Monday, October 7, 2024
More
    હોમપેજક્રાઈમમાજિદ ફ્રીમેન પર આતંકવાદનો આરોપ: કરી 'કાશ્મીરની જેમ હિંદુ કૂતરાઓનો સફાયો' વાળી...

    માજિદ ફ્રીમેન પર આતંકવાદનો આરોપ: કરી ‘કાશ્મીરની જેમ હિંદુ કૂતરાઓનો સફાયો’ વાળી પોસ્ટ અને લેસ્ટરમાં ફાટી નીકળી હતી હિંસા, છે હમાસનો સમર્થક

    માજિદ ફ્રીમેન લેસ્ટરના સ્થાનિક મુસ્લિમ 'કાર્યકર' છે, જે સમસ્યાઓ ઊભી કરવા અને ઉગ્રવાદી ઇસ્લામિક વિચારોને પ્રોત્સાહન આપવા માટે જાણીતો છે. લેસ્ટર હિંસા દરમિયાન, માજિદ હિંદુઓ વિરુદ્ધ હિંસા ઉશ્કેરતા નકલી સમાચાર ફેલાવવામાં મોખરે હતો.

    - Advertisement -

    2022માં બ્રિટનના લેસ્ટરમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા (Leicester Violence) ઉશ્કેરનાર મુસ્લિમ કટ્ટરપંથી માજિદ ફ્રીમેન પર સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તેના દ્વારા ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસને પ્રોત્સાહન આપવા અને ફ્રાન્સમાં ચાર્લી એબ્દો પર હુમલાના પુરાવા મળ્યા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 36 વર્ષીય માજિદ નોવસરકાને (Majid Freeman) બુધવારે (24 જુલાઈ, 2024) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના ઉપર આરોપ છે કે, ડિસેમ્બર 2023 અને જૂન 2024 વચ્ચે, માજિદે ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસના સમર્થનમાં વ્યાપક પ્રચાર કર્યો.

    હમાસ (Hamas) યુકેમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. આ સિવાય માજિદે 2015માં ફ્રેન્ચ મેગેઝિન ચાર્લી એબ્દો (Charlie Hebdo) પર ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને પણ યોગ્ય ઠેરવ્યો હતો અને લોકોને આવો જ હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. ચાર્લી એબ્દો પર આ હુમલો ISIS દ્વારા કરવામાં આવ્યો હતો કેમ કે તેણે પયગંબર મોહમ્મદનું કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું.

    - Advertisement -

    માજિદ ફ્રીમેનની 9 જુલાઈ, 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર થયા બાદ તેને શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે. માજિદને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા અને ઘર છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તેની સામેનો આ કેસ ચાલુ રહેશે.

    લેસ્ટરમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ભડકાવવામાં માજિદ ફ્રીમેન હતો સૌથી મોખરે

    માજિદ ફ્રીમેન લેસ્ટરના સ્થાનિક મુસ્લિમ ‘કાર્યકર’ છે, જે સમસ્યાઓ ઊભી કરવા અને ઉગ્રવાદી ઇસ્લામિક વિચારોને પ્રોત્સાહન આપવા માટે જાણીતો છે. લેસ્ટર હિંસા દરમિયાન, માજિદ હિંદુઓ વિરુદ્ધ હિંસા ઉશ્કેરતા નકલી સમાચાર ફેલાવવામાં મોખરે હતો.

    ભારત અને પાકિસ્તાન વ 28 ઓગસ્ટ 2022ના રોજ રમાયેલી T-20 મેચમાં હાર બાદ ભારતીય ધ્વજનું અપમાન થતાં ઘર્ષણ થયું હતું. અથડામણ બાદ હિંદુઓએ પરિસ્થિતિને શાંત પાડી અને તે વ્યક્તિની મદદ કરી જેણે ભારતીય ધ્વજને છીનવીને તેનું અપમાન કર્યું હતું. જો કે, માજિદ ફ્રીમેને એક અલગ જ વાર્તા ચલાવી હતી.

    30 ઓગસ્ટના રોજ, જ્યારે લેસ્ટર પોલીસે મુસ્લિમ સંગઠનોથી પ્રભાવિત થઈને જૂઠું બોલ્યું કે હિંદુઓ ‘મુસલમાનોને મારી નાખો’ના નારા લગાવી રહ્યા છે. (તેમણે પાછળથી સ્પષ્ટતા કરી કે તેમની તપાસમાં આવા કોઈ સૂત્રો સાંભળ્યા નથી) બીજી બાજુ માજિદે X પર આ જૂઠનો સહારો લઈને હિંસા ભડકાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં