મુંબઈમાંથી એક 32 વર્ષીય મુસ્લિમ ફકીરની લોકો સાથે છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ફકીર લોકોને જીવલેણ રોગમાંથી સાજા કરવાના અને વૈવાહિક સમસ્યાઓના સમાધાન શોધી આપવાના વાયદા આપીને પૈસા પડાવતો હતો અને પ્રાણીઓની કુરબાની અપાવતો હતો. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ અનુસાર, આરોપીની ઓળખ અબુબકર મોહમ્મદ અલી શેખ તરીકે થઈ છે. તેની સામે IPCની કલમ 406 અને 420 તેમજ મહારાષ્ટ્ર પ્રિવેન્શન એન્ડ ઇરેડિકેશન ઑફ હ્યુમન સેક્રિફાઇસ એન્ડ આધાર ઈનહ્યુમન, એવિલ એન્ડ અઘોરી પ્રેક્ટિસ એન્ડ બ્લેક મેજિક એક્ટ, 2013 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આરોપી વિરુદ્ધ કાર્યવાહી શિવડીની એક મહિલાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, તેને સતત શરીરમાં દુખાવો રહેતો હતો અને અનેક ડૉક્ટરો પાસે સારવાર કરાવ્યા બાદ પણ રાહત મળી ન હતી. આખરે તે અબુબકરને મળી અને તેણે તેને જાદૂ-ટોણાં દ્વારા સારવાર કરી આપવાની બાંહેધરી આપી. પરંતુ સાથે ₹4 લાખ રોકડા અને સોનાનાં ઘરેણાંની માંગણી કરી. તેણે એમ પણ કહ્યું હતું કે, તે બકરાની કુરબાની સહિતની કેટલીક પ્રક્રિયાઓ કરશે અને વિવિધ દરગાહમાં પૈસાનું દાન કરશે. તેણે મહિલાને એક માદળિયું પણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેમાં તેણે અમુક ‘મંત્રો’ ફૂંક્યા છે.
ત્યારબાદ મહિલાએ અમુક પારિવારિક સમસ્યાઓ માટે પણ તેનો સંપર્ક કર્યો હતો અને જે માટે ફકીરે ફરીથી પૈસા પડાવ્યા હતા. મહિલા આટલેથી ન અટકી અને તેની એક સંબંધીને પણ ફકીરનો સંપર્ક કરવા કહ્યું હતું, જે પોતાના પુત્રને અમેરિકા મોકલવા પ્રયાસ કરી રહી હતી. જે માટે અબુબકરે તેની પાસેથી ₹1.70 લાખ રૂપિયા પડાવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, ફકીરે અન્ય એક વ્યક્તિ પાસેથી કેન્સરનો ઈલાજ કરવાનું કહીને પૈસા પડાવ્યા હતા અને કહ્યું હતું કે જો તેઓ તેની પાસે સારવાર નહીં કરાવે તો 12 દિવસમાં મૃત્યુ પામશે. આ સિવાય મહિલાના અન્ય એક મિત્ર પાસેથી તેણે નવજાત બાળકને રડતું બંધ કરવાનું કહીને પૈસા પડાવ્યા હતા.
જ્યારે કોઈના જીવનમાં કોઇ પણ પ્રકારનો ફેર નહીં પડ્યો ત્યારે તેમણે શેખને પકડ્યો હતો પણ તેણે લેખિતમાં આપ્યું હતું કે પોતે તમામના પૈસા પરત કરશે. જોકે, પછી તેણે તેમ ન કર્યું. માર્ચ 2023થી જાન્યુઆરી, 2024 સુધી ફકીરના હાથે લૂંટાયા બાદ આખરે મહિલાએ મંગળવારે (30 જાન્યુઆરી) ફરિયાદ કરી હતી. જેના આધારે ગુનો નોંધીને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ વિવિધ વ્યકિતઓ પાસેથી કુલ 230 ગ્રામ સોનું અને ₹7 લાખ રોકડા પડાવી લીધા હતા.
હિન્દુસ્તાન ટાઇમ્સે હેડલાઇનમાં લખ્યું’ તાંત્રિક’
અહીં આરોપી મુસ્લિમ છે, જેનું નામ છે અબુબકર મોહમ્મદ અલી શેખ. પરંતુ મીડિયા તેને ગણાવી રહ્યું છે ‘તાંત્રિક.’ તાંત્રિક એ ‘તંત્રવિદ્યા’ પરથી આવેલો શબ્દ છે અને તંત્ર અને તંત્રવિદ્યા એ હિંદુ ધર્મ સાથે જોડાયેલા શબ્દો છે. જેથી આ પ્રકારનો શબ્દ હેડલાઈનમાં વાપરવામાં આવે અને સાથે નામ ન લખવામાં આવે તો વાંચનારને આરોપી હિંદુ હોવાની શંકા જઈ શકે છે. પરંતુ ખરેખર તેમ નથી.
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટની હેડલાઈન છે- ‘કેન્સરની સારવાર, USના વિઝા અપાવવાની ખાતરી આપીને મહિલા સાથે છેતરપિંડી બદલ તાંત્રિક સામે ગુનો.’ અહીં હેડલાઇનમાં ક્યાંય આરોપીનું નામ લખવામાં આવ્યું નથી.
Name of the fraudster:
— Shashank Shekhar Jha (@shashank_ssj) February 1, 2024
Abubakar Mohammad Ali Shaikh
Shame on you @HindustanTimes for calling him a Tantrik.
This article by @htTweets isn’t only anti-Hindu propaganda but a defamatory hate speech against Hindu community.
CC: @MumbaiPolice @Dev_Fadnavis pic.twitter.com/gD9FdayBE3
સોશિયલ મીડિયા પર પછીથી ઘણા યુઝરોએ આ બાબતે ધ્યાન દોર્યું હતું અને હિંદુસ્તાન ટાઈમ્સની ઝાટકણી કાઢી હતી.