Friday, November 15, 2024
More
    હોમપેજક્રાઈમપાકિસ્તાનથી આવી કૃષ્ણ જન્મભૂમિ કેસના અરજદાર અને અલ્હાબાદ હાઇકોર્ટને ઉડાવી દેવાની ધમકી:...

    પાકિસ્તાનથી આવી કૃષ્ણ જન્મભૂમિ કેસના અરજદાર અને અલ્હાબાદ હાઇકોર્ટને ઉડાવી દેવાની ધમકી: પોલીસે તપાસ કરી શરૂ

    પાંડેના જણાવ્યા અનુસાર, તેમને સોશિયલ મીડિયા એપ્લીકેશન વોટ્સએપ પર ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ મેસેજ તેમને બે અલગ અલગ નંબર પરથી આવ્યા હતા અને આ બંને નંબર પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસને લઈને પાકિસ્તાનથી (Pakistan) અલ્હાબાદ હાઇકોર્ટને (Allahabad High Court) ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીઓ મથુરાના આસુતોષ પાંડેને મોકલવામાં આવી હતી. મહત્વનું છે કે આશુતોષ મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના (Shree Krushna Janma Bhumi Case) અરજદારો પૈકીના એક છે, અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ છે. આ ધમકી તેમને બુધવારે (13 સપ્ટેમ્બર 2024) ઓડિયો રેકોર્ડીંગ રૂપમાં આપવામાં આવી હતી.

    પાંડેના જણાવ્યા અનુસાર, તેમને સોશિયલ મીડિયા એપ્લીકેશન વોટ્સએપ પર ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ મેસેજ તેમને બે અલગ અલગ નંબર પરથી આવ્યા હતા અને આ બંને નંબર પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું હતું. તેમને બુધવારે રાત્રે 9:36 વાગ્યે +92-3029854231 નંબરથી આ ઓડિયો મેસેજ મળ્યા હતા. જેવા તેમણે ઓડિયો મેસેજ પ્લે કર્યા, તેમાં તેમને અલ્હાબાદ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સાંભળવા મળી.

    આ ઉપરાંત મેસેજમાં અભદ્ર ભાષા વાપરવામાં આવી હતી અને આશુતોષ પાંડેને પણ ધમકીઓ આપવામાં આવી હતી. આપનારે તેમને કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટને 19 નવેમ્બરના રોજ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ત્યારબાદ અન્ય રેકોર્ડીંગમાં એવી ધમકી આપવામાં આવી હતી કે આશુતોષ પાંડેને પણ બક્ષવામાં નહીં આવે અને બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરે એને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

    - Advertisement -

    આ મામલે પાંડેએ કૂલ 22 ઓડિયો ક્લિપ્સ પોલીસને તપાસ અર્થે સોંપી છે. ક્લિપ્સ 3થી લઈને 12 સેકંડ લાંબી છે. માત્ર ઓડિયો ક્લિપ્સ દ્વારા જ નહીં, તેમને વોઈસ કોલ દ્વારા પણ ધમકીઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    શામલીના કાંધલાના રહેવાસી આશુતોષ પાંડેએ આ મામલે શામલી પોલીસમાં ફરિયાદ આપી છે, તેમણે સ્થાનિક અને અને સિનિયર અધિકારીઓને પણ આ પાકિસ્તાનથી અલ્હાબાદ હાઇકોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેસેજ તપાસ માટે મોકલી આપ્યા હતા. તેમણે કહ્યું કે તેમને અગાઉ પણ આવી જ ધમકીઓ મળી ચૂકી છે અને તે સમયે પ્રયાગરાજ, કૌશાંબી, ફતેહપુર અને મથુરામાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

    શાહી ઈદગાહ મસ્જિદના નિયંત્રણમાંથી શ્રીકૃષ્ણ જન્મભૂમિને મુક્ત કરવાની માંગ કરી રહેલા 18 અરજદારો પૈકી આશુતોષ પાંડે પણ એક છે. તેમણે શાહી ઈદગાહમાં ગેરકાયદેસર વીજ જોડાણ અંગે પણ ફરિયાદ કરી હતી, ત્યારબાદ અધિકારીઓએ મસ્જિદ સમિતિના અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં