આવતા વર્ષે વર્લ્ડ ક્રિકેટની ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) પાકિસ્તાનમાં યોજાનાર છે. જેને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આ ટુર્નામેન્ટની ટ્રોફીને પાકિસ્તાન મોકલી આપવામાં આવી છે. ગુરુવારે (14 નવેમ્બર 2024) જેવી ટ્રોફી પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચી કે પાકિસ્તાન (Pakistan) ગેલમાં આવી ગયું. જોકે તેનો આ આનંદ ઝાઝો ટક્યો નહીં, કારણ કે BCCIએ વિરોધ નોંધાવ્યા બાદ ICCએ પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીને POKમાં ન ફેરવવા આદેશ આપ્યા છે. પહેલાં પાકિસ્તાન ટ્રોફીને POKના શહેરોમાં લઇ જઈને ત્યાં ટુરિઝમને પ્રમોટ કરવાની ફિરાકમાં હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન સરકારે નક્કી કર્યું હતું કે જેવી ટ્રોફી પાકિસ્તાન પહોંચે કે તેઓ 16 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી તેને દેશનાં વિવિધ શહેરોમાં ફેરવશે. જેથી આગામી ટુર્નામેન્ટને લઈને તેના ટુરિઝમને પ્રમોટ કરી શકાય અને થોડાઘણા રૂપિયા કમાઈ શકાય. પાકિસ્તાન આ ટ્રોફીને વિશ્વની બીજા નંબરની સહુથી ઉંચી પર્વતીય ચોટી K2 પર પણ લઇ જવાનું છે. આટલું જ નહીં, ત્યાંનું ક્રિકેટ બોર્ડ ગેરકાયદેસર રીતે કબજાવેલા કાશ્મીરની રમણીયતા દેખાડીને પ્રવાસીઓને આકર્ષવા માટે તે POKના સ્કાર્દુ, મુર્રી અને મુઝફ્ફરાબાદ પણ લઈ જવાનું હતું.
જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ તેના પર આપત્તિ જાહેર કરીને વિરોધ નોંધાવ્યો હતો. BCCIની આકરી પ્રતિક્રિયા જોઈને ICC પણ તરત જ હરકતમાં આવ્યું હતું અને ત્વરિત સંજ્ઞાન લઈને પાકિસ્તાને આદેશ આપી દીધો કે કોઈ પણ સંજોગોમાં ટ્રોફી POKમાં નહીં જાય. એટલું જ નહીં, કેટલાક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ટ્રોફીને લાહૌર, કરાચી અને રાવલપિંડી પણ નહીં લઈ જવામાં આવે. તેની પાછળ કારણ એવું છે કે આ ત્રણેય શહેઓમાં વધુ પડતા ધુમ્મસના કારણે ત્યાં ટ્રોફી નહીં ફેરવવામાં આવે. જોકે ટુર્નામેન્ટ આ ત્રણેય શહેરમાં યોજાનાર છે.
BCCI secretary Jay Shah strongly condemns the Pakistan Cricket Board's announcement to conduct the Champions Trophy tour in PoK, reiterating India's objection to the move. Jay Shah has raised the matter with the International Cricket Council (ICC), urging the body to take…
— ANI (@ANI) November 15, 2024
આ મામલે BCCIનાં સૂત્રોને ટાંકીને એજન્સી ANIએ જણાવ્યું કે, BCCI સેક્રેટરી જય શાહે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરને PoKમાં આયોજિત કરવાની ઘોષણા સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. જય શાહે આ મુદ્દો ICC સામે પણ ઉઠાવ્યો હતો અને રમતમાં રાજકીય હસ્તક્ષેપ અને ભૌગોલિક સાર્વભૌમત્વ મુદ્દે ચિંતા વ્યક્ત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
મોટા ઉપાડે કરી દીધી હતી જાહેરાત
નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, “તૈયાર થઇ જાઓ પાકિસ્તાન, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટ્રોફી ટૂર 16 નવેમ્બરથી ઇસ્લામાબાદથી શરૂ થનાર છે. જેમાં સ્કાર્દુ, મુર્રી અને મુઝફ્ફરાબાદ જેવા જોવાલાયક સ્થળોએ પણ ટ્રોફીને ફેરવવામાં આવશે. 16-24 નવેમ્બર સુધી ઓવલમાં સરફરાઝ અહેમદ દ્વારા 2017માં પકડેલી ટ્રોફીની એક ઝલક જુઓ.” જોકે ICCના આદેશો બાદ પાકિસ્તાનને આ પોસ્ટ કરીને ભોંઠા પડવાનો વારો આવ્યો છે.
Get ready, Pakistan!
— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2024
The ICC Champions Trophy 2025 trophy tour kicks off in Islamabad on 16 November, also visiting scenic travel destinations like Skardu, Murree, Hunza and Muzaffarabad. Catch a glimpse of the trophy which Sarfaraz Ahmed lifted in 2017 at The Oval, from 16-24… pic.twitter.com/SmsV5uyzlL
ભારતીય ટીમ નહીં જાય પાકિસ્તાન, BCCIના નિર્ણય બાદ પાડોશી દેશની મેજબાની રહેશે કે કેમ એ મોટો સવાલ
નોંધનીય છે કે વર્ષ 2025ની 19 ફેબ્રુઆરીથી લઈને 9 માર્ચ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. જોકે ફાયનલ રૂપરેખા આવવાની હજુ પણ બાકી જ છે. આ વર્ષે ટુર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન છે અને તેવામાં ICCએ એડવાન્સમાં જ ટ્રોફી પાકિસ્તાનમાં મોકલી દીધી છે. આટલું જ નહીં, પાકિસ્તાને તેની સત્તાવાર ટૂર પણ ગોઠવી દીધી છે. જોકે તેમ છતાં પાકિસ્તાનની મેજબાની હજુ વીમામાં છે.
તેની પાછળનું કાર તે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાં જ જાહેર કરી દીધું છે કે તે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન કોઈ સંજોગોમાં નહીં મોકલે. તેવામાં અટકળો ચાલી રહી છે કે આ ટુર્નામેન્ટ કદાચ હાઈબ્રીડ રીતે રમાય કે પછી આખી ચેમ્પિયન્સ ટ્રોફી જ અન્ય દેશમાં રમાડવામાં આવે. BCCIએ વાંધો ઉપડ્યા બાદ જે રીતે ICCએ પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીને POKમાં ન ફેરવવા આપ્યા આદેશ આપ્યા છે, તેના પરથી તે બાબત નકારી ન શકાય કે પાકિસ્તાનની યજમાની હજુ પણ ઢચુપચુ છે.