રાજસ્થાનના જયપુરથી એક લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે પ્રેમના બહાને 25 વર્ષીય હિંદુ યુવતી પર દુષ્કર્મના આરોપસર સલમાન ખાન નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપ છે કે તેણે હિંદુ તરીકેની ઓળખ આપીને યુવતીને ફસાવી હતી. માત્ર આટલું જ નહીં, પરંતુ તે અન્ય હિંદુ મહિલાઓના સંપર્કમાં પણ હતો. દેશમાં લવ જેહાદના વધતા કિસ્સાઓ વચ્ચે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે જયપુર પોલીસે આરોપીની રાજધાની દિલ્હીમાંથી ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જયપુરમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવનારા સલમાન ખાને પીડિત યુવતીને પ્રેમજાળમાં ફસાવવા માટે પોતે હિંદુ હોવાનું નાટક કર્યું હતું. તેણે પીડિતાને હિંદુ નામ આપીને તેની સાથે સંબંધ સ્થાપિત કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, તેણે 25 વર્ષીય યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું છે, દરમિયાન તેણે અશ્લીલ વિડીયો પણ બનાવ્યા હતા અને પીડિતાને બ્લેકમેલ કરીને 2-4 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. આરોપ છે કે, આરોપી પીડિતાને ડરાવી-ધમકાવી અને બ્રેનવોશ કરીને છેલ્લાં 5 વર્ષથી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો.
પીડિતાના પરિવારજનોને આ ઘટના વિશેની જાણ થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને પીડિતાને દિલ્હીથી ટ્રેસ કરીને આરોપી સલમાન ખાનની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ અનુસાર, આરોપી અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપીને પીડિતાને દિલ્હી લઈ ગયો હતો.
પોલીસે હિંદુ યુવતીને પરિવારને સોંપી દીધી છે. જ્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, આરોપીએ પહેલાં પણ આ જ રીતે 3-4 હિંદુ મહિલાઓને ફસાવી હતી અને તાજેતરમાં પણ તે અનેક હિંદુ મહિલાઓના સંપર્કમાં હતો. પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે.
પોલીસ આ મામલે વધુ તપાસ કરવા માટે આરોપીની પૂછપરછ કરી રહી છે. પોલીસે CrPCની કલમ 164 હેઠળ પીડિત યુવતીનું નિવેદન પણ લીધું છે. ACP સંજય શર્માએ (માનસરોવર) આ મામલે જણાવ્યું છે કે, જયપુરની શિપ્રા પથ પોલીસે પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે દુષ્કર્મ આચરાનારા આરોપી સલમાન ખાનની ધરપકડ કરી છે. પીડિતાની સલમાન ખાન નામના શખ્સ સાથે જયપુરના એક મોલમાં મુલાકાત થઈ હતી.
Jaipur: "The victim has stated in her statement that the accused trapped her in his love trap and also took loans from her. Furthermore, allegations of rape have surfaced. The accused, Salman, dropped out of school in the 8th grade. The victim's father lodged an FIR against him.… pic.twitter.com/PNN79ejERT
— IANS (@ians_india) May 10, 2024
ઘટના વિશે વાત કરતાં પોલીસ સ્ટેશન અધિકારી અમિત કુમારે જણાવ્યું કે, “પીડિતાની પહેલીવાર આરોપી સાથે મુલાકાત 5-6 વર્ષ પહેલાં થઈ હતી. સલમાન ખાન 8મુ ધોરણ ફેલ છે અને મૂળ અજમેરનો રહેવાસી છે. પીડિતાના પૈસાથી તેણે સ્કૂટી અને મોબાઈલ પણ ખરીદ્યો હતો. તેના ટાર્ગેટ પર અન્ય પણ ઘણી હિંદુ યુવતીઓ હતી.”