મહારાષ્ટ્રની ચૂંટણીમાં એકતાનું આહવાન કરતા નારાઓ ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ ખૂબ પ્રચલિત બન્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ નારાઓને પ્રચારમાં સામેલ કરી રહ્યા છે. બીજી તરફ, વિપક્ષી અને અમુક મહાયુતિની પણ પાર્ટીઓ આ નારાને ‘વિભાજનકારી’ તરીકે ખપાવવાની મહેનત કરી રહી છે. ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે આ અંગે સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, આ નારાઓ તો એકતાની વાત કરે છે અને તેમાં કશું જ ખોટું નથી.
અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા સાક્ષાત્કારમાં ફડણવીસે આ વાત કહી હતી. તેમણે ‘બટેંગે તો કટેંગે’ નારાનું સમર્થન કર્યું હતું. માત્ર સમર્થન જ નહીં, તેમણે તેનો અસલ અર્થ જણાવીને વિપક્ષ દ્વારા આપવામાં આવતા કુતરકો પાણી ફેરવી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, વિપક્ષ અને મહાવિકાસ અઘાડી દ્વારા જે ખોટા નેરેટિવ ઘડવામાં આવ્યા છે, તેની વિરુદ્ધ આ નારો લાવવામાં આવ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે સમજાવ્યો નારાનો મૂળ અર્થ
સાક્ષાત્કારમાં આ નારાને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે તેનો અસલ અર્થ સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “બટેગેં તો કટેગેં’ એ કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડીના ચૂંટણી પ્રચાર વિરુદ્ધ ઘડવામાં આવેલો નારો છે. આ નારાનો મૂળ સંદેશ એ છે કે તમામ લોકોએ એક થઈને રહેવું પડશે. આ નારાનો અર્થ તેવો જરાય નથી કે તે મુસ્લિમોની વિરુદ્ધમાં છે. અમે ક્યારેય નથી કહ્યું કે અમે લાડકી બહેન યોજનાનો લાભ મુસ્લિમ બહેનોને નહીં આપીએ.”
તેમણે કહ્યું કે, આ છત્રપતિ શિવાજીની ભૂમિ છે. શિવાજી મહારાજ જેવા અમારા પૂર્વજોની ધરતી છે, રઝાકારોની નહીં. અમારું ધર્મયુદ્ધ ‘યતો ધર્મસ્તતો જય:’ના સિદ્ધાંત પર આધારિત છે. તેનો અર્થ કોઈ ધર્મના લોકો સાથે યુદ્ધ કરવાનો નથી, પરંતુ તેનો અર્થ છે જ્યાં સત્ય છે, ત્યાં વિજય છે. અસત્યનો વિરોધ કરવા અને રાષ્ટ્રીય એકતા જળવાય તે માટે આ નારો છે. બટેંગે તો કટેંગે પણ કોંગ્રેસ અને MVAના તૃષ્ટિકરણનો જવાબ છે. તેમણે ચૂંટણીઓ પહેલાં ‘વોટ જેહાદ’ની વાત કરી, મસ્જિદોમાં પોસ્ટરો લગાવ્યાં અને લોકોએ એક વિશેષ પાર્ટીને મત આપવા આગ્રહ કર્યો. આ કેવી પંથનિરપેક્ષતા છે?”
તે બંને સમાજ અને દેશ માટે સકારાત્મક નારા, નેરેટિવને જવાબ આપવો જરૂરી છે: દેવેન્દ્ર ફડણવીસે
તેમણે વધુમાં કહ્યું કે, “રાજકારણમાં જ્યારે પણ કોઈ નેરેટિવ ઉભો કરવામાં આવે, ત્યારે તેનો જવાબ આપવો અનિવાર્ય બની જાય છે. અમે જોયું કે લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસે વોટ જેહાદ કાર્યો. ઉદાહરણ તરીકે, ધુલે જેવી બેઠક પર અમને પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં 1.9 લાખ મતોથી વૃદ્ધિ મળી હતી, પરંતુ તેમને માલેગાંવ સેન્ટ્રલમાં એક ભાગમાં જ વૃદ્ધિ મળી અને અમને ત્યાં માત્ર 4000 મતોના અંતરથી હરાવ્યા. આવું જ અન્ય 11 લોકસભા ક્ષેત્રોમાં પણ થયું. જ્યાં-જ્યાં મુસ્લિમ વોટોનું વધુ પડતું ધ્રુવીકરણ થયું, ત્યાં-ત્યાં વોટ જેહાદ થયો. મૌલવીઓ દ્વારા ફતવાઓ જાહેર કરવામાં આવ્યા અને સાથે જ કોગ્રેસે જાતિ આધારે વિભાજન ઉભું કર્યું.”
“તેનો સીધો અર્થ તે છે કે તેમણે મુસ્લિમોનું ધ્રુવીકરણ કર્યું અને બીજી તરફ હિંદુઓને વિભાજીત કરવા માટે જાતિ વચ્ચે લાવી. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સમાજના ભાગલા થયા છે, ત્યારે દેશનું વિભાજન થયું છે. સમાજને ક્યારેય ભરપાઈ કરી શકાય તેવું નુકસાન થયું છે. આ માટે જ મને લાગે છે કે ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સુરક્ષિત હૈ’ તે સમાજ અને દેશ માટે સકારાત્મક નારા છે, તેમાં ખોટું કે વાંધાજનક કશું જ નથી.” તેમણે જણાવ્યું
તેમના આ જવાબ પર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવો કે, આ પ્રકારના નારા અન્ય ધર્મમાં કેમ નથી? તો તેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે,”તમે ક્યારેય કોઈ હિંદુ ધાર્મિક નેતા કે આગેવાનને એવા કોઈ ફતવા જાહેર કરતા જોયા કે જો તેઓ ભાજપને મત નહીં આપે તો તે ભગવાન સામે બેઈમાની હશે? ફતવા જાહેર કરવો એક મુદ્દો છે કારણ કે તે એક રાજનૈતિક ફતવો છે અને તે સાંપ્રદાયિક વિભાજન ઉભું કરે છે. આપણે એ જ નેરેટિવ સામે પ્રતિક્રિયા આપવી પડશે. મારાં ભાષણોમાં 95% વાતો માત્ર અને માત્ર વિકાસની હશે અને માત્ર 5 % વાતો તે નેરેટિવ સામે મુકાબલાની વાત હશે. આ નારાના માધ્યમથી અમે માત્ર એમ જ કહીએ છીએ કે આપણે બધાએ એક થઈને રહેવાની જરૂર છે.”