Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'બોલો મિયાં સાહેબ ઝિંદાબાદ, અલ્લાહુ અકબર'..: બિહારમાં સગીરને પગ પર થૂંકીને ચાટવા...

    ‘બોલો મિયાં સાહેબ ઝિંદાબાદ, અલ્લાહુ અકબર’..: બિહારમાં સગીરને પગ પર થૂંકીને ચાટવા માટે કર્યો મજબૂર, લાકડી અને થપ્પડોથી નિર્દયતાથી માર માર્યાનો વિડીયો વાયરલ

    આરોપીઓની ઓળખ મોહમ્મદ મુન્ના અને સાહિલ તરીકે થઈ છે. હાલમાં વિસ્તારમાં તણાવને કારણે કલમ 144 લાગુ કરવામાં આવી છે. મોતીપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજન કુમાર પાંડેએ જણાવ્યું છે કે, પીડિત કિશોરના પિતાના નિવેદન પર 4 નામજોગ અને 2 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

    - Advertisement -

    બિહારમાં આવેલા મુઝફ્ફરપુરથી એક વિડીયો સામે આવ્યો છે, જે ચોંકાવનારો છે. મામલો મોતીપુરના બતરૌલ ગામનો છે. એક 15 વર્ષના સગીરને પકડીને ન માત્ર રૂમમાં બંધક બનાવ્યો, પરંતુ તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર મારનાર શખ્સે પોતાના પગ પર થૂંકીને તેને ચાટવાનું કહ્યું અને જ્યાં સુધી સગીરે તે ના કર્યું, ત્યાં સુધી તેને નિર્દયતાથી માર માર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે, સગીર પાસે ‘અલ્લાહુ અકબર’ જેવા મઝહબી નારા પણ લગાવડાવવામાં આવ્યા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ આખા વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. પોલીસે કલમ 144 પણ લાગુ કરી દીધી છે.

    ખરાબ રીતે માર મારવાને કારણે પીડિત સગીરનો એક હાથ પણ ફ્રેક્ચર થઈ ગયો છે. આ ઘટનાની માહિતી મળતાં જ બિહાર પોલીસ પણ એક્શનમાં આવી હતી અને 3 યુવકોની ધરપકડ કરી હતી. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, બિહારમાં સ્થિત મુઝફ્ફરપુરમાં એક સગીર બંધ રૂમમાં બોરી પર બેઠો છે, જ્યારે તેની સામે એક યુવક હાથમાં લાકડી લઈને ઉભો છે. તેણે બોરી પર બેઠેલા સગીરને લાકડી અને થપ્પડ વડે ઘણી વાર માર માર્યો. પીડિતને ઇસ્લામના મઝહબી નારા લગાવવાનું પણ કહેવામાં આવ્યું હતું.

    વિડીયોમાં અન્ય એક છોકરાનો અવાજ પણ સંભળાય છે. વિડીયોમાં આરોપી કહી રહ્યો છે કે, તે પીડિતને ‘અલ્લાહુ અકબર’નો નારો લગાવ્યા બાદ જ જવા દેશે. સાથે તેમાં પીડિત પાસે ‘મિયાં સાહેબ ઝિંદાબાદ’ બોલાવવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. આરોપીઓએ પોતે જ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. હાલ મોતીપુર પોલીસ સ્ટેશનની પોલીસે ગામમાં ધામા નાખ્યા છે. બંને પક્ષો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે વાતચીત ચાલી રહી છે. આરોપીઓ કહી રહ્યા છે કે, આ ક્રિકેટ વિવાદનો મામલો છે અને તેના કારણે મારામારી થઈ હતી.

    - Advertisement -

    આરોપીઓની ઓળખ મોહમ્મદ મુન્ના અને સાહિલ તરીકે થઈ છે. હાલમાં વિસ્તારમાં તણાવને કારણે કલમ 144 લાગુ કરવામાં આવી છે. મોતીપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજન કુમાર પાંડેએ જણાવ્યું છે કે, પીડિત કિશોરના પિતાના નિવેદન પર 4 નામજોગ અને 2 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના ઘર છોડીને ભાગી ગયા છે. બિહારમાં તાજેતરના સમયમાં જ અનેક ગુનાહિત ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં