Friday, November 22, 2024
More
    હોમપેજદેશરાષ્ટ્રનાયક સરદાર પટેલની 150મી જન્મજયંતિની થશે ભવ્ય ઉજવણી: 2 વર્ષ સુધી વિવિધ...

    રાષ્ટ્રનાયક સરદાર પટેલની 150મી જન્મજયંતિની થશે ભવ્ય ઉજવણી: 2 વર્ષ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાની કેન્દ્ર સરકારની જાહેરાત

    31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.

    - Advertisement -

    ભારતીય અખંડિતતાના જનક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ (Sardar Vallabhbhai Patel 150th Birth Anniversary) નિમિત્તે કેન્દ્ર સરકારે (Central Government) મહત્વની જાહેરાત કરી હતી. સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બે વર્ષના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

    31 ઓક્ટોબર 2024ના રોજ દેશ રાષ્ટ્રનાયક સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે આ ઉજવણી અને દિવસને વિશેષ બનાવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર સરકાર આ નિમિત્તે જે વિશેષ કાર્યક્રમ કરવાની છે એ અંગે માહિતી આપી હતી. સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા અમિત શાહે માહિતી આપી હતી કે સરદાર પટેલની જન્મજયંતિ આગામી 2 વર્ષ સુધી ઉજવવામાં આવશે.

    ગૃહમંત્રી શાહે પોસ્ટ કરતા લખ્યું કે, “વિશ્વની સૌથી મજબૂત લોકશાહીમાંની એકની (ભારત) સ્થાપના પાછળના સ્વપ્નદ્રષ્ટા તરીકે સરદાર પટેલજીનો સ્થાયી વારસો અને કાશ્મીરથી લક્ષદ્વીપ સુધી ભારતને એક કરવામાં તેમની મુખ્ય ભૂમિકા અવિશ્વસનીય છે.”

    - Advertisement -

    તેમણે આગળ લખ્યું કે, “તેમના સ્મારક યોગદાનને માન આપવા માટે, PM નરેન્દ્ર મોદીશ્રીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર, 2024 થી 2026 સુધી બે વર્ષ લાંબી દેશવ્યાપી ઉજવણી સાથે તેમની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે. આ ઉજવણી તેમણે દર્શાવેલી અસાધારણ સિદ્ધિઓ અને એકતાની ભાવનાનું પ્રમાણ બનશે.”

    ઉલ્લેખનીય છે કે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તેઓ સવારે 7.30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ આપશે અને જાહેર સંબોધન કરશે.

    નોંધનીય છે કે નરેન્દ્ર PM મોદીની સરકારે હંમેશાથી સરદાર પટેલના અવિશ્વસનીય યોગદાનને યાદ રાખવા વિવિધ કાર્યક્રમો કર્યા છે. વર્ષ 2014માં PM નરેન્દ્ર મોદી જયારે પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા એ બાદ કેન્દ્ર સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને સન્માનિત કરવા તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ (National Unity Day) તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. એ પછી છેલ્લા 9 વર્ષોથી સરદાર પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

    ઉપરાંત ભારતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે સરદાર પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નિર્માણ કરવામાં આવ્યું. વર્ષ 2018માં સરદાર પટેલની 143ની જન્મજયંતિ નિમિત્તે PM મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન કર્યું હતું. મહત્વની બાબત છે કે વર્ષ 2010માં જયારે PM નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે તેમણે આ સ્મારકની રજૂઆત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં