બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય આરોપીઓમાં સામેલ લૉરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાએ પોલીસ પૂછપરછમાં આ ખુલાસો કર્યો હતો. શિવાએ પોલીસને જાણકારી આપી હતી કે તેમની ગેંગે શ્રદ્ધાની નિર્મમ હત્યા કરનાર આફતાબ પૂનાવાલાને પણ તેમનો આગલો નિશાનો બનાવવાની ચર્ચા કરી હતી.
#BREAKINGNEWS तिहाड़ जेल के सूत्रों के हवाले से बहुत बड़ी खबर , श्रद्धा वॉकर हत्याकांड के आरोपी आफताब पूनावाला भी लॉरेंस बिश्नोई गैंग की रडार पर है. इसके चलते तिहाड़ जेल प्रशासन ने आफताब पूनावाला की सुरक्षा को लेकर अलर्ट हो गई है. जानकारी के मुताबिक आफताब पूनावाला 4 नंबर जेल में… pic.twitter.com/YA6L8Iy3cy
— Zee News (@ZeeNews) November 15, 2024
અહેવાલો અનુસાર પોલીસ સમક્ષ શિવાએ ખુલાસો કર્યો હતો કે લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોનકર અને અન્ય લોકો આફતાબ પૂનાવાલાને નિશાન બનાવવાનો પ્લાન ઘડ્યો હતો. પણ તિહાડ જેલમાં સુરક્ષા વધુ હોવાના કારણે તેઓ આગળ વધી શક્યા ન હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મુંબઈ પોલીસે આ મામલે તિહાડ જેલ પ્રશાસનને જાણકારી આપી દીધી છે. ત્યારબાદ તિહાડમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. નોંધવું જોઈએ કે નવેમ્બર, 2022માં શ્રદ્ધા હત્યા કેસમાં ધરપકડ થયા બાદથી જ આફતાબ પૂનાવાલા દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. હાલ તેની સામે દિલ્હીની એક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
શું હતો શ્રદ્ધા હત્યા કેસ
આફતાબ પૂનાવાલાની દિલ્હી પોલીસે ગયા વર્ષે 12 નવેમ્બરે દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં તેના ભાડાના ફ્લેટમાં શ્રદ્ધા વાલ્કરની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના શરીરના લગભગ 35 ટુકડા કરી દીધા હતા, જેને તેણે લગભગ ત્રણ અઠવાડિયા સુધી ઘરે 300 લિટરના ફ્રીજમાં રાખ્યા હતા. તે ઘણા દિવસો સુધી મધ્યરાત્રિએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેંકવા માટે જતો રહ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, બંને વચ્ચે દિવસે આર્થિક મુદ્દે ઝઘડો થતો હતો. એવી શંકા છે કે પૂનાવાલાએ 18 મેની સાંજે બંને વચ્ચેના ઝઘડા બાદ 27 વર્ષીય શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. શ્રદ્ધા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈની રહેવાસી હતી. બંનેની મુલાકાત મુંબઈમાં ડેટિંગ એપ ‘બમ્બલ’ દ્વારા થઈ હતી. આ પછી બંનેએ મુંબઈના એક કોલ સેન્ટરમાં સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાંથી બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો. બાદમાં બંને દિલ્હી આવ્યાં હતાં.