્ક સાથે વ્યવહાર બંધ કરીને પોતાના ખાતા બંધ કરાવવા સુધીની વાત કરી દીધી છે. હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીએ પણ આ જાહેરાતનો વિરોધ કર્યો છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું છે કે, શું હવે સાંતાક્લૉઝ નવરાત્રિમાં ગિફ્ટ્સ વહેંચશે? તેમણે ચેતવણી આપતાં કહ્યું કે આ જાહેરાત તાત્કાલિક હટાવી દેવી જોઈએ, નહીં તો હોબાળો થઈ જશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં