Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ધ કાશ્મીર ફાઇલ્સ' સતત સફળતાના શિખરે, બોલીવુડની અન્ય ફિલ્મોને પછાડીને 2 સિદ્ધિઓ...

    ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સતત સફળતાના શિખરે, બોલીવુડની અન્ય ફિલ્મોને પછાડીને 2 સિદ્ધિઓ મેળવી, IMDB પર ટોપ 10માં શામેલ થનારી એક માત્ર હિન્દી ફિલ્મ

    ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને સ્વિટ્ઝર્લેન્ડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 'ઓફિશિયલ સિલેક્શન' કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

    - Advertisement -

    કાશ્મીરની ઘાટીઓમાં હિંદુઓ પર કરવામાં આવેલા લોહિયાળ અત્યાચારને આબેહુબ દર્શાવતી વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સતત સિદ્ધિઓ મેળવી રહી છે. હજુ એક દિવસ પહેલા વિવેક અગ્નિહોત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જણાવ્યું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સ્વિટ્ઝર્લેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની સત્તાવાર પસંદગી શ્રેણીમાં પસંદ કરવામાં આવી છે. તો હવે કેટલીક તસવીરો શેર કરીને તેમણે ફેન્સ સાથે વધુ એક સારા સમાચાર શેર કર્યા છે. ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ IMDB પર ટોપ 10 શ્રેણીમાં શામેલ થયેલી એક માત્ર હિન્દી ફિલ્મ છે.

    અહેવાલો મુજબ વિવેક અગ્નિહોત્રી દ્વારા શેર કરાયેલી એક તસવીરમાં તેઓ હાથમાં IMDB ટ્રોફી સાથે ઉભા છે. તેમને આ ટ્રોફી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને કારણે મળી છે. આ ફિલ્મ બોલીવુડની અન્ય ફિલ્મોને પછાડીને વર્ષ 2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ બનીને IMDBમાં ટોપ 10ની શ્રેણીમાં શામેલ થઇ ગઈ છે. વિવેક અગ્નિહોત્રીએ આ એવોર્ડ અને પ્રશંસા માટે IMDb (Imdb મોસ્ટ પોપ્યુલર ફિલ્મ 2022) ને ટેગ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, “IMDb તરફથી આ અમૂલ્ય એવોર્ડ મેળવીને આનંદ થયો. વર્ષ 2022ની સૌથી લોકપ્રિય ફિલ્મને જજ કરવા બદલ આભાર. તે ખરેખર લોકોની ફિલ્મ છે.”

    શું છે IMDB અને કોણ આપે છે રેટિંગ?

    - Advertisement -

    IMDB ફિલ્મોને રેટિંગ આપવા માટેની એક વિશ્વસ્તરીય વેબસાઈટ છે, તેની શરૂઆત 17 ઓક્ટોબર 1990 માં કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર ફિલ્મો, વેબ સીરીઝ, અને ટીવી શોને રીવ્યુ આપવામાં આવે છે. અહી રીવ્યુ આપવા માટે કોઈ ખાસ વ્યક્તિ કે વિશેષજ્ઞની જરૂર નથી હોતી. પરંતુ જેતે ફિલ્મ કે અન્ય શો ને વિશ્વભરના દર્શકો પોતાની મનમરજીથી રેટિંગ આપે છે. જેને અંતમાં શરેરાશ રેશિયો કાઢીને સહુથી વધુ રેટિંગ મેળવેલ ફિલ્મ કે શો નું નામ જાહેર કરવામાં આવે છે. આપ પણ IMDB ની વેબસાઈટ પર જઈને પોતાની પસંદગી કે નાપસંદ ફિલ્મને તમારી મરજી મુજબ રેટિંગ આપી શકો છો.

    સ્વિત્ઝર્લેન્ડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામી

    ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને સ્વિટ્ઝર્લેન્ડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ‘ઓફિશિયલ સિલેક્શન’ કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ બાબતે વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, “એ જણાવતા આનંદ થાય છે કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રતિષ્ઠિત સ્વિટ્ઝર્લેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ‘ઓફિશિયલ સિલેક્શન’ શ્રેણી માટે પસંદ કરવામાં આવી છે.”

    ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ

    આ ફિલ્મ દર્શકોને વર્ષ 1989માં લઈ જાય છે, તે સમયે વધતા જતા ઈસ્લામિક જેહાદને કારણે કાશ્મીરમાં એક લોહિયાળ સંઘર્ષ ફાટી નીકળ્યો હતો, જેના કારણે મોટા ભાગના હિંદુઓને ઘાટી છોડીને પલાયન કરવાની ફરજ પડી હતી. એક અનુમાન મુજબ, ઘાટીના કુલ 140,000 કાશ્મીરી પંડિત રહેવાસીઓમાંથી આશરે 100,000 વર્ષ 1990માં ફેબ્રુઆરી અને માર્ચ મહિના વચ્ચે સ્થળાંતર કરી ગયા હતા. બાકી બચેલા લોકોએ પછીના વર્ષોમાં ઘાટી છોડી ચુક્યા હતા, અને 2011 સુધીમાં કાશ્મીરી પંડિતના માત્ર 3,000 પરિવારો ઘાટીમાં રહ્યા હતા. કાશ્મીર નરસંહારના પીડિત કાશ્મીરી પંડિતો સાથેના વિડિયો ઇન્ટરવ્યુ પર આધારિત આ ફિલ્મનો દેશ અને વિદેશમાં પણ ખુબ વિરોધ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં